Home /News /gujarat /સુરત : મસાજ પાર્લરની આડમાં ચાલતું હતું કૂટણખાનું, થાઇલેન્ડ અને કેન્યાની યુવતી પકડાઇ

સુરત : મસાજ પાર્લરની આડમાં ચાલતું હતું કૂટણખાનું, થાઇલેન્ડ અને કેન્યાની યુવતી પકડાઇ

વેસુના વેસ્ટન બિઝનેસ પાર્કમાં ચાલતા સ્પા પર પોલીસના દરોડા, સંચાલક સહિત 3ની ધરપકડ

Surat news- પોલીસે 6 મહિલાઓને મુક્ત કરાવી, સ્પા માં ધનવાન ગ્રાહકોને આકર્ષવા માટે લાખો રૂપિયાનું ઈન્ટિરિયર પણ કરવામાં આવ્યું હતું

સુરત : વેસુ ચાર રસ્તા પાસે આવેલા વેસ્ટન બિઝનેસ પાર્કમાં પહેલા માળે મસાજ પાર્લરની આડમાં ચાલતા કૂટણખાનાનો (kutankhana) ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch)એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે પર્દાફાશ કર્યો છે. પોલીસે 6 મહિલાઓને મુક્ત કરાવી હતી. 6 પૈકી એક થાઇલેન્ડ અને બીજી કેન્યાની યુવતીઓ છે. બન્ને વિદેશી યુવતીઓના પાસપોર્ટ અને વિઝાની પણ પોલીસ તપાસ કરશે. પોલીસે બાતમીના આધારે બ્લુ એશિયન સ્પામાં (Spa)શુકવારે બપોરે ડમી ગ્રાહક મોકલી દેહવ્યાપારનો (Prostitution)વેપલો પકડી પાડ્યો હતો.

સુરતમાં ઉધના-મગદલ્લા રોડ પર વેસ્ટર્ન બિઝનેસ પાર્કમાં ચાલતા ઓશન સ્પા પર પોલીસે દરોડા પાડી સ્પા ના નામે ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ કૂટણખાનામાંથી છ લલનાઓને મુક્ત કરાવી હતી. જ્યારે સંચાલક અને ગ્રાહકો સહિત 3ની ધરપકડ પણ કરવામાં આવી છે. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા આ દરોડા પાડવામાં આવ્યો હતો. સુરતમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ વિસ્તારોમાં સ્પા ના નામે કૂટણખાનાઓ શરૂ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને ઉધના મગદલ્લા રોડ અને વેસુ વિસ્તારમાં જાણે સ્પાના નામે કૂટણખાનાઓનો રાફડો ફાટ્યો છે.

આ પણ વાંચો - વલસાડ : ઉપસરપંચ બની ગયો બનાવટી નાયબ મામલતદાર, 35 લાખથી વધુની છેતરપિંડી કરી

વેસ્ટર્ન બિઝનેસ કોરિડોરમાં દુકાન નં. 105, 106માં ધમધમી રહેલા આ સ્પા માં ધનવાન ગ્રાહકોને આકર્ષવા માટે લાખો રૂપિયાનું ઈન્ટિરિયર પણ કરવામાં આવ્યું હતું. પોલીસને પણ હપતા પહોંચાડી દેવામાં આવતા હોવાને કારણે અત્યાર સુધીમાં આ સ્પા પર દરોડા પડતા ન હતા, પરંતુ સુરત પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલના ધ્યાનમાં આવતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટ : ક્રિકેટર તેની પૂર્વ પત્ની સાથે ડ્રગ્સ લીધેલી હાલતમાં હોટલમાંથી ઝડપાયો, પોલીસે કર્યો નવો ખુલાસો

છેલ્લા એક વર્ષથી આ સ્પા ના નામે કૂટણખાનું ચાલી રહ્યું હતું. પરંતુ ઉમરા પોલીસ દ્વારા ત્યાં ક્યારેય દરોડા પાડવામાં આવતા ન હતા. દરોડામાં છ લલનાઓને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી હતી. 6 પૈકી એક થાઇલેન્ડ અને બીજી કેન્યાની યુવતીઓ છે. બન્ને વિદેશી યુવતીઓના પાસપોર્ટ અને વિઝાની પણ પોલીસ તપાસ કરશે. સ્પામાં દરોડા પાડ્યા બાદ પોલીસે સ્પાના માલિક બ્રિજેશ દશરથ પટેલની ધરપકડ કરી હતી. સાથે સાથે બે ગ્રાહકો મીત અમૃત પટેલ તેમજ લોરેન્સ ટીકી પીટરની પણ ધરપકડ કરવામાં આવી હતી. સ્પા નો માલિક બ્રિજેશ પટેલ જાતે જ સ્પાનું સંચાલન કરતો હતો.
Published by:Ashish Goyal
First published:

Tags: પોલીસ, સુરત, સ્પા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन