Home /News /gujarat /સુરતઃ ચોરને મળ્યું વિચિત્ર મોત! દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર મજૂરો જાગતા ભાગ્યા, એક ધાબા પરથી નીચે પટકાયો
સુરતઃ ચોરને મળ્યું વિચિત્ર મોત! દુકાનમાં ચોરી કરવા ઘૂસેલા બે ચોર મજૂરો જાગતા ભાગ્યા, એક ધાબા પરથી નીચે પટકાયો
પોલીસ કર્મચારીઓની તસવીર
surat crime news: કરીયાણાની દુકાનમાં (Grocery store) રાત્રીના સમયે બે ચોર ચોરી કરવા ઘુસ્યા હતા જ્યાં મજૂરો જાગી જતા બંને ચોર ભાગ્યા હતા જેમાં એક ચોર ભાગવામાં સફળ રહ્યો હતો અને બીજો ચોર ભાગવા જતા નીચે પટકાયો (thief ran away and fell down) હતો.
સુરતઃ સુરતના (surat news) સરથાણા સ્થિત લસકાણા વિસ્તારમાં આવેલ ડાયમંડ નગર ઇન્ડસ્ટ્રીમાં કરીયાણાની દુકાનમાં (Grocery store) રાત્રીના સમયે બે ચોર ચોરી કરવા ઘુસ્યા હતા જ્યાં મજૂરો જાગી જતા બંને ચોર ભાગ્યા હતા જેમાં એક ચોર ભાગવામાં સફળ રહ્યો હતો અને બીજો ચોર ભાગવા જતા નીચે પટકાયો (thief ran away and fell down) હતો. જેને સારવાર હેઠળ ખસેડતા તેનું મોત નીપજ્યું હતું જે મામલે સરથાણા પોલીસે (sarthana police) વધુ તપાસ હાથ ધરી છે..
સુરત શહેરમાં નવા વર્ષે ગુનાઓની વણજાર જોવા મળી હતી એક રાત્રીમાં બે હત્યા તો એક નું પડી જવાથી મોત નીપજ્યું હતું સુરતમાં સરથાણા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ લસકાણા સ્થિત ડાયમંડ નગરમાં મોડી રાત્રીએ બે અજાણ્યા ચોર ઈસમો અનાજ કરીયાણાની દુકાનમાં ચોરી કરવા ઘુસ્યા હતા.
જ્યાં પહેલેથી સુતેલા મજૂરોને શંકા ગઈ હતી જે કોઈ ચોર ચોરી કરવા આવ્યા છે જેને લઈને મજૂરોએ ચોરોને પકડવાની કોશિશ કરી હતી જેમાં એક ચોર ભાગી છૂટ્યો હતો અને બીજો ચોરી કરવા માટે દીવાલમાં બાકોરું પડ્યું હતું જેમાંથી ભાગવા જતા નીચે પટકાયો હતો.
જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો જે ઘટનાની જાણ થતાં સરથાણા પોલીસ ઘટના સ્થસ્લે દોડી આવી હતી અને કરીયાણાની દુકાન માલિકે અજાણ્યા ચોર ઇસનો વિરુદ્ધ ફરિયાદ આપતા સરથાણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ચોર ઈસમો અમદાવાદ થી સુરત ચોરી કરવા માટે આવ્યા હતા અને બાંશ દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપવાના હતા જોકે કેટલાક મજૂરો સુતા હતા.
સુરતના સરથાણામાં ચોરના મોતની અજીબો ગરીબ ઘટના બની.. સરથાણા વિસ્તારમાં લક્ષ્મણ નગર માં ચોરી કરવા આવેલ ચોરનું પડી જતા મોત pic.twitter.com/zfC1Wu9AfC