સર્વે : ચીનના સામાનનો બહિષ્કાર કરવા 95 ટકા ગુજરાતીએ તૈયાર બતાવી

News18 Gujarati
Updated: June 5, 2020, 10:04 PM IST
સર્વે : ચીનના સામાનનો બહિષ્કાર કરવા 95 ટકા ગુજરાતીએ તૈયાર બતાવી
સર્વે : ચીનના સામાનનો બહિષ્કાર કરવા 95 ટકા ગુજરાતીએ તૈયાર બતાવી

Network 18એ 4 દિવસ પહેલા 13 ભાષાની 16 વેબસાઇટ અને લગભગ 100 સોશિયલ મીડિયા ચેનલો પર એક મહાપોલનું આયોજન કર્યું

  • Share this:
નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે હાલ સંબંધો ખરાબ થયા છે. બંને વચ્ચે યુદ્ધ જેવો માહોલ બન્યો છે. સોશિયલ મીડિયામાં ચીનના સામાનના બહિષ્કારની વાતો ચાલી રહી છે. આવા સમયે Network 18એ 4 દિવસ પહેલા 13 ભાષાની 16 વેબસાઇટ અને લગભગ 100 સોશિયલ મીડિયા ચેનલો પર એક મહાપોલનું આયોજન કર્યું હતું. આ દરમિયાન લગભગ 31 હજાર લોકોએ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. જેમાં 95 ટકા ગુજરાતીએ ચીનના સામનો બહિષ્કાર કરવા તૈયારી બતાવી છે.

પોલમાં ન્યૂઝ 18, મનીકંટ્રોલ, ફર્સ્ટપોસ્ટ અને CNBC-TV18ના ઓનલાઇન પ્લેટફોર્મ સામેલ હતા. સર્વેમાં ગુજરાતના લોકોને પુછવામાં આવ્યું હતું કે ચીનનો સામાન ખરીદવા માંગશો. ચીનના સામાનનો બહિષ્કાર કરવા 95 ટકા ગુજરાતીએ હા પાડી હતી. ફક્ત 5 ટકા લોકોએ સામાનનો બહિષ્કાર કરવાની ના પાડી હતી. ચીન ભારતમાં રોકાણ કરે તો તેનું સ્વાગત કરશો તેવા સવાલ પર 92 ટકા ગુજરાતીએ રોકાણ ના કરે તેવો મત વ્યક્ત કર્યો હતો. 8 ટકા લોકોએ ચીનના રોકાણનું સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો - ચીન પર ભારતનો સૌથી મોટો સર્વે : 84 ટકા લોકોએ માન્યું ચીન ખરાબ દેશ

ભારતે તાઇવાનને અલગ દેશનો દરજ્જો આપવો જોઈએ તેવા સવાલના જવાબ પર ગુજરાતના 62 ટકા લોકોએ હા પાડી હતી. 14 ટકાએ ના પાડી હતી. જ્યારે 24 ટકાએ કશું કહ્યું ન હતું.
First published: June 5, 2020, 10:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading