વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરોમાં સુરત પ્રથમ, રાજકોટ સાતમા સ્થાને

News18 Gujarati
Updated: May 21, 2019, 5:22 PM IST
વિશ્વમાં ઝડપથી વિકસતા શહેરોમાં સુરત પ્રથમ, રાજકોટ સાતમા સ્થાને
વિશ્વના સૌીથી ઝડપથી વિકસી રહેલા શહેરમોં સુરતનું પ્રથમ સ્થાન

ઑક્સફોર્ડ ઇકોનિક્સનો સરવે મુજબ વર્ષ 2019થી વર્ષ 2035 સુધી સુરતનો GDP 9.2 ટકા રહેવાની શક્યતા

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી : વિશ્વના સૌથી ઝડપતી વિકસી રહેલા શહેરોની યાદીમાં ફરી એક વાર સુરતનું નામ પ્રથમ ક્રમાંકે આવ્યું છે. સરવે સંસ્થા ઑક્સફોર્ડ ઇકોનોમિક્સના સરવે મુજબ ગુજરાતના બે શહેરોએ વિશ્વના ટોપ 10 ઝડપથી વિકસી રહેલા શહેરોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ સરવેમાં સુરત પ્રથમ ક્રમાંકે અને રાજકોટ સાતમાં ક્રમાંકે છે.

આ સરવે મુજબ વર્થ 2019થી 2035 સુધી સુરત શહેરનો જીડીપી ગ્રોથ રેટ 9.2 ટકા રહેવાનો અંદાજ છે. સુરતનો કાપડ અને ડાયમંડ ઉદ્યોગનો વિકસ દિવસે અને દિવસે વધી રહ્યો છે. સુરતથી ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં કાપડના વેપારીઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતુ કે ગ્રે, યાર્ન, પોલિસ્ટર સહીતના કાપડના એક્સપોર્ટનું હબ પણ સુરત બનશે. સુરત પોલિસ્ટરનું માન્ચેસ્ટર કહેવામાં આવે છે.

વેપારીઓએ જણાવ્યું કે સુરતમાં રૂ. 100થી લઈને હજારો રૂપિયાની કિંમતની સાડી તૈયાર થઈ અને એક્સપોર્ટ થાય છે. બનારસ, કોલકાત્તાનો જે સાડી ઉદ્યોગ હતો તેની સમાંતર જ સુરતમાં પ્રોડક્શન થઈ રહ્યું હોવાથી પણ સુરતના કાપડ ઉદ્યોગનો વિકાસ થઈ રહ્યો છે.

 
First published: May 21, 2019, 1:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading