Home /News /gujarat /આ છે રાજૂ ભૈયા... સવારે સ્વીપર, બપોરે શિક્ષક

આ છે રાજૂ ભૈયા... સવારે સ્વીપર, બપોરે શિક્ષક

મે જ્યારે ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે પ્રથમ દિવસે તો મને ઊંઘ પણ ના આવી...

મે જ્યારે ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે પ્રથમ દિવસે તો મને ઊંઘ પણ ના આવી...

આ છે દિવાનમુડાની મીડિયમ સ્કૂલ. 11 વર્ષ પહેલા શરૂ કરવામાં આવેલ આ સ્કૂલની ભીંત પર પ્લાસ્ટર અનેક જગ્યાએથી ઉખડવા લાગ્યું છે. અહીં આવી દિવાલ પર એજ્યુકેશનનું પોસ્ટર લાગેલું છે, પંચાંગ લટકેલા છે. ગામની તમામ સ્કુલ કરતા આ અલગ જ છે. જ્યાં કેટલાએ બાળકો પર એક-બે શિક્ષક હોય છે. શિક્ષકોની અછતના કારણે અહીં સ્વીપર બાળકોને ભણાવે છે. સૌથી પહેલા સ્કૂલ પહોંચી સફાઈ કરે છે અને પછી બાળકો આવતા તેમને ભણાવવામાં લાગી જાય છે.



તો જોઈએ hindi.news18.com દ્વારા સફાઈ કર્મી રાજૂરામ યાદવ સાથેની વાતચીત

હું 12મી કક્ષા સુધી ભણેલો છું. સ્કુલમાં સફાઈ કામ કરતા મને ત્રણ વર્ષ થયા. પહેલા અહીં બે શિક્ષક હતા, એકની બદલી થઈ ગઈ. અહીં 6થી 8 સુધીના બાળકો છે. એક શિક્ષક કેવી રીતે આટલા બાળકો સંભાળે. દરેકને એક ક્લાસમાં બેસાડી ના શકાય. અલગ બેસીને બાળકો હો-હલ્લા કરે. જેના કારણે બીજા બાળકો પણ ભણી ન શકે. હું આ બધુ જોતો હતો, રોજ આવતો સફાઈ કરતો, અને બાળકોને ચૂપ કરવતો રહેતો હતો.

ગામના લોકો બાળકો અને ખાસ કરીને બાળકીઓને ભાગ્યે જ સ્કૂલમાં મોકલે છે. ખેતીની સિઝનમાં બાળકો સ્કૂલ આવતા ન હતા. મિડ ડે મિલ અને થોડી જાગરૂપતાના કારણે બાળકો હવે સ્કૂલ આવે છે, ત્યાર બાદ નાપાસ થતાં એ પણ બંધ થઈ જાય છે. નાપાસ થતા સ્કૂલ છોડાવી દેવી સામાન્ય વાત છે. આ બધુ જોઈ વિચારી વિચારી હું દુખી થતો હતો. પછી વિચાર્યું હું ખુદ પણ ભણાવી જોવું.



એટલું તો ભણેલો છું કે, પુસ્તક વાંચી-વાંચી સમજી શકુ અને બાળકોને ભણાવી શકુ. એક બાળક પાસેથી મે પુસ્તક માંગ્યું, વાંચીને જોયું. ત્રણ વિષય સરળ લાગ્યા. મને લાગ્યું કે, આ વિષય હું ભણાવી શકીશ. મે શાળાના શિક્ષક સાથે વાત કરી. તે પહેલા તો મુંજાયા, સ્વીપર કેવી રીતે ભણાવી શકશે. નિયમોની પણ વાત કરી. પરંતુ ત્યારબાદ તેમને પણ લાગ્યું કે, બાળકો ભણવાનું છોડી દે તેના કરતા તો, એક કોશિસ કરવી જોઈએ.



મે જ્યારે ભણાવવાનું શરૂ કર્યું, ત્યારે પ્રથમ દિવસે તો મને ઊંઘ પણ ના આવી. વારંવાર પુસ્તક ખોલી ખોલીને જોતો રહેતો હતો. સવારે વહેલો સ્કૂલ ગયો અને સફાઈ બાદ બાળકોની રાહ જોતો રહ્યો. મને ગભરાહટ થઈ રહી હતી, જાણે મારો સ્કૂલનો પહેલો દિવસ હોય. આ વખતે મારી ભૂમિકા સ્કૂલના બાળકોને ચૂપ કરાવવાની ન હતી, રાજૂ સરની હતી. ભણાવવાનું શરૂ કર્યું તો, ક્લાસ પુરો થાય ત્યારે જ રોક્યું. બાળકોને મારો ડબલ રોલ પસંદ આવ્યો. હવેથી હું 6 અને 8માં ધોરણના બાળકોને સંસ્કૃત, હિંદી અને સામાજિક વિજ્ઞાન ભણાવું છું.
First published:

Tags: Due, Students, Sweeper

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन