Home /News /gujarat /

સ્વચ્છ ભારતના સંદેશા સાથે યુપીના યુવકનું ભારતભ્રમણ

સ્વચ્છ ભારતના સંદેશા સાથે યુપીના યુવકનું ભારતભ્રમણ

ભરૂચઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાવવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઇ ઉત્તરપ્રદેશનો યુવાન દેશના ૨૯ રાજ્યોમાં સાયકલ યાત્રા કરી રહ્યો છે. તેની સાથે એક અમેરિકન યુવતી પણ જોડાઈ છે અને બંનેએ દેશના નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનું અભિયાન છેડ્યું છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
ભરૂચઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાવવામાં આવેલ સ્વચ્છ ભારત અભિયાનથી પ્રેરાઇ ઉત્તરપ્રદેશનો યુવાન દેશના ૨૯ રાજ્યોમાં સાયકલ યાત્રા કરી રહ્યો છે. તેની સાથે એક અમેરિકન યુવતી પણ જોડાઈ છે અને બંનેએ દેશના નાગરિકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવાનું અભિયાન છેડ્યું છે.
મોદીના સ્વચ્છ ભારત અભિયાનનો વ્યાપ વધારવા અને દેશના લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉત્તરપ્રદેશના ફરુકાબાદ ખાતે રહેતા અભિષેક શર્મા નામના યુવાને દેશના ૨૯ રાજ્યોમાં સાયકલ યાત્રા શરુ કરી છે. તેની સાથે તેની મિત્ર અને અમેરિકન યુવતી ડેનિયલ પણ જોડાઈ છે. બંને સાઇકલ પર વિવિધ રાજ્યોમાં ફરી સ્વરછતા અંગેની જાગૃતતા ફેલાવી રહ્યા છે. અભિષેક અને ડેનિયલ ભરૂચમાં આવી પહોચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અભિષેક એન્વાયર્મેન્ટ સાયન્સ વિષયમાં પી.એચ.ડી કરી રહ્યો છે અને દેશ માટે તેને એકવર્ષમાં ૨૯ રાજ્યોનો સાઇકલ પર પ્રવાસ ખેડવાનું નક્કી કર્યું છે.
આ તરફ ભારતના લોકો સ્વરછતા અંગે જાગૃત થાય એ માટે અમેરિકન યુવતી ડેનિયલ પણ સાયકલીંગ કરી વિવિધ રાજ્યોમાં ફરી રહી છે. ડેનીયલને ભારતની સંસ્કૃતિ ખુબ જ પ્રભાવિત કરે છે અને દેશના પી.એમ.એવા નરેન્દ્ર મોદીના રાજ્ય ગુજરાતમાંથી તેને ઘણું શીખવા મળ્યું છે.
આ બંને યુવાનોએ નવેમ્બર ૨૦૧૪માં આ અભિયાન શરુ કર્યું હતું અને તેઓએ પાચ માસમાં ૧૧ રાજ્યોનો પ્રવાસ ખેડ્યો છે.ભરૂચથી તેઓ સુરત થઇ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે અને પી.એમ.મોદીના સ્વરછ ભરતા અભિયાનને વધુ સફળ બનાવવા પ્રયત્નો કરશે.
First published:

Tags: ગુજરાત, ટેકનોલોજી, દેશ વિદેશ, મોદી ચીન પ્રવાસ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन