Home /News /gujarat /સુરત : પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો, પતિએ પત્નીના પ્રેમીને ત્યાં જ પતાવી દીધા
સુરત : પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો, પતિએ પત્નીના પ્રેમીને ત્યાં જ પતાવી દીધા
પત્નીને પ્રેમી સાથે કડંગી હાલતમાં જોઈ જતા પતિએ પ્રેમીની કરી હત્યા
Love Affair murder : સુરત (Surat) માં પત્ની જ્યારે પ્રેમી સાથે પ્રેમ લીલા કરતી હતી ત્યારે જ પતિ જોઈ લેતા આવેશમાં આવી પત્નીના પ્રેમીની ત્યાં જ હત્યા (Murder) કરી નાખી. કેવી રીતે બની પુરી ઘટના જુઓ.
સુરત : શહેરના સરથાણા (Sarthana) વિસ્તારમાં આવેલ લસકાના ખાતે પતિ પત્ની અને વો (wife affair) ની ઘટનામાં એક યુવાને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. નેપાળી યુવાન પોતાની પત્ની જ્યારે પ્રેમી સાથે પ્રેમ લીલા કરતી હતી ત્યારે જોઈ લેતા આવેશમાં આવી પત્નીના પ્રેમીની ત્યાં જ હત્યા (murder) કરી નાખી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સરથાણા પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતના સરથાણા વિસ્તારમાં બનેલી હત્યા ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. જોકે અહીંયા પ્રેમના અનૈતિક સબંધનો કરુણ અંજામ આવ્યો હતો. મૂળ નેપાળ વતની એવા દિનેશ ચૌધરી પોતાની પત્ની સાથે લસકાના ખાતે આવેલ રામદેવ ઈન્ડસ્ટ્રીયઝમાં શીવમ ફેશનના ખાતામાં કામ કરી પત્ની અનિતા સાથે રહેતો હતો. જોકે નેપાળી યુવાન પત્ની અનીતાના નજીકના કારખાનામાં નોકરી કરતા મૂળ બિહારના મોહંમદ અફરીદી શેખ સાથે આડા સંબધો હતા. જોકે આ બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સબંધ હતો.
જોકે ગતરોજ સવારે અનીતા પતિ સાથે સૂતી હતી તે વખતે મોહંમદ અફરીદીએ અનીતાને મેસેજ કરી મળવા માટે ઘરની નીચેના માળે બોલાવી હતી. આથી અનીતા મળવા માટે નીચે રૂમમાં ગઈ હતી. બીજી તરફ અનીતાનો પતિ જાગી જતા તેણે આજુબાજુ પત્નીને શોધી છતાં મળી ન હતી. આથી પતિએ નીચે રૂમમાં આવતા પત્ની પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ હતી. આથી ગુસ્સામાં પતિએ પત્નીના પ્રેમી અફરીદીને તિક્ષ્ય હથિયારના પર ઘા ઝીંકી દીધા હતા. પ્રેમીને માથાના ભાગે ઉપરાછાપરી ઘા મારતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું.
આ ઘટનાના પગલે મરનાર યુવાનના ભાઈને જાણકારી મળતા તે તાત્કાલિક બનાવવાળી જગ્યા પર દોડી જઈને ઘટનાનીની જાણકારી પોલીસ ને આપતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવી આ મામલે ગુનો દાખલ કરી પત્નીના પ્રેમીની હત્યા કરનાર પતિ દિનેશ ચૌધરી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આમ પ્રેમમાં અનૈતિક સબંધમાં યુવાને જીવ ગુમાવાની વારો આવ્યો હતો અને કરુંણ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર સાથે હાહાકાર પણ મચી જવા પામ્યો હતો.
Published by:Kiran Mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર