Home /News /gujarat /100 વર્ષ જુના મંદિરને તોડી પડાતા ગ્રામજનોમાં રોષ

100 વર્ષ જુના મંદિરને તોડી પડાતા ગ્રામજનોમાં રોષ

સુરત# સુરતના કતારગામ વેડ ગામ ખાતે આવેલા ભાથીજી મહારાજના આશરે 100 વર્ષ જુના મંદીરને તોડી પાડીને તે સ્થળે ગેરકાયદે બાંધકામ કરી દેવામાં આવતા લોકોમાં રોષ ફાટી નિકળ્યો છે, તેની સાથે સાથે મંદિરમાંથી ભાથીજી મહારાજની 100 વર્ષ જુની મૂર્તિને પણ ચોરી જવામાં આવતા આ વિસ્તારના રહીશો લડાયક મુડમાં આવી ગયા છે, અને ગેરકાયદે બાંધકામ કરનાર તથા મંદિર તોડી પાડનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાનું વિચારી રહ્યાં છે.

વધુ જુઓ ...
  • News18
  • Last Updated :

2

સુરતના સીમાડે આવેલા અને હવે સુરત શહેરની હદમાં સમાવિષ્ટ કરાયેલા વેડ ગામની સીમમાં જ્યાં એક સમયે ખેતરો હતા ત્યાં હવે સોસાયટી સહીતના બાંધકામો થઇ ગયા છે. ધર્મજીવન સોસાયટી-2 ના દરવાજા પાસે આશરે 100 વર્ષ જુનું ભાથીજી મહારાજનું મંદિર હતું ગામના રહીશો ત્યાં દરરોજ દર્શને આવતા હતા તેની સાથે સાથે ભંડારો પણ કરતા હતા, પરંતુ ગઇકાલે સોસાયટીના દરવાજા પાસે જ ગેરકાયદે બાંધકામ કરવાના હેતુસર ભાથીજી મહારાનું મંદિર તોડી પાડવામાં આવતા ગામવાસીઓનો રોષ ભભુકી ઉઠયો છે.

વેડ ગામમાં આવેલા ભાથીજી મહારાજના 100 વર્ષ જુના મંદિરમાં અનેક લોકો પુજા દર્શન માટે આવતા હતા, મંદિર કોણે તોડી નાંખ્યુ તેનો કોઇ જવાબ આપતું નથી તેની સાથે સાથે કોના કહેવાથી મંદિર તોડી પાડવામાં આવ્યું છે તેની પણ ગામ લોકોને જાણકારી નથી.
First published:

Tags: ગ્રામજનો, મંદિર, રોષ, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन