સુરત : RTO ટેક્સના બાકી 6 કરોડ રૂપિયાની વસૂલાત કરશે, ઘરે ઘરે જઈને નોટિસ આપવાની શરૂઆત

સુરતમાં લૉકડાઉન બાદ HSRP ફીટમેન્ટ અને ડ્રાઇવિંગ ટેસ્ટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે,

જાણો સુરત આરટીઓને ક્યા વાહન માલિકોએ બે-બે વર્ષથી ટેક્સ નથી ચુકવ્યા, કેટલા વાહનોનું ટેક્સ કલેક્શન બાકી છે.

  • Share this:
કોરના મહામારી વચ્ચે સુરતની RTO (Surat RTO)  ટ્રક અને બસના મોટર વ્હીકલના બાકી ટેક્સના નાણાંની વસુલાત માટે નોટિસ ઈસ્યૂ થયાં બાદ આરટીઓ ઇન્સપેકટર ઘરે ઘરે જઈને ઉઘરાણી કરી રહ્યાં હોવાથી, વાહન માલિકો ટેકસ જમા કરાવી રહ્યાં છે. અત્યાર સુધીમાં લગભગ રુ. 50 લાખથી વધુનો ટેક્સ વાહન માલિકો ભરી ગયાં છે. અને ગમી દિવસ 1200 વ્હિકલ બાકી નીકળતો 6 કરોડનો ટેક્સ માટે ખાસ (Tax collection drive of surat RTO) ઝુંબેશ શરૂ કરવાના છે.  સુરતની RTO  આમતો ગુજરાત ને સૌથી વાળું ટેક્સ કમાઈ આપનારી આરટીઓ છે તેવામાં કોરોના મહામારી ને લઈને સુરતનાં 1200 જેટલા વાહનોનો 6 કરોડ રૂપિયાનો ટેક્સ માલિકો ભરી ગયા નથી. ત્યારે આ ટેક્સની રકમ વસૂલવા માટે સુરત આરટીઓ દ્વારા ખાસ ઝુંબેશ ઉપાડવામાં આવી છે.

ભારે વાહનોના ટેક્સ વાહન માલીકોએ દર વર્ષે ભરવાનો હોય છે. પરંતુ અમુક ટકા વાહનમાલિકો ટેકસ જમા કરાવવા બાબતે તદ્દન બેપરવા હોય છે. સુરત શહેર અને જિલ્લાના મળી આવા અંદાજે 1200 જેટલાં વાહન માલિકોનો રુ.6કરોડનો ટેક્સ કચેરીમાં જમા થયો નથી. આવાં બાકી લેણા માટે કાર્યવાહી કરવામાં આવી છે.ઘણાં માલિકોએ બે વર્ષથી ટેક્સ જમા કરાવ્યો નથી. આવા માલિકોને અવારનવાર નોટિસ આપીને બાકી લેણાં જમા કરાવવા માટેની સુચના આપવામાં આવી છે. અને એક ડગલું આગળ વધીને વાહન માલિકોના ઘરે જઈને નોટિસો આપવામાં આવી છે.

આ પણ વાંચો :  અમદાવાદ : 'એણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો છે, વીડિયો Viral કરી દઈશ'

ડ્રાઇવિંગ ટેસ્ટ અને એચએસઆરપી ફીટમેન્ટની સંખ્યા ઘટી

અંદાજે 125 જેટલા વાહનમાલિકો રુ 50 લાખનો ટેકસ જમા કરાવી ગયાં છે, અનલોક બાદ પણ કોવિડ ગાઇડલાઇનનો અમલ ચાલુ હોવાને, કારણે આરટીઓમાં ટ્રેક ઉપર મર્યાદિત સંખ્યામાં ડ્રાઇવિંગ ટેસ્ટ લેવામાં આવે છે. અગાઉ સરેરાશ રોજની 450 ટેસ્ટ લેવામાં આવતી હતી. અત્યારે એપોઇન્ટમેન્ટ પ્રમાણે 300ડ્રાઇવિંગ ટેસ્ટ કરવામાં આવે છે. એપોઇન્ટમેન્ટની સંખ્યા ધીમે ધીમે વધારવાનું આયોજન છે. તેવી જ રીતે એચએસઆરપી ફીટમેન્ટ રોજેરોજ 200 જેટલી થઇ રહી છે. અગાઉ આ સંખ્યા 450થી 500 રહેતી હતી.

જોકે ટેક્સની વસુલાત માટે ની ઝુંબેશ શરૂ તો કરવામાં આવી છે સાથે સાથે આરટીઓના કામ અને અલગ અલગ ટેક્સ ભરવા આવતા લોકોની સંખ્યા જે રીતે વધી રહી છે તેવામાં ફરીએ એક વાર સુરત આરટીઓ ટેક્સ વસુલાત કરી રાજ્યમાં સૌથી વાળું ટેક્સ વસૂતળી આરટીઓ બની જશે.

આ પણ વાંચો :  સુરત : 12 કરોડની જમીનના છેતરપિંડી કાંડમાં દેસાઈ બંધુઓની ધરપકડ, CID ક્રાઇમમાં થઈ હતી ફરિયાદ
Published by:Jay Mishra
First published: