Home /News /gujarat /

સુરતમાં યુ-ટર્ન કાર્યક્રમમાં પાટીદારોનો આક્ષેપ, પોલીસે કર્યું અભદ્ર વર્તન

સુરતમાં યુ-ટર્ન કાર્યક્રમમાં પાટીદારોનો આક્ષેપ, પોલીસે કર્યું અભદ્ર વર્તન

સુરત# સુરતમાં યોજાયેલા યુ-ટર્નના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા પાટીદાર યુવાન સાથે ઉમરા પોલીસના સ્ટાફે અભદ્ર વર્તન કરતા મામલો બીંચકાયો હતો.

સુરત# સુરતમાં યોજાયેલા યુ-ટર્નના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા પાટીદાર યુવાન સાથે ઉમરા પોલીસના સ્ટાફે અભદ્ર વર્તન કરતા મામલો બીંચકાયો હતો.

  • Pradesh18
  • Last Updated :
સુરત# સુરતમાં યોજાયેલા યુ-ટર્નના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા પાટીદાર યુવાન સાથે ઉમરા પોલીસના સ્ટાફે અભદ્ર વર્તન કરતા મામલો બીંચકાયો હતો. જેને લઇને પોલીસે પાટીદાર યુવાનની અટકાયત કરી હતી. આ ઉપરાંત એક બાળકે જય પાટીદારની ટોપી પહેરી હોય, પોલીસે તેને ધક્કો મારી પાડી દીધો હોવાનો આક્ષેપ પાટીદારો દ્વારા કરવામાં આવ્યો હતો.

સુરતમાં દર રવિવારે વેસુ રોડ પર યુ-ટર્નનો કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવે છે. જેમાં આજરોજ રવિવારે વહેલી સવારે પાટીદાર યુવાનો જય સરદારના સુત્રો વાળી ટોપી પહેરીને આ કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યા જંયતિ સુતરીયા નામનો યુવાન પણ ત્યાં ગયો હતો. જ્યાં પોલીસે આ યુવાન સાથે એકાએક અભદ્ર વર્તન કર્યુ હતુ. જેને લઇને પાટીદાર યુવાનો પણ ઉશ્કેરાયા હતા. જેને લઇને પોલીસે જંયતિભાઇની અટકાયત કરી તેને ઉમરા પોલીસ મથકે લઇ ગયા હતા.

આ ઉપરાંત પોલીસે હીત ડોમડિયા નામના બાળકે જય પાટીદાર નામની ટોપી પહેરી હોય, જેને લઇને તેને પણ ધક્કો માર્યો હોવાનો પાટીદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.

સૌથી મહત્વની વાત એ છે કે, એક સપ્તાહ પહેલા જ પાટીદારો દ્વારા આ મુદ્દે પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. જો કે, તેઓ ન હોય, જોઇન્ટ પોલીસ કમિશનર વી.એમ. પારધીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં વી.એમ.પારઘીએ હવેથી કોઇ પણ પ્રકારની પાટીદારોની અટકાયત આ કાર્યક્રમમાં નહિ કરવામાં આવશે તેવી બાહેંધરી પણ આપી હતી.
First published:

Tags: અભદ્ર વર્તન, આક્ષેપ, પાટીદારો, પોલીસ`, યુ-ટર્ન કાર્યક્રમ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन