સુરત : 1.4 કરોડનું ડ્રગ્સ, 56.45 લાખનો ગાંજો ઝડપાયો, નશાના સોદાગરો પર પોલીસનો પંજો


Updated: September 23, 2020, 1:47 PM IST
સુરત :  1.4 કરોડનું ડ્રગ્સ, 56.45 લાખનો ગાંજો ઝડપાયો, નશાના સોદાગરો પર પોલીસનો પંજો
સુરત પોલીસનું ઓપરેશન ઉડતા સુરત, નશાના નેટવર્ક પર મોટી તરાપ

24 કલાકમાં સુરત શહેરમાં જુદા જુદા 4 કેસમાં કરોડ રૂપિયા ઉપરનું એમ.ડી. ડ્રગ્સ અને 56 લાખ રૂપિયાનો ગાંજો ઝડપાયો, અજય તોમરે ખોખારો ખાઈ કહ્યું 'સુરતમાં ડ્રગ્સનું વેચાણ ચલાવી નહીં લેવાય'

  • Share this:
સુરત : સુરત શહેરમાં રાષ્ટ્રીય અભિયાન હેઠળ ડ્રગ્સની બદીને નેસ્તો નાબૂદ કરવા માટે પોલીસે મોટા નેટવર્ક પર તરાપ મારી છે. સુરત શહેરમાંથી નશાના સોદાગરો ઝ઼ડપાઈ ગયા છે. જેમાં છેલ્લા 24 કલાકમાં શહેરના જુદા જુદા 4 બનાવમાં એક કરોડ ચાર લાખ રૂપિયાનું એમ.ડી. ડ્રગ્સ અને 56 લાખ રૂપિયાનો ગાંજો ઝડપાયો છે. સુરત શહેરના પોલીસ કમિશનર અજય તોમરે આ બાબતે જાણકારી આપી હતી. તેમણે પ્રેસ કૉન્ફરન્સમાં ખોખારો ખાઈને કહ્યું કે સુરત શહેરમાં નો ડ્રગ્સ અભિયાન ચલાવાશે. શહેરમાં ડ્રગ્સનું વેચાણ ચલાવી નહીં લેવાય. ઉલ્લેખનીય છે કે અમદાવાદ-અરવલ્લી અને બાદમાં સુરતમાં નશાના મોટા નેટવર્ક પર પોલીસે તરાપ મારી છે. દેશના ડિફેન્સ જાણકારોના મતે આ વિદેશી તાકતોનું ભારતના યુવાધનને બરબાદ કરવાનું કાવતરૂં છે, જેની સામે સરકારે કમર કસી છે

પોલીસની સ્પેશિયલ ડ્રાઇવમાં સુરત પોલીસની ક્રાઇમબ્રાંચે મંગળવારે સવારે 8 વાગ્યે ડુમસ એરપોર્ટ પાસે ડુમસ ગામ તરફ જવાના રોડ પર એક કારમાં એમ.ડી. ડ્રગ્સ સપ્લાય કરવા આવેલા સલમાન ઉર્ફે અમન મહંમદ હનીફ ઝવેરી (રહે. આશિયાના કોમ્પલેક્સ, અડાજણ, પાટિયા)ને દબોચી લીધો છે. વધુમાં પોલીસને તેની પાસેથી 1 કરોડ 4 લાખનું એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું.

આ પણ વાંચો :  સુરત : હીરા પર લાગતી એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડવાની માંગ, MP જરદોશે સંસદમાં ઉઠાવ્યો મુદ્દો

સલમાન અને આદિલ બંને ભાગીદારીમાં ડ્રગ્સનો જથ્થો લાવ્યાં હતાં. પોલીસે કાર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આદિલ વોન્ટેડ છે. ડીસીબીઅે આ બાબતે પૂછપરછ જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી. ડ્રગ્સ પેડલરનું મુંબઈ કનેક્શન હોવાની આશંકા છે.

કોથળાના કોથળા ભરાઈને મળી આવેલો ગાંજો સુરતને બરબાદ કરવાનું મોટું કાવતરું નથી તો શું છે?


ડીસીબીને આખી ચેનલનો પર્દાફાશ કરવા ટીમો બનાવી રેડ પાડી હતી. જયારે સુરત રેલવે સ્ટેશન નજીકની એક હોટેલમાંથી એક યુવતી અને યુવક નશો કરતા પકડાયા છે.યુવતી કોલેજીયન છે અને તે વરાછામાં રહેતી અને મૂળ જુનાગઢની વતની હોવાની વાત છે. આ ઉપરાંત લાલગેટ અને વરાછામાંથી એમ.ડી.ડ્રગ્સ પકડાયું છે.આ પણ વાંચો :  સુરત : સુર્યા મરાઠી ગેંગની કમાન લેડી Donના હાથમાં?, આપઘાત કેસમાં નામ આવતા ચર્ચા

મંદીના માહોલમાંથી સુરત પોલીસે ઝડપેલા ડ્રગ્સની કિંમત 1 કરોડ.4 લાખ રૂપિયા છે તો આવો મોંઘો દાટ નશો વેચનારા અને ખરીદનારા કોણ?


ક્રાઇમબ્રાંચે છેલ્લા 24 કલાકમાં એમડી ડ્રગ્સના 4 કેસો કર્યા છે. બુધવારે એક કરોડના એમ.ડી.ડ્રગ્સ સહિતના કેસોની બાબતે પોલીસ કમિશનર પ્રેસ કોન્ફરન્સ કરી મિડીયાને માહિતી આપે તેવી શકયતા છે. એમ.ડી.ડ્રગ્સ નજીક ડુમસની એક હોટેલમાં યુવકોને પાર્ટી સપ્લાય કરતા હોવાની આશંકા છે, ઉપરાંત કેટલાક સ્ટુડન્ટોને પણ સપ્લાય કરી રહયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસ પહેલાં પણ સુરતમાંથી એમડી ડ્રગ્સ પકડાયું હતું.

આ પણ વાંચો :  સુરત : 9 મિનિટમાં 15 લાખના હીરા ચોરી ફરાર થઈ ગયેલા ચોર ઝડપાયા, કાપોદ્રામાં થયેલી તસ્કરીનો ભેદ ઉકેલાયો

સુરતના પુણામાંથી 56 લાખનો ગાંજો ઝડપાયો

દરમિયાન ગઈકાલે પી.એસ.આી સી.આર દેસાઈને બાતમી મળી હતી કે ગાંજોનો મોટો જથ્થો સુરતમાં આવ્યો છે, જેના આધારે સુરતના પુણાગામ સારોલી રોડમાં નેચરવેલી હોમ્સ પાસે વોચમાં રહી ઇન્સ્પેક્ટર આર.એમ. વસૈયા તથા પોલીસને સાથે રાખી અશોક લેલેન્ડ ટ્રકની તપાસ કરી હતી જેમાંથી 564.510 કિલોગ્રામ ગાંજાનો જથ્થો જેની કિંમત 56.45 લાખ થાય છે તે સહિત કુલ 63 લાખનો મુદ્દો માલ ઝડપાયો છે. આ જથ્થો ઓરિસ્સાથી લાવવામાં આવ્યો હતો અને સુરતમાં વેચાણ થવાનો હતો.
Published by: Jay Mishra
First published: September 23, 2020, 1:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading