Home /News /gujarat /TMKOC: જેઠાલાલની પાસે જ્યારે દોઢ વર્ષ સુધી ન હતું કામ, મનમાં આવતાં હતાં ખરાબ વિચારો
TMKOC: જેઠાલાલની પાસે જ્યારે દોઢ વર્ષ સુધી ન હતું કામ, મનમાં આવતાં હતાં ખરાબ વિચારો
તારક મેહતા
Taarak Mehta ka Ooltah Chashmah: જેઠાલાલ (Jethalal) એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)ની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. દિલીપ એક ઉત્તમ કલાકાર છે. છતાં તેમનાં જીવનમાં સુખ દુખનાં પળ આવ્યાં હતાં. એક એવી પળ હતી જ્યારે તેમની પાસે કામ ન હતું. આ સમય નાનો સુનો ન હતો પણ દોઢ વર્ષનો હતો.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી પરનાં સૌથી પસંદ કરવામાં આવતા શો 'તારક મેહતા કા ઉલટા ચશ્મા' (Taarak Mehta ka Ooltah Chashmah) સુપરહિટ કોમેડી શોમાંથી એક છે. શોનો દરેક કિરદાર લોકોને પસંદ છે. છેલ્લા 12 વર્ષથી લોકોનાં દિલમાં રાજ કરનારો આ શોનાં મુખ્ય કિરદાર જેઠાલાલ (Jethalal) તેમની એક્ટિંગને કારણે ઘર ઘરમાં જાણીતા છે. પણ શું આફ જાણો છો કે, 'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)નાં જીવનમાં એક સમય એવો આવ્યો હતો જ્યારે તેમની પાસે કંઇ કામ ન હતું. આ વાતનો ખુલાસો તેણે પોતે કર્યો છે. દિલીપ જોશીનો આ વીડિયો ફરી વાયરલ થયો છે.
'જેઠાલાલ' એટલે કે દિલીપ જોશી (Dilip Joshi)ની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. દિલીપ એક ઉત્તમ એક્ટર છે. દરેકનાં જીવનમાં સુખ દુખની છાયા આવે છે. એવામાં દુખનો સમય તેમનાં જીવનમાં પણ આવ્યો હતો . એક એવી પળ હતી જ્યારે તેમની પાસે કામ ન હતું. આ સમય નાનો સુનો ન હતો પણ દોઢ વર્ષનો હતો. તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta ka Ooltah Chashmah)શોમાં આવતા પહેલાં તેમણે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. પણ પછી એક સમય એવો આવ્યો કે, દોઢ વર્ષ સુધી તેમની પાસે કામન હતું.
એક ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ તેમનાં જીવનનાં સ્ટ્રગલ અંગે જણાવ્યું હતું કે, 'જ્યારે તેમને અસિત મોદીએ કહ્યું કે, તે એક શો બનાવી રહ્યાં છે આ સાંભળીને હું ઘણો ઉત્સાહિત થઇ ગયો હતો. મને પહેલાં અસિતે જેઠાલાલ કે તેનાં પિતા ચંપકલાલનાં કિરદાર માટે પસંદ કર્યો હતો. પણ મે બંને રોલ માટે ના પાડી દીધી હતી. કારણ કે અસલમાં કેરિકેચરવાળો જેઠાલાલ દુબળો પાતળો અને ચારલી જેવી મુંછો રાખનારો હતો. અને હું તેઓ જરાં પણ ન હતો. પછી મે કહ્યં કે, હું જેઠાલાલનું પાત્ર ભજવવાનો પ્રયાસ કરી શકુ છું.
" isDesktop="true" id="1110002" >
આ ઇન્ટરવ્યૂમાં દિલીપ જોશીએ તેનાં સ્ટ્રગલ ટાઇમ અંગે વાત કરી છે. તેમણે કહ્યુંકે, આ લાઇન એટલી ઇન્સેક્યોર છે, હાં એવું જરાં પણ નથી કે આજે આપ હિટ છો તો કાયમ રહેશો જ. જેઠાલાલનું કિરદાર અદા કરતાં પહેલાં મારી પાસે દોઢ વર્ષ સુધી કોઇ કામ ન હતું. હું જે સીરિયલમાં કામ કરતો હતો તે બંધ થઇ ગઇ હતી. અને પ્લે પણ પૂર્ણ થઇ ગયા હતાં. એવામાં મારી પાસે દોઢ વર્ષ સુધી જરાં પણ કામ ન હતું. તે સમય મારા જીવનનો સંઘર્ષપૂર્ણ સમય હતો. તે સમે મને સાચેમાં નહોતું સમજાતુ કે, આ ઉંમરે હવે નવું શઉં કરી શકું. પણ ભગવાની કૃપાથી મને આ સીરિયલ મળી ગઇ.'
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર