'કેદારનાથ'નાં કોરિયોગ્રાફરને સુશાંતે જણાવી હતી તેનાં સ્ટ્રગલની કહાની

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ફિલ્મ 'કેદારનાથ'નાં કોરિયોગ્રાફર પવન શેટ્ટી (Pavan Shetty)નું કહેવું છે કે, સુશાંતે તેને અહીં સુધી પહોચ્યાની કહાની જણાવી હતી.

સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની ફિલ્મ 'કેદારનાથ'નાં કોરિયોગ્રાફર પવન શેટ્ટી (Pavan Shetty)નું કહેવું છે કે, સુશાંતે તેને અહીં સુધી પહોચ્યાની કહાની જણાવી હતી.

  • Share this:
    એન્ટરટેઇન્મેન્ટ ડેસ્ક: સુશાંત સિંઘ રાજપૂતે તેનાં કરિઅરની શરૂઆત ટીવી સીરિયલથી કરી હતી. આ પહેલાં તે બેકગ્રાઉન્ડ ડાન્સર હતો. તે તે સ્ટાર્સમાંથી એક છે જેણે પોતાની ફિટનેસ માટે કલાકો પરસેવો પાડ્યો છે. ફિલ્મ 'કેદારનાથ' (Kedarnath)નાં કોરિયોગ્રાફર પવન શેટ્ટી (Pavan Shetty)એ તેની સાથે 'સ્વીટહાર્ટ' ગીત કર્યુ હતું. તેણે સુશાંત વિશે એક સારી વાત કરી હતી.

    સુશાંતની સાથે કામ કરી ચુકેલાં કોરિયોગ્રાફર પવન શેટ્ટીએ જણાવ્યું છે કે, પહેલી વખત જ્યારે મે સુશાંતને જણાવ્યું કે, હું કોરિયોગ્રાફરછુ તો તેણે ખુબજ સારી વાતો કરી હતી ધીરે ધીરે અમે મિત્રો બની ગયા હતાં. તે નખરાં નતો બતાવતો. તે તમામ સાથે વિનમ્રતાથી વાત કરતો હતો. શૂટિંગ દરમિયાન તે ઘણી વખત પુછતો કે શોટમાં કોઇ ભૂલ તો નહોતી થઇ. મે જ્યારે સુશાંતને કોઇ બદલાવ જણાવું તો તે સ્વીકારી લેતો તે રી-ટેકથી પરેશાન નહોતો થતો.

    સુશાંતે પવનને તેની સ્ટ્રગલ અંગે વાત કરી હતી. પવને તેને ટીવીથી ફિલ્મોમાં જવા અંગે કેવી સ્ટ્રગલ રહી તે અંગે પુછ્યું હતું. આ વિશે વાત કરતાં સુશાંતે કહ્યું હતું કે, 'મે ઘણી સંઘર્ષ કરી હતી. પણ આજે મે જે સ્થાન મેળવ્યું છે તેનાંથી ખુશ છે.' તે તેની ઉપલબ્ધિયોથી ખુશ છે.








    View this post on Instagram





    This is not going out of my MIND 😔 STILL CANT BELIEVE NO WORDS 😶 TO EXPRESS @sushantsinghrajput bhai ✊🙏 #restinpeace #sushantsinghrajput


    A post shared by Pavan Shetty (@choreographer_pavanshetty) on






    પવન શેટ્ટીએ વ્યક્તિગત રૂપથી સુશાંતને આ સ્ટેપ્સ શીખવ્યા હતાં. જેમાં તેને સારાની સાથે રોમેન્સ કરવાનો હતો. તેણે સ્વીટહાર્ટ ગીત માટે 4 દિવસ રિહર્સલ કરવાની હતી. પવને કહ્યું કે, સુશાંત એક સારો ડાન્સર હતો. સ્વીટહાર્ટ ગીતનાં સ્ટેપ્સ અઘરાં ન હતાં તેતી સુશાંતે એક દિવસમાં જ આખું ગીત શીખી લીદુ હતું. તે સ્ટેપ્સ સમજવામાં ખુબજ હોશીયાર હતો. તે ડાન્સ મામલે ઘણો જ પરફેક્શનિસ્ટ પણ હતો.
    Published by:Margi Pandya
    First published: