Home /News /gujarat /સુરત પાલિકા દ્વારા સ્વાઇન ફલુ અને ડેન્ગ્યુ અંગે જન જાગૃતિ કાર્યક્રમ

સુરત પાલિકા દ્વારા સ્વાઇન ફલુ અને ડેન્ગ્યુ અંગે જન જાગૃતિ કાર્યક્રમ

સુરતઃ શહેરમાં સ્વાઇન ફલુ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં પાલિકાએ બે દિવસમાં સમગ્ર શહેરના બાર લાખ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. સ્વાઇન ફલૂની સ્થિતિને ધ્યાનમાં લઇ પાલિકાએ રેલ્વે સ્ટેશન, શાળા, કોલેજ તથા મોલ જેવા સ્થળો પર જઇ સ્વાઇન ફલુ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કર્યા હતા.

સુરતઃ શહેરમાં સ્વાઇન ફલુ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં પાલિકાએ બે દિવસમાં સમગ્ર શહેરના બાર લાખ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. સ્વાઇન ફલૂની સ્થિતિને ધ્યાનમાં લઇ પાલિકાએ રેલ્વે સ્ટેશન, શાળા, કોલેજ તથા મોલ જેવા સ્થળો પર જઇ સ્વાઇન ફલુ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કર્યા હતા.

વધુ જુઓ ...
સુરતઃ શહેરમાં સ્વાઇન ફલુ અને ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં પાલિકાએ બે દિવસમાં સમગ્ર શહેરના બાર લાખ ઘરોમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરી છે. સ્વાઇન ફલૂની સ્થિતિને ધ્યાનમાં લઇ પાલિકાએ રેલ્વે સ્ટેશન, શાળા, કોલેજ તથા મોલ જેવા સ્થળો પર જઇ સ્વાઇન ફલુ અંગે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કર્યા હતા. સાથોસાથ આવા સ્થળો પર સ્વાઇન ફલુ ફેલાય નહીં તે માટે માસ્ક વિતરણ પણ કરવામાં આવ્યું હતુ.

1.jpg

શહેરમાં અસહ્ય ગરમી વચ્ચે સ્વાઇન ફલૂના કેસો વધી રહ્યાં છે. બીજી તરફ ડેન્ગ્યુના કેસો માટે સપ્ટેમ્બર મહિનો સૌથી સંવેદનશીલ ગણાય છે. સપ્ટેમ્બર મહિનામાં સ્વાઇન ફલૂ અને ડેન્ગયૂના કેસો અટકાવવા માટે પાલિકાએ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ સમગ્ર શહેરમાં સર્વેલન્સની કામગીરી હાથ ધરવાનો નિર્ણય લીધો હતો. આ કામગીરીમાં 2583 ટીમ દ્વારા અંદાજે 12 લાખ ઘરોમાં સર્વે કરી 45 લાખથી વધુ વસતીને આવરી લેવામાં આવશે. આ કામગીરીમાં પાંચ હજારથી વધારે કર્મચારી, 419 સુપરવાઇઝર, 37 મેડિકલ ઓફિસર કામગીરીમાં જોડાયા છે.

આ સર્વેલન્સ કામગીરીમા શરદી, ખાંસી તથા તાવના લક્ષ્ણો ધરાવતા દર્દીઓને શોધી તેમની સારવાર ચાલુ નહીં હોય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં રિફર કરવામાં આવ્યાં હતા. અટકાયતીના પગલા માટે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ પર આવતા મુસાફરોને તાવ, શરદી, તથા ખાંસીના લક્ષ્ણો ધરાવતા દર્દીઓને સ્વાઇન ફલૂના રોગ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા તથા તેઓને સ્વાઇન ફલૂનાં રોગ સામે તકેદારીના પગલા સમજાવી માસ્કનું વિતરણ કર્યુ હતુ. આ સાથોસાથ જાહેર સ્થળો પર સ્વાઇન ફલૂને કઇ રીતે અટકાવી શકાય તે અંગે પોસ્ટરો પણ લગાવવામાં આવ્યાં હતા. જો મુસાફરોને શરદી, ખાસી તથા તાવ જણાય તો તેઓના નામ, સરનામા તથા મોબાઇલ નંબર લઇ તેઓને તાતકાલિક ધોરણે નજીકના હેલ્થ સેન્ટર પર સારવાર લેવાની સલાહ આપવામાં આવતી હતી.

2.jpg

સ્વાઇન ફલૂ હવામાંથી પ્રસરતો રોગ હોવાથી બંધ સંકુલમાં યોજાતા કાર્યક્રમોના આયોજકોને તકેદારી રાખવાની ચેતવણી આપવામાં આવી રહી છે. તમામ કોમ્પ્યુનિટી હોલ, સિનેમાગૃહ, વિડિયો થિયેટર, મોલ, ઓડિટોરીયમ તથા માર્કેટમા સ્વાઇન ફલૂને લઇને લોકોમાં જાગૃતિ આવે તે માટે સમજણ આપવામાં આવી હતી. સાથોસાથ આરોગ્યની ટીમ દ્વારા શહેરની વિવિધ શાળા તથા કોલેજોમાં પણ સ્વાઇન ફલૂ અંગે જનજાગૃતિ ફેલાવી સ્વાઇન ફલૂ શું છે અને તે રોગ કઇ રીતે થાય છે તે અંગે માહિતગાર કર્યા હતા. આ ઉપરાંત સ્કુલના બાળકોમાં માસ્ક વિતરણ કર્યા હતા. તથા તેઓને જો શરદી, ખાંસી  હોય તો સ્કુલે ન આવવા સલાહ આપી હતી.

3.jpg

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ આ કાર્યવાહીને લઇ શહેરમાં કેટલા તાવ, ખાંસી તથા શરદી વાળા કેટલા દર્દીઓ છે તેનો ચોકકસ આંકડો મળી રહેશે. તેમજ આ દર્દીઓને તાત્કાલિક ધોરણે પ્રાથમિક સારવાર આપી સ્વાઇન ફલૂને કઇ રીતે અટકાવી શકાય તે અંગેના પ્રયાસો હાથ ધરાશે.
First published:

Tags: અભિયાન, કામગીરી, જાગૃતિ, તંત્ર, પાલિકા, માર્ગદર્શન, રેલ્વે સ્ટેશન, શહેર, સારવાર, સુરત, સ્કુલ, સ્વાઇન ફ્લુ, હોસ્પિટલ

विज्ञापन
विज्ञापन