સુરત : સુરતના (Surat)પાંડેસરામાં દિવાળીના દિવસે થયેલ અપહરણ દુષ્કર્મ અને હત્યાની (Murder)ઘટનામાં પાંડેસરા પોલીસ (Pandesara Police)અને ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch)આરોપીની ધરપકડ કરી છે. આરોપી ગુડડું મધેશ યાદવ મૂળ બિહારનો વતની છે અને સુરતના પાંડેસરામાં ભગવતી નગરમાં રહી ફેક્ટરીમાં કામ કરતો હતો. આરોપીને ઝડપભેર સજા મળે તે માટે પોલીસ ઝડપી ચાર્જશીટ (Chargesheet)દાખલ કરશે અને કડક સજા થાય તે માટે કામગીરી કરશે.
આખરે માસુમનો દુષ્કર્મી હત્યારો પોલીસના હાથે ઝડપાયો છે. દિવાળીના દિવસે મૂળ બિહારનો વતની ગુડડું યાદવે અઢી વર્ષની માસુમનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણકારી મળતા જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. 100 પોલીસ કર્મીની ટીમ બનાવી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. તે દરમિયાન પોલીસને માસુમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. ત્યારે પોલીસે આસપાસના સીસીટીવીની તપાસ કરી હતી જેમાં આરોપી ગુડડું માસુમને લઈ જતા નજરે પડ્યો હતો.
આરોપી ગુડડું યાદવે અપહરણ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપી સુરતમાં જ પોતાના મિત્રના ઘરે સંતાઈ ગયો હતો. જોકે પોલીસ હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે આરોપી સુધી પહોંચી હતી. આરોપીની અટકાયત કર્યા બાદ પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. આરોપીએ પોલીસને શરૂઆતમાં ગેરમાર્ગે દોર્યા હતા. જોકે કડકાઈથી પૂછપરછ કરવામાં આવતા આરોપીએ ગુનો કબુલ્યો હતો.
પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીના મોબાઈલમાં પોર્ન ફિલ્મ મળી આવી છે. જેને પુરાવા તરીકે કબ્જે કરવામાં આવ્યા છે. સુરત પોલીસ કમિશ્નરે જણાવ્યું છે કે ચાર્જશીટ ઝડપથી થાય તે માટે કામગીરી કરવામાં આવશે. ઝડપથી કેસ ચાલે તે માટે પ્રયત્ન કરાશે. બાળકી સાથે અઘટિત ઘટના ઘટી છે કે કેમ તે માટે PM કરવામાં આવ્યું હતું. જેમાં બાળકી સાથે બર્બરતા આચરવામાં આવી છે. બાળકી સાથે દુષ્કર્મ આચારી તેનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું PM રિપોર્ટમાં સામે આવ્યું છે.
ગાંધીનગર : સાઇકો રેપીસ્ટે ત્રણ બાળકી પર ગુજાર્યો બળાત્કાર, એકની કરી હત્યા
સાતેજ વિસ્તારમાં બાળકી સાથે દુષ્કર્મ કેસમાં પોલીસે સાઇકો રેપીસ્ટ કિલરની ધરપકડ કરી લીધી છે. આરોપીએ 3 બાળકીને દુષ્કર્મનો શિકાર બનાવી હતી. જેમાં એક બાળકીની હત્યા કરી નાંખી હતી. આ સાઇકો કિલર મોબાઈલમાં પોર્ન ફિલ્મ જોઈને બાળકીઓનું અપહરણ કરીને તેમનાં પર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ શરૂ કરી હતી. આરોપી વિજય ઠાકોરએ 3 માસુમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યાની વાત કબૂલી છે.