સુરત: સોરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા મણિબેન ચોક, વાલક પાટિયા પાસે હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવશે. જે માટે આજે, 15મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદીએ ઓનલાઈન ખાતમૂર્હત કર્યુ છે. 8 હજાર ચો.વારમાં 5500 ચો.વારમાં 1000 વિદ્યાર્થીઓ માટે અને 2500 વારમાં 500 બહેનો માટે બાંધકામ કરવામાં આવશે. કેમ્પસમાં સરદાર પટેલની 31 ફૂટની પંચધાતુની પ્રતિમા અને તેમની દીકરીની પ્રતિમા મુકાશે.
આજે સૌરાષ્ટ્ર પટેલ સમાજની સૂચિત હોસ્ટેલનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતુ. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ અધ્યક્ષે પણ હાજરી આપી હતી. ગાંધીનગરમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરીને મુખ્યમંત્રી સવારે 9.30 વાગ્યે સુરત એરપોર્ટ આવી પહોંચ્યા હતા. હોસ્ટેલના કાર્યક્રમ બાદ તેઓ 12.20 વાગ્યે પાલના સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતેથી પાલિકા, સુડાના પ્રકલ્પોનું ઓનલાઇન લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. બપોરે 3 વાગ્યે કલેક્ટર કચેરીની બેઠકમાં હાજરી આપી 4.30 વાગ્યે પાલમાં સરદાર ધામ તથા પાટીદાર સમાજના સમારોહમાં ઉપસ્થિત રહેશે. નોંધનીય છે કે, આજે પાલિકાના 169 કરોડના પ્રકલ્પોના ખાતમૂહુર્ત-લોકાર્પણ કરવામાં આવશે.
પીએમ મોદીએ આ કાર્યક્રમમાં ઓનલાઇન હાજરી આપીને પાટીદાર સમાજનો જુસ્સો વધાર્યો છે. તેમણે સંબોધનમાં જણાવ્યુ કે, ' ભગવાન રામના આશીર્વાદથી અજ્ઞાન દૂર થાય છે. મોદીએ કહ્યું કે, ભારત અત્યારે આઝાદીના 75માં વર્ષમાં છે. નવા સંકલ્પોની સાથે, આ અમૃતકલ આપણને તે વ્યક્તિઓને યાદ કરવા પ્રેરણા આપે છે જેમણે જાહેર ચેતના જાગૃત કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. આજની પેઢી માટે તેમના વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. ભગવાન રામને અનુસરવું એટલે માનવતા અને જ્ઞાનનું અનુસરણ. એટલે જ ગુજરાતની ધરતીમાંથી બાપુએ રામ રાજ્યના આદર્શો પર આધારિત સમાજની કલ્પના કરી હતી.'
At the Bhoomi Poojan ceremony of Hostel Phase-1 built by Saurashtra Patel Seva Samaj in Surat. https://t.co/QZGMEofD6C
મોદીએ કહ્યું -સબકા સાથ સબકા વિકાસનો અર્થ હું ગુજરાતમાંથી જ શીખ્યો છુ. એક સમયે ગુજરાતમાં સારી શાળાઓનો અભાવ હતો, સારા શિક્ષણ માટે શિક્ષકોની અછત હતી. ઉમિયા માતાના આશીર્વાદ લઈને, ખોડલ ધામની મુલાકાત લીધા પછી, મેં આ સમસ્યાના ઉકેલ માટે લોકોને મારી સાથે જોડ્યા.
તમારા બધાના આશિર્વાદથી 20 વર્ષથી પહેલા ગુજરાત અને પછી દેશની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું : વડાપ્રધાન pic.twitter.com/afAtFCbwYf
આ જગ્યા એટલા માટે વિકસાવવામાં આવી હતી કે, જેથી શિક્ષણનો ફેલાવો થાય, ગામના વિકાસને લગતા કામને વેગ મળી શકે. જેઓ ગુજરાત વિશે ઓછું જાણે છે, આજે હું વલ્લભ વિદ્યાનગર વિશે પણ જણાવવા માંગુ છું. તમારામાંથી ઘણાને ખબર હશે કે, આ સ્થળ કરમસદ-બાકરોલ અને આણંદ વચ્ચે આવેલું છે.
પીએમ મોદીનું આખુ સંબોધન સાંભળવા માટે અહીં ક્લિક કરો.
At the Bhoomi Poojan ceremony of Hostel Phase-1 built by Saurashtra Patel Seva Samaj in Surat. https://t.co/QZGMEofD6C
સુરતના અગ્રણી પાટીદાર સમાજ સંગઠન સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભલ્લાએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કા અંતર્ગત સુરત શહેરની હદમાં વલક ગામ પાસે પાટીદાર સમાજના 1,000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલય બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે, "બીજા તબક્કામાં, અમે 500 વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતી મહિલા છાત્રાલયનું નિર્માણ કરીશું. મહિલા છાત્રાલયનું બાંધકામ આવતા વર્ષે શરૂ થઈ શકે છે.