Home /News /gujarat /Surgical Strike Day 2022: એ રાત કે જ્યારે ભારતે વિશ્વને ચોંકાવી દીધુ હતું, 19 શહિદ જવાનોનો 2 કલાકમાં બદલો

Surgical Strike Day 2022: એ રાત કે જ્યારે ભારતે વિશ્વને ચોંકાવી દીધુ હતું, 19 શહિદ જવાનોનો 2 કલાકમાં બદલો

સર્જિકલ સ્ટ્રાઈકની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી

Surgical Strike Day 2022: શહીદ સૈનિકોના મૃત્યુનો બદલો લેવા માટે, ભારતીય સેનાએ (Indian Army) છ વર્ષ પહેલા એટલે કે 28-29 સપ્ટેમ્બર 2016ની રાત્રે POKમાં પ્રવેશ કરીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. ખાસ વાત એ છે કે, સર્જિકલ સ્ટ્રાઈકની રણનીતિમાં મહત્વની ભૂમિકા ભજવનાર નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણને નવા CDS તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના ઉરીમાં (URI Surgical Strike anniversary) આર્મી કેમ્પ પર થયેલા હુમલામાં 19 જવાનો શહીદ થયા હતા. આ તમામ શહીદ જવાનોના મોતનો બદલો લેવા માટે ભારતીય સેનાએ છ વર્ષ પહેલા એટલે કે 28-29 સપ્ટેમ્બર 2016ની રાત્રે POKમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી. જેમાં, 50 થી વધુ પાકિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય સેનાની (Indian Army) આ સર્જિકલ સ્ટ્રાઈકએ દુનિયાને ચોંકાવી દીધા હતા. આજે દેશ આ સર્જિકલ સ્ટ્રાઈકની છઠ્ઠી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યો છે.

    ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક:

    કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બરે જ દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક કરી છે. 9 મહિના પહેલા CDS બિપિન રાવતના આકસ્મિક અવસાન બાદ આ પદ ખાલી હતું, પરંતુ કેન્દ્ર સરકારે બુધવારે દેશના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની નિમણૂક કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, સર્જિકલ સ્ટ્રાઈકની રણનીતિમાં નવનિયુક્ત CDS નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણની મહત્વની ભૂમિકા હતી.

    50થી વધુ આતંકવાદીઓને ઠાર:

    આજથી છ વર્ષ પહેલા 28-29 સપ્ટેમ્બર 2016ની રાત્રે થયેલી સર્જિકલ સ્ટ્રાઈકની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તત્કાલીન સંરક્ષણ મંત્રી સ્વ મનોહર પર્રિકર, તત્કાલિન આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ, તત્કાલીન ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રણબીર સિંહ અને તત્કાલીન નોર્થન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ દીપેન્દ્ર સિંહ હુડ્ડા અને NSA અજીત ડોભાલે એક સુવ્યવસ્થિત વ્યૂહરચના હેઠળ આને અંજામ આપ્યો હતો. આ સુવ્યવસ્થિત વ્યૂહરચનામાં ભારતીય સેનાએ POKમાં ઘૂસીને 50થી વધુ આતંકવાદીઓને ઠાર માર્યા હતા.

    આ પણ વાંચો: જમ્મુ કાશ્મીર: કુપવાડામાં LOC નજીક સેનાએ બે ખૂંખાર આતંકીને પતાવી દીધા, હથિયારો પણ જપ્ત કર્યાં

    ઉલ્લેખનીય છે કે, 18 સપ્ટેમ્બર 2016ના રોજ આતંકવાદીઓએ ઉરીમાં આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. જેમાં ભારતીય સેનાના 19 જવાનો શહીદ થયા હતા. આ હુમલાને લઈને દેશભરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. દેશની ભાવનાઓને માન આપીને ભારત સરકારે પણ સર્જિકલ સ્ટ્રાઈકની યોજના બનાવી અને સેનાએ POKમાં ઘૂસીને આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન ભલે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં હોબાળો મચાવતું હોય, પરંતુ વિશ્વમાં ભારતીય સેનાની હિંમત, સરકારની કુશળ વ્યૂહરચનાથી સૌને આશ્ચર્ય થયું હતું.



    સર્જિકલ સ્ટ્રાઈકનું ઓપરેશન સંપૂર્ણ રીતે ગોપનીય સ્તરે તૈયાર કરવામાં આવ્યું હતું. માત્ર પસંદગીના 7 લોકોને જ આ ઓપરેશનની જાણ હતી. બીજા કોઈને આ વ્યૂહરચના વિશે પણ જાણ ન હતી. કમાન્ડોને પાક અધિકૃત કાશ્મીરમાં સર્જીકલ ઓપરેશન માટે માત્ર 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેના આકાશમાં લગભગ 35 હજાર ફૂટની ઊંચાઈથી આ ઓપરેશન પર નજર રાખી રહી હતી, જેમાં ડોગરા અને બિહાર રેજિમેન્ટના કુલ 125 કમાન્ડો સામેલ હતા. બંને રેજિમેન્ટમાંથી તૈયાર સ્પેશિયલ જોઈન્ટ પેરા કમાન્ડોએ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. આ તમામ કમાન્ડો પગપાળા POKમાં પ્રવેશ્યા હતા અને ઓપરેશન કરીને સુરક્ષિત પરત ફર્યા હતા.
    Published by:Samrat Bauddh
    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन