Home /News /gujarat /સુરત : હચમચાવી નાખતો સામૂહિક આપઘાત! ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે 26 ગોળીઓ ગટગટાવી

સુરત : હચમચાવી નાખતો સામૂહિક આપઘાત! ડૉ.દીકરીએ માતા-બહેનને ઉંઘના ઇન્જેક્શન આપી જાતે 26 ગોળીઓ ગટગટાવી

સુરતમાં પરિવારના સામૂહિક આપઘાતથી અરેરાટી માતા અને દીકરીનું મોત એક દીકરીની હાલત ગંભીર

Katargam mother Daughters Mass Suicide : કતારગામમાં પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, માતા અને શિક્ષક પુત્રીનું મોત, ડૉક્ટર પુત્રીની હાલત ગંભીર

સુરત : સુરતના ચોકબજાર વિસ્તારમાં સામૂહિક (surat Chowk Bazar Mother Daughter Mass Suicide) આપઘાતની ઘટનામાં માતા-પુત્રીના કરુણ મોત થયા છે જ્યારે અન્ય એક ડોક્ટર પુત્રી સારવાર અર્થે હોસ્પિટલમાં બિછાને છે. જીવનથી કંટાળેલી ડોક્ટર પુત્રીએ રાત્રી દરમિયાન માતા અને તેની બહેનને ઊંઘના ઇન્જેક્શનનો (Sleeping Injections) વધુ પડતો ડોઝ આપી પોતે પણ 26 જેટલી ઊંઘની ગોળીઓ ખાઈ સામુહિક આપઘાત (Mass Suicide) કરવાનો પ્રયાસ કર્યો. જેમાં માતા અને બહેનનું મોત નીપજ્યું, (Mother Daughter Died)જ્યારે જાતે હાલ હોસ્પિટલમાં જીવન- મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. રક્ષાબંધનના (Rakshabandhan) દિવસે બનેલી આ સામુહિક આપઘાતની ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ છે.જ્યારે ઘટના અંગે ચોક બજાર પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

બનાવની વિગતો એવી છે કે સુરતના ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ સહજાનંદ સોસાયટી માં પ્રજાપતિ પરિવાર રહે છે.સહજાનંદ સોસાયટીમાં રહેતા મંજુલાબેન અને તેમના પતિ કાંતિભાઈ વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી આવ્યો હતો.જેના કારણે બંને પતિ- પત્ની અલગ રહે છે.જ્યાં પત્ની મંજુલાબેન હાલ સહજાનંદ સોસાયટીમાં બે પુત્રી,એક પુત્ર અને પુત્રવધુ જોડે રહેતા આવ્યા છે.

આપણ વાંચો : ઉપલેટા : ફૂલ લઈને જઈ રહેલા કાકા-ભત્રીજીનો અકસ્માત, ચાર વર્ષની માસુમ બેનીનું રક્ષાબંધને મોત

દરમ્યાન પુત્ર પોતાની પત્ની અને માસુમ સંતાન સાથે છેલ્લા ત્રણ દિવસથી બહારગામ ગયો હતો. જ્યાં ઘરમાં માત્ર મંજુલાબેન, પુત્રી ફાલ્ગુની અને દર્શના હાજર હતી.મજુલાબેનની પુત્રી ફાલ્ગુની વ્યવસાયે શિક્ષિકા હતી,જ્યારે પુત્રી દર્શના વ્યવસાયે ડોકટર છે.ઘરની જવાબદારી દર્શના પુરી કરતી આવી છે

ડૉ.દર્શનાએ ઉંઘની 26 ગોળીઓ ગળી લેતા તે ગંભીર થઈ જ્યારે તેણે આપેલા ઇન્જેક્શનના ડોઝથી માતા-બહેનનું મોત


.જો કે રવિવારના રોજ માતા અને બંને પુત્રી ઘરમાંથી બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા.બહારગામ ગયેલ પુત્ર અને તેની પત્ની રવિવારના રોજ પરત સુરત ફર્યા હતા.જ્યાં ઘરનો દરવાજો અંદરથી બંધ હતો અને શંકા જતા હેમખેમ રીતે દરવાજો ખોલવામાં આવ્યો હતો.જ્યાં ઘરમાં બે બહેનો અને માતા બેભાન અવસ્થામાં મળી આવતા પુત્ર અને તેની પત્ની ચોંકી ઉઠી હતી.

પુત્રએ તાત્કાલિક ત્રણેયને નજીકની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા.જ્યાં ફરજ પરના હાજર તબીબોએ માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનીને મૃત જાહેર કરી હતી.જ્યારે ગંભીર હાલતમાં બહેન દર્શનાને ICU વોર્ડમાં ખસેડવામાં આવી હતી.જ્યાં તેણીની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું.માતા અને એક બહેનના મોતને લઈ પુત્ર સહિત પુત્રવધુના પગ તળેથી જમીન સરકી પડી હતી.

શિક્ષિકા બહેન અને માતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયા તે વેળાની તસવીર


ઘટના અંગેની જાણકારી મળતા ચોક બજાર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ શરૂ કરી હતી.પોલીસે મૃતક માતા અને બહેનની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખસેડી હતી.જો કે ચોક બજાર ખાતે બનેલી સામુહિક આપઘાતની ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.ઘટનાની જાણકારી મળતા સ્થાનિક કોર્પોરેટર પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

ચોક બજાર પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે,ડોકટર દર્શના જીવનથી કંટાળી ગઈ હતી.ઘરની જવાબદારી પણ તેના સિરે હતી.જેથી માતા અને બહેનની જવાબદારી હોવાના કારણે સામૂહિક આપઘાત કરવાનો નિર્ણય કર્યો હતો.

જે માટે શનિવારની રાત્રે દર્શનાએ માતા મંજુલા અને બહેન ફાલ્ગુનીને ઊંઘના ઇન્જેક્શનનો ઓવરડોઝ આપી ત્યારબાદ પોતે પણ ઊંઘની 26 જેટલી ગોળીઓ ખાઈ લીધો હતી.જે બાદ ત્રણેય બેભાન થઈ ગયા હતા.પરંતુ બીજા દિવસે બહારગામ ગયેલ પુત્ર ઘરે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.જ્યાં પુત્ર દ્વારા ત્રણેય સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા માતા મંજુલાબેન અને બહેન ફાલ્ગુનીને તબીબોએ મૃત જાહેર કરી હતી.

પોલીસે પરિવારજનોની પૂછપછ કરી અને ઘરમાં કોઈ પ્રશ્ન હતો કે કેમ તે દિશામાં તપાસ ચલાવી છે.


તબીબોનું પણ કહેવું છે કે વધુ પડતા ઊંઘમાં ઇન્જેક્શનના ડોઝ આપવાના કારણે માતા- પુત્રીના મોત થયા છે.જ્યારે ફાલ્ગુનીએ પણ ઊંઘની વધુ પડતી ગોળીઓ ખાઈ લેતા તેણીને આઇસીયું વોર્ડમાં ખસેડવામાં આવી હતી આ અંગે ડી.કે.ચાવડા એસીપી ચોક બજાર પોલીસે જણાવ્યું કે
" isDesktop="true" id="1126597" >

આ અંગે ચોક બજાર પોલીસ દ્વારા માતા- પુત્રીની લાશને પોસ્ટ- મોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.દર્શના દ્વારા ક્યાં પ્રકારનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું,તે માટે પોલીસ હવે પોસ્ટ-મોર્ટમ રિપોર્ટની પણ વાટ જોઈ રહી છે.જ્યાં ખરેખર દર્શના દ્વારા જીવનથી કંટાળી આ પગલું ભરવામાં આવ્યું છે કે પછી અન્ય કોઈક કારણ છે,તેની તપાસ પણ હાલ પોલીસ ચલાવી રહી છે.

આ પણ વાંચો : ઝઘડિયા : કરૂણ ઘ઼ટના! ઢોર ચરાવવા ગયેલા વૃદ્ધને મગર ખેંચી જતા મોત, રક્ષાબંધનના પર્વે માતમ

પરંતુ રવિવારના રોજ રક્ષાબંધનનો આ દીવસ સુરતના પ્રજાપતિ પરિવાર માટે કાળો દીવસ તરીકે સાબિત થયો.જ્યાં એક પુત્રએ માતાની સાથે એક બહેન ગુમાવવાનો પણ વારો આવ્યો છે.જેને લઈ પરિવારના સભ્યોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
Published by:Jay Mishra
First published:

Tags: Katargam, Mass Suicide, Surat news, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો