Home /News /gujarat /

સુરતઃતોફાનોમાં પોલીસ પર હુમલો કરી મોત નીપજાવનાર વધુ બે ઝબ્બે

સુરતઃ પાટીદારો દ્વારા અનામતની માંગણી સાથે અમદાવાદ ખાતે યોજાયેલી રેલી બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. જેની આગ સુરતમાં પણ પ્રસરી હતી. સુરતમાં ફાટી નિકળેલા તોફાનમાં ફરજ બજાવી રહેલા પોલીસ પર હુમલો કરી મોત નીપજાવવાના આરોપમાં પોલીસે શનિવારે બે આરોપી તેમજ આજે બે એમ કુલ 4 આરોપીઓને ઝડપી લીધા છે.

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :
સુરતઃ પાટીદારો દ્વારા અનામતની માંગણી સાથે અમદાવાદ ખાતે યોજાયેલી રેલી બાદ તોફાનો ફાટી નીકળ્યા હતા. જેની આગ સુરતમાં પણ પ્રસરી હતી. સુરતમાં ફાટી નિકળેલા તોફાનમાં ફરજ બજાવી રહેલા પોલીસ પર હુમલો કરી મોત નીપજાવવાના આરોપમાં પોલીસે શનિવારે બે આરોપી તેમજ આજે બે એમ કુલ 4 આરોપીઓને ઝડપી લીધા છે.

અમદાવાદ ના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદારો દ્વારા અનામતની માંગ સાથે મહા રેલી યોજવામાં આવી હતી. દરમ્યાન તોફાનો ફાટી નિકળા અને તોફાનીઓ દ્વારા લગાવામાં આવેલી આગ સુરત સુધી પહોંચી ગઇ હતી. આ બાજુ શહેરના ચોક વિસ્તારમાં પોતાની ફરજ પર તૈનાત લોક રક્ષક દળના જવાન દિલીપસિંહ રાઠવાને ટોળુ ઘેરી વળ્યું હતુ અને તેમની પર થયેલા હુમલામાં તેમનુ મોત નિપજ્યુ હતુ.

આ પ્રકરણમાં પોલીસે 500થી વધુના ટોળા સામે રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી હત્યારાઓની શોધખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે બાતમીના આધારે શનિવારના રોજ બે હત્યારાઓને ઝડપી પાડ્યા બાદ આજ રોજ ફરી બે હત્યારાઓ ચિરાગ ગીરીશ લિંબાચીયા, દિવ્યેશ ઉર્ફે કાલિયો ભગવાનભાઈ બજાણીયાની ધરપકડ કરી છે.
First published:

Tags: અનામત માંગ, ગુજરાત, પાટીદાર અનામત, પાટીદાર રેલી, પોલીસ`, વિરોધ, સુરત, હત્યા, હુમલો

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन