Home /News /gujarat /TMKOC: બબીતાજીએ બોલ્ડ ટી-શર્ટ પહેરી કર્યો ડાન્સ, VIDEO જોઈ લટ્ટુ થયા ફેન્સ
TMKOC: બબીતાજીએ બોલ્ડ ટી-શર્ટ પહેરી કર્યો ડાન્સ, VIDEO જોઈ લટ્ટુ થયા ફેન્સ
બબિતાજીનાં વીડિયો પર લટ્ટુ થયા ફેન્સ
Taarak Mehta Ka Ooltah Chashmah: મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને એક ટી-શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. એકદમ બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ લખ્યું કે, હું આને લૂપ પર વગાડી રહી છું. આ સાથે તેમણે અનેક લોકોને ટેગ પણ કર્યા છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બબીતાજીનો રોલ અદા કરનારી એક્ટ્રેસ મુનમુન દત્તાએ તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર (Munmun Dutta Instagram) શાનદાર ડાન્સ કરતો વીડિયો (Dance Video) શેર કર્યો છે. ઈન્સ્ટાગ્રામ પર ડેમી લોવાટોના કૂલ ફોર ધ સમર નામના સોન્ગ પર બોલ્ડ ડાન્સ કરતી નજર આવી રહી છે.. આ વીડિયો શેર કરતાની સાથે જ વાયરલ થઈ ગયો છે. થોડા કલાકોમાં જ લાખો લાઈક્સ પણ મળી ગઈ છે. આ બોલ્ડ ડાન્સ પર લોકો અવનવા રિકેક્શન આપી રહ્યા છે. અને વીડિયોને શેર પણ કરી રહ્યા છે.
મુનમુન દત્તા ઈન્સ્ટાગ્રામ પરના વીડિયોમાં બોલ્ડ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને એક ટી-શર્ટ પહેરી છે અને વાળ ખુલ્લા રાખ્યા છે. એકદમ બોલ્ડ અંદાજમાં ડાન્સ કરતી દેખાઈ રહી છે. વીડિયો શેર કરીને મુનમુન દત્તાએ લખ્યું કે, હું આને લૂપ પર વગાડી રહી છું. આ સાથે તેમણે અનેક લોકોને ટેગ પણ કર્યા છે. મુનમુન દત્તાનો આ વીડિયો પર મુનમુન દત્તાનાં ચાહકોએ ઘણી બધી કમેન્ટ્સ પણ કરી છે. કોઇએ મુનમુનને અમેઝિંગ કહી છે તો કોઇએ, વીડિયો જોઇને.. નાઈસની કમેન્ટ કરી છે.. તો ઘણાંએ વીડિયો જોઇને હોટ લખ્યું છે. તો કોઇએ બ્યૂટિફૂલ અને ગોર્ઝિયસ જેવી કોમેન્ટ કરી છે.. જ્યારે એક ફેન્સે લખ્યું કે, સો પ્રિટી!
મુનમુન દત્તા વીડિયોમાં ટીશર્ટ પહેરીને હોટ ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેને શાનદાર મેકઅપ પણ કરેલો છે. તેનો આ લૂક ફેન્સને ખુબ જ પસંદ આવી રહ્યો છે.
મુનમુન દત્તા રાજ અનડકટને ડેટ કરતી હોવાનાં સમાચારે ભારે ઓહાપો મચ્યો હતો. આ અંગે મુનમુન દત્તાએ સફાઈ પણ આપી હતી. કે તેમનાં વચ્ચે એવું કંઇ જ નથી. મુનમુન દત્તા ઘણા શોમાં દેખાઈ ચૂકી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર