સુરત :  હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરશો તો લાયસન્સ સસ્પેન્ડ થશે 

વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનાર વાહનચાલકનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરાશે, જાણો શું છે પોલીસ કમિશનર તોમરનો પ્લાન

  • Share this:
સુરત: પોલીસ કમિશનર અજયકુમાર તોમરની (Police Commissioner ajay Tomar) અધ્યક્ષતામાં 38મી શહેર રોડ સેફટી કાઉન્સિલની બેઠક પોલીસ કમિશનર કચેરી ખાતે યોજાઈ હતી. જેમાં શહેરમાં ટ્રાફિક સમસ્યા હળવી બને, લોકો અને વાહનચાલકો ટ્રાફિક નિયમોનું ચુસ્ત પાલન કરે તથા નિયમભંગ કરનાર વાહનચાલકો સામે સખ્ત કાર્યવાહી કરવાં અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. CP તોમરના વડપણ હેઠળ લેવાયેલાં નિર્ણય અનુસાર હવે રોંગસાઈડ ડ્રાઈવિંગ (Wrong side Driving) અને વાહન ચલાવતી વખતે મોબાઈલમાં વાત કરનાર વાહનચાલકનું લાયસન્સ સસ્પેન્ડ (License Suspension થશે. વધુ ઝડપે ડ્રાઈવિંગ તેમજ રિપીટ ઈ-મેમો મેળવનારનું પણ ડ્રાઈવિંગ લાઈસન્સ રદ્દ કરાશે. ટ્રાફિક નિયમનો ભંગ કરનાર સામે સખ્ત કાર્યવાહીથી અકસ્માતો અને ટ્રાફિક સમસ્યા નિવારી શકાશે એમ પોલિસ કમિશનરે કહ્યું હતું.

પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, સુરત શહેરમાં ગત વર્ષ દરમિયાન નોંધાયેલા ગંભીર અકસ્માતોમાં 282 અને આ વર્ષે 141 વાહનચાલકોએ જીવ ગુમાવ્યા છે. ગત વર્ષની સરખામણીએ ગંભીર અકસ્માતોમાં 40 ટકા ઘટાડો નોંધાયો છે. ટ્રાફિક પોલિસની અસરકારક કામગીરી, લોકજાગૃત્તિ સાથે કોરોના મહામારીમાં અમલી થયેલા લોકડાઉનમાં વાહનવ્યવહાર ન હોવાથી અકસ્માતોનું અને ફેટલ એક્સિડેંટનું પ્રમાણ ઓછુ થવાં પામ્યું છે.



આ પણ વાંચો :  સુરત : વરાછામાં વ્યાજખોરો બેફામ, કારખાનેદાર પાસેથી વ્યાજના 4.50 લાખની સામે 9 લાખની માંગ

પોલિસ કમિશનરશ્રીએ આવનારા નવા વર્ષ 2021માં નવા જોમ અને ઉત્સાહ સાથે કાર્યાયોજન કરી શહેરમાં ટ્રાફિક સમસ્યાના નિવારણમાં સુધાર અને બદલાવ જોવા મળે એવી અપેક્ષા વ્યકત કરી હતી. આ સંદર્ભે તેમણે પોલિસ વિભાગ અને મનપા વચ્ચે બહેતર સંકલન સાથે સુનિયોજિત કામ કરવાં માટે સંકલ્પબદ્ધ થવાનો અનુરોધ કર્યો હતો.

CP અજય તોમરે વધુમાં જણાવ્યું કે, ટેક્ષટાઈલ માર્કેટ વિસ્તારોમાં વધુ ટ્રાફિક રેગ્યુલેશનની જરૂરિયાત હોવાથી ટ્રાફિક કામગીરી સઘન બનાવવામાં આવશે. લોડીંગ રિક્ષા, માલવાહક ટેમ્પોની પાર્કિંગ સમસ્યાને નિવારવા ટેક્ષટાઈલ એસોસિએશન અને વ્યાપારીઓ સાથે બેઠકો કરી યોગ્ય વ્યવસ્થા ઊભી થાય એવું ઝડપી આયોજન કરાશે. તેમણે બ્લેક સ્પોટ. ટ્રાફિક, જીવલેણ અકસ્માતો, દંડનીય કાર્યવાહી, ઈ-મેમો જેવા ડેટાબેઝના અભ્યાસના આધારે આગામી નવા વર્ષમાં ટ્રાફિક નિયમનને વધુ અસરકારક બનાવાશે એમ પણ જણાવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : માથાભારે સુર્યા બંગાળીએ ફાર્મહાઉસમાં જન્મદિવસ ઊજવતા વિવાદ, કોવીડ ગાઇડલાઇનની ઐસી કે તૈસી

બેઠકમાં સૌથી વધુ અકસ્માતગ્રસ્ત વિસ્તારોમાં બ્લેક સ્પોટ આઈડેન્ટીફાય કરી અકસ્માતો અટકાવવાં માટેનું નક્કર આયોજન કરવું, શૈક્ષણિક, ધાર્મિક, આનંદ પ્રમોદના સ્થળો તેમજ રોડ જંકશનની સ્થળોએ સ્પીડ બ્રેકર તથા ઝેબ્રાક્રોસિંગ બનાવવા અને ઝાંખા થઈ ગયેલા હોય તો રંગકામ કરાવવું, ફૂટપાથ અને રસ્તા પરના દબાણોનું કાયમી ધોરણે નિવારણ લાવવું તેમજ માર્ગ સલામતિ માટે જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો યોજી ટ્રાફિક નિયમો તથા કાયદા સબંધી માર્ગદર્શન આપવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
Published by:Jay Mishra
First published:December 29, 2020, 21:22 pm

ટૉપ ન્યૂઝ