આપઘાત પહેલા માનેલા ભાઇને કર્યો હતો કૉલ, તેણે કહ્યું, સુશાંતે ડિપ્રેશનની દવા બંધ કરી હતી

News18 Gujarati
Updated: June 15, 2020, 2:40 PM IST
આપઘાત પહેલા માનેલા ભાઇને કર્યો હતો કૉલ, તેણે કહ્યું, સુશાંતે ડિપ્રેશનની દવા બંધ કરી હતી
મહેશ કોઇ કારણોસર તેમનો ફોન ઉઠાવી શક્યા ન હતાં જેથી તેમની વચ્ચે વાતચીત થઇ ન હતી.

મહેશ કોઇ કારણોસર તેમનો ફોન ઉઠાવી શક્યા ન હતાં જેથી તેમની વચ્ચે વાતચીત થઇ ન હતી.

  • Share this:
મુંબઇ : બોલિવૂડનાં એક્ટર સુશાંતે (Sushant Singh Rajput) બહું જલ્દી દુનિયાને અલવિદા કરી દીધું. સુશાંતે છેલ્લો કૉલ પોતાના મિત્ર અને બનાવેલા ભાઇ મહેશ શેટ્ટીને (Mahesh Shetty) કર્યો હતો. મહેશ શેટ્ટીએ જણાવ્યું કે, સુશાંતે છેલ્લા ઘણાં દિવસોથી ડિપ્રેશન (depression) ઓછું કરવાની દવા લેવાની બંધ કરી દીધી હતી. મીડિયામાં છપાયેલા અહેવાલો પ્રમાણે મહેશ શેટ્ટી સાથે જ તેણે છેલ્લીવાર વાત કરી હતી. પરંતુ મહેશ કોઇ કારણોસર તેમનો ફોન ઉઠાવી શક્યા ન હતાં જેથી તેમની વચ્ચે વાતચીત થઇ ન હતી.

મહેશ શેટ્ટી અને સુશાંતે પવિત્ર રિશ્તા સિરીયલમાં સાથે કામ કર્યું હતું. બંન્નેમાં ઊંડી મિત્રતા થઇ હતી. મળતી માહિતી પ્રમાણે સુશાંત મહેશ શેટ્ટીને ભાઇ માનતા હતાં. બંન્નેના સંબંધ એટલા સારા હતા કે તે મહેશને બધું જ શેર કરતા હતાં. સુશાંત સિંહે આપઘાત કર્યા પછી મહેશ શેટ્ટીએ મીડિયામાં ખુલાસો કર્યો હતો કે, સુશાંતે છેલ્લા ઘણાં દિવસથી ડિપ્રેશન ઓછું કરવા માટેની દવા લેવાનું બંધ કરી દીધું હતું. સુશાંતે કહ્યું હતું કે, હવે મને સારૂં લાગે છે. હું સારો થઇ ગયો છું. એટલે આ દવાઓનું હવે કામ નથી. મહેશ જ્યારે છેલ્લીવાર સુશાંતને મળ્યાં ત્યારે તે ઘણી જ નિરાશાવાળી વાતો કરાતા હતાં. જોકે, તેમને કોઇ આર્થિક સમસ્યા નથી.

આ પણ વાંચો- અંતિમ સંસ્કાર પહેલા સુશાંતસિંહ રાજપૂતનો થશે કોરોના ટેસ્ટ, આ છે મોટું કારણ

આ પણ જુઓ- 

રવિવારે સુશાંત સિંહ રાજપૂતે પોતાના બાંદરાના ઘરમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. જોકે. સુસાઇડનું ચોક્કસ કારણ જાણી નથી શકાયું. કોઈ સુસાઇડ-નોટ પણ નથી મળી આવી. એવી ચર્ચા છે કે તે ઘણા સમયથી સ્ટ્રેસમાં હતો. પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. તેની છેલ્લી ફિલ્મ 'છિછોરે' હતી જેણે બૉક્સ-ઑફિસ પર ઠીક-ઠીક ચાલી હતી. જોકે ટેક્નિકલી તેની છેલ્લી ફિલ્મ 'ડ્રાઇવ' હતી જે ડિજિટલ મીડિયમ પર રિલીઝ થઈ હતી અને પિટાઈ ગઈ હતી. તેની ગણના ખૂબ જ ટૅલન્ટેડ ઍક્ટર્સમાં થતી હતી. તેની મુકેશ છાબરા સાથેની આગામી ફિલ્મ રિલીઝ થવા માટે તૈયાર હતી, પરંતુ એ પહેલાં જ તેણે આ પગલું ભરી લીધું હતું.
First published: June 15, 2020, 2:36 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading