Home /News /gujarat /

શું તમને પણ છે જમ્યા પછી ગળ્યુ ખાવાની ટેવ છે, જાણો કેટલુ યોગ્ય છે આવું કરવું

શું તમને પણ છે જમ્યા પછી ગળ્યુ ખાવાની ટેવ છે, જાણો કેટલુ યોગ્ય છે આવું કરવું

શું તમને પણ છે જમ્યા પછી ગળ્યુ ખાવાની ટેવ છે?

Sweets Before Meal: ખાંડનું (Sugar Intake) વધુ પડતું સેવન કરવાથી સ્થૂળતા, બ્લડ પ્રેશર અને ઈરીટેશન સહિત કોરોનરી હૃદય રોગના જોખમી પરિબળોમાં વધારો થશે. વધારે પડતો ખાંડયુક્ત આહાર કોરોનરી હાર્ટ ડિસઓર્ડરથી (Heart Disorder) મૃત્યુની ઉચ્ચ સંભાવના સાથે જોડાયેલ છે.

વધુ જુઓ ...
  મીઠાઈ વગર કોઈ ભોજન પૂર્ણ થતું નથી. દરેક સારા અને પૌષ્ટિક ભોજન પછી જાણે મીઠાઈ (sweet) ખાવી તો ફરજીયાત જ હોય છે. સામાન્ય રીતે ગળ્યુ ખવાની ઈચ્છા મોડી રાત્રે થતી હોય છે અને આપણે ઘણીવાર ઈચ્છા થવા પર કંઈક ગળ્યુ ખાઈ પણ લઈએ છીએ. જણાવી દઈએ કે ખાંડ ખાવાથી તમારા મગજમાં ડોપામાઇન (dopamine) તરીકે ઓળખાતા એક રસાયણનો મોટો ઉછાળો આવે છે. અહીં સમજવાની બાબત છે કે રાત્રે સફરજન કે ગાજરના બદલે તમને ચોકલેટ કે સ્વીટ બાર ખાવાની ઈચ્છા શા કારણે થાય છે. અભ્યાસ પ્રમાણે જમ્યા પછી સ્વીટ ક્રેવિંગ્સ (Sweet cravings) સ્વીકારવી સ્વાસ્થ્યપ્રદ નથી. તે તમારા સ્વાસ્થ્યને અસર કરે છે અને કેટલીક ગંભીર, કંટાળાજનક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

  ખાંડનું  (Sugar Intake) વધુ પડતું સેવન કરવાથી સ્થૂળતા, બ્લડ પ્રેશર અને ઈરીટેશન સહિત કોરોનરી હૃદય રોગના જોખમી પરિબળોમાં વધારો થશે. વધારે પડતો ખાંડયુક્ત આહાર કોરોનરી હાર્ટ ડિસઓર્ડરથી (Heart Disorder)  મૃત્યુની ઉચ્ચ સંભાવના સાથે જોડાયેલ છે.

  આયુર્વેદ (Ayurveda) મુખ્ય આરોગ્ય સમસ્યાઓના નિરાકરણ માટે માર્ગદર્શિકા તરીકે સેવા આપી રહ્યું છે અને તેમાં ઘણી બધી ઉપચાર કરવાની રીતો છે જે તેને દવાના સૌથી વિશ્વસનીય સ્વરૂપોમાંનું એક બનાવે છે. તાજેતરના અભ્યાસો અને આયુર્વેદ સૂચવે છે કે જમ્યા પછી મીઠાઈ ખાવાને બદલે જમ્યા પહેલા ખાવાનું વધુ સારું છે. તમારે જમ્યા પછી મીઠાઈઓ ખાવાનું ટાળવું જોઈએ તેના કેટલાક કારણો છે.

  આ પણ વાંચો-પેટ પર જામેલી ચરબીનાં થર ઘટાડવા અપનાવી જુઓ આ 5 આસાન ટિપ્સ

  મોડી રાત્રે જ્યારે તમે ભારે ભોજન કર્યા પછી મીઠાઈઓ ખાઓ છો, ત્યારે ખોરાકના પાચનમાં વધુ સમય લાગે છે. તેથી પ્રયાસ કરવો જોઈએ અને જમ્યા પછી મીઠાઈ ખાવાનું ટાળવું જોઈએ. તમે ખાવાનું શરૂ કરો તે પહેલાં મીઠાઈનું સેવન કરવાથી પાચન તંત્ર મજબૂત કરે છે, જે તમારી પાચન પ્રક્રિયાની ગતિને સુધારવામાં મદદ કરે છે. બીજી તરફ, મીઠાઈઓને છેલ્લા સ્ટોલ સુધી ધકેલી દેવાથી પાચન પ્રક્રિયા લાંબા સમય સુધી અટકી જાય છે. જ્યારે તમે ભોજન પહેલાં મીઠાઈનો ઉપયોગ કરો છો અથવા સેવન કરો છો, ત્યારે તે તમારી ટેસ્ટ બડ્સ સક્રિય કરે છે અને તમને તમે ભોજનનો વધુ સારી રીતે સ્વાદ માણી શકશો. ભોજનના અંતે મીઠાઈઓ ખાવાથી પાચન પ્રક્રિયામંદ થઈ જાય છે અને પ્રક્રિયા ધીમી થઈ શકે છે અને એસિડિક રિફ્લક્સને કારણે ખોરાક પેટમાં સડી શકે છે. ભોજનના અંતે ખાંડયુક્ત પદાર્થોનું સેવન કરવાથી પણ ગેસ અને પેટ ફૂલવા જેવી સમસ્યા થાય છે.

  આ પણ વાંચો-ઉનાળામાં મીઠા મધનાં આ ઉપાયો તમારી સુંદરતા અને સ્વાસ્થ્ય વધારશે

  સામાન્ય રીતે ખાંડ એક ઝેર સમાન છે અને તે સારા કરતાં વધુ ખરાબ કરે છે, તે ફિટનેસ સાથે કડવો સંબંધ ધરાવે છે. કાર્બોહાઇડ્રેટ્સ સમાવિષ્ટ તમામ ખોરાકમાં ખાંડ હાજર હોય છે. નિષ્ણાતો આ પ્રકારના એડેડ સુગરને બદલે તમને ખોરાકમાં કુદરતી ખાંડ ખાવાની હિમાયત કરે છે. છોડના ખોરાકમાં ફાઇબર, મહત્વપૂર્ણ ખનિજો અને એન્ટીઑકિસડન્ટોની વધુ માત્રા હોય છે અને ડેરી પ્રોડક્ટ્સમાં પ્રોટીન અને કેલ્શિયમનો સમાવેશ થાય છે.

  આ પણ વાંચો-પેટ પર જામેલી ચરબીનાં થર ઘટાડવા અપનાવી જુઓ આ 5 આસાન ટિપ્સ

  તમારું શરીર ખાંડને ધીમે ધીમે પચાવે છે જો કે તેમાં રહેલી તત્વો તમારા શરીરને શક્તિ પ્રદાન કરે છે તે બાબત પણ ધ્યાનમાં રાખલી જોઈએ.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Lifestyle, Sweet, Sweets Before meal, આરોગ્ય

  આગામી સમાચાર