Sushant Case: ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ દિલ્હી હાઇકોર્ટ પહોંચી રકૂલ પ્રીત સિંહ

Sushant Case: ડ્રગ્સ કેસમાં નામ સામે આવ્યા બાદ દિલ્હી હાઇકોર્ટ પહોંચી રકૂલ પ્રીત સિંહ
રકુલ પ્રીત સિંઘ, એક્ટ્રેસ

  • Share this:
    નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant Singh Rajput) મોત મામલે ડ્રગ એંગલ સામે આવ્યાં બાદ નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)ની અટકાયતમાં આવેલી રિયા ચક્રવર્તીએ (Rhea Chakraborty) આ આખા કેસમાં ઘણાં બોલિવૂડ સ્ટાર્સનાં નામનો ખુલાસો કર્યો છે. ડ્રગ્સ મામલે રકૂલ પ્રીત સિંહ (Rakul Preet Singh)નું નામ સામે આવ્યાં બાદ હવે દિલ્હી હાઇકોર્ટ (Delhi High Court) પહોંચી ગઇ છે.

    રકુલ પ્રીત સિંહે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરતાં તેનાં વિરુદ્ધ થઇ રહેલી મીડિયા કવરેજ પર રોક લગાવવાની માંગણી કરી છે. તેણે કહ્યું કે, મીડિયામાં આવતી ખબર દ્વારા તેની ઇમેજ ખરાબ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે.



    રકુલપ્રીતે તેની અરજીમાં કહ્યું કે, રિયા ચક્રવર્તી મામલે તેનું નામ સામે આવ્યાં બાદ મીડિયા ટ્રાયલ શરૂ થઇ ગઇ છે. રકુલપ્રીતે કોર્ટમાં જણાવ્યું છે કે, તે સૂચના અને પ્રસારણ મંત્રાલયને નિર્દેશ આપે કે તેઓ તેનાં વિરુદ્ધ મીડિયા કવરેજ બંધ કરી દે. પોતાની અરજીમાં રકૂલ પ્રીતે કહ્યું કે, તેણે શૂટિંગ દરમિયાન જણાવ્યું કે, રિયા ચક્રવર્તીએ ડ્રગ્સ મામલે તેનું અને સારા અલી ખાનનું નામ લીધુ છે. જે બાદથી મીડિયામાં તેમનાં વિરુદ્ધ ખોટી ખબરો આવવા લાગી છે.

    આ પણ વાંચો- SSR Case: દિશાનાં મોત વિશે સાંભળીને બેભાન થયો હતો સુશાંત, ભાનમાં આવીને બોલ્યો- તેઓ મને પણ મારી નાખશે- રિપોર્ટ

    રકૂલપ્રીતનાં વકિલે હાઇકોર્ટમાં કહ્યું કે, મીડિયા રકુલપ્રીતને પરેશાન કરી રહી છે. કોર્ટે રકુલપ્રીતને સવાલ કર્યો કે, તે સૂચના અને પ્રસારણ મંત્રાલયનાં ઓફિશિયલ ફરિયાદ કેમ નથી કરી?

    રિયાએ નિવેદનમાં લીધા 25 બોલિવૂડ A-Lister સેલિબ્રિટીઝનાં નામ

    મીડિયા રિપોર્ટ્સ મુજબ રિયાએ NCB સમક્ષ રકુલપ્રીત સિંહ, સારા અલી ખાન સહિત 25 બોલિવૂડ સેલિબ્રિટીઝનાં નામ લીધા છે. જેમાં બોલિવૂડનાં એક્ટર્સ, ડિરેક્ટર, કાસ્ટિંગ ડિરેક્ટર, પ્રોડક્શન હાઉસનું નામ શામેલે છે. રિપોર્ટ અનુસાર આરોપીઓનાં નિવેદનનાં આધારે NCB બોલિવૂડનાં 25 નામચીન સેલિબ્રિટીઝને સમન્સ બજાવવામાં આવ્યા નથી. પણ તેમનાં પર ગમે ત્યારે NCB તવાઇ બોલાવી શકે છે.

    આ પણ વાંચો- પતિ સેમ બોમ્બે સાથે હનીમૂન પર ઉપડી પૂનમ પાંડે, જુઓ PHOTOS

    દિશાનાં મોત બાદ ડરેલો હતો સુશાંત, સુશાંતને ડર હતો રિયા તેને ફસાવી શકે છે

    સિદ્ધાર્થ પિઠાનીએ જણાવ્યું કે, સુશાંત તેન તેની સુરક્ષા વધારવા અંગે પણ વાત કરી હતી. સિદ્ધાર્થનાં આ નિવેદનથી CBIને લાગી રહ્યું છે કે, સુશાંતને દિશા સાથે જોડાયેલા કંઇ રહસ્યની જાણ હતી તેથી જ તે એટલો ડરેલો હતો. સિદ્ધાર્થ પિઠાનીએ CBIને જણાવ્યું કે, દિશાનાં મોત બાદ સુશાંત તેનું લેપટોપ, કેમેરા અને હાર્ડ ડ્રાઇવ શોધી રહ્યો હતો .જે બાદ સુશાંતે ઘણી વખત રિયાને ફોન પણ લગાવ્યો હતો પણ રિયાએ તેનો ફોન ઉઠાવ્યો ન હતો. જે બાદ સુશાંત વધુ પરેશાન થઇ ગયો હતો. કારણ કે રિયા સુશાંતનાં દરેક પાસવર્ડ જાણતી હતી. 8 જૂનનાં જ રિયા સુશાંતનું ઘર છોડીને જતી રહી હતી. સુશાંતને તે વાતનો ડર હતો કે રિયા તેનાં તમામ પાસવર્ડ જાણે છે. તેથી તે અન્ય લોકોની સાથે તેને પણ ફસાવી શકે છે.
    Published by:Margi Pandya
    First published:September 17, 2020, 14:18 pm

    ટૉપ ન્યૂઝ