Home /News /gujarat /સુરતમાં લોન કૌભાંડ : ભૂતિયા વાહનોના દસ્તાવેજો બતાવી ICICI બેન્કને કરોડોનો ચૂનો ચોપડ્યો

સુરતમાં લોન કૌભાંડ : ભૂતિયા વાહનોના દસ્તાવેજો બતાવી ICICI બેન્કને કરોડોનો ચૂનો ચોપડ્યો

આઈસીઆઈસીઆઈ બેંકની ફાઇલ તસવીર

ભૂતિયા લૌન કૌભાંડની દાસ્તાન જાણીને તમે ચોંકી જશો, આ મામલે તહોમતદાર એવા માસ્ટર માઇન્ડ પઠાણ બંધુઓ સહિત ત્રણની પોલીસે કરી ધરપકડ

સુરત : સુરતમાં (Surat) બેન્કને ચૂનો ચોપડવાના કેસમાં એક એવી ત્રિપૂટી ઝડપાઈ છે જેની કરતૂત જાણીને તમે ચોંકી જશો. ખટોદરા પોલીસે (Khatodra Surat) ઝડપેલા પઠાણ બંધુઓએ તેમની આ કરતૂત દ્વારા આઈસીઆઈસીઆઈ બેંકને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડ્યો છે.  ખટોદરા શાખાની આઈસીઆઈસીઆઈ (ICICI Bank) બેન્કમાં ટાટા મોટર્સ અને અશોક લેલન કંપની દ્વારા ઉત્પાદિત કરવામાં નહી આવેલા વાહનોને હયાત બતાવી તેના બોગસ દસ્તાવેજા અને વીમા પોલીસી રજુ કરી 31 વાહનો ઉપર કુલ રૂપિયા 6.87 કરોડની લોન લઈ તેના રૂપિયા 4.34 કરોડની ભરપાઈ નહી કરવાના ભુતિયા વાહન લોન કૌભાંડમાં (Loan Scam) માસ્ટર માઈન્ડ પઠાણ બંધુ સહિત ત્રણની પોલીસે ગઈકાલે ધરપકડ કરી છે.

સુરત ના અડાજણ તાડવાડી પરીમલ પાર્કમાં રહેતા સાગરભાઈ શીરીષભાઈ દિક્ષીત (ઉ.વ.32) ઉધના મગદલ્લા રોડ ખટોદરા પોલીસ સ્ટેશનની સામે આવેલ આઈસીઆઈસીઆઈ બેન્કમાં રિલેશનશીપ મેનેજર તરીકે નોકરી કરે છે.સાગરે ગત તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ આશીષ બાબુ કાકડીયા, ભાવેïશ કાલુ ગજેરા, ઈમરાન કાલુ પઠાણ, જગદીશ કનુ ગોડંલીયા, જીગ્નેશ ભીમજી વીરાણી, કાનજી ઠાકરશી વાઘાણી, કપીલ પરસોત્તમ કોઠીયા, રાજેશ માઘા સોજીત્રા, રમેશ ભીખા વસોયા, વિજય મકોડ ઢોલીયા, વિનોદ પરસોત્તમ દુધાત, વિપુલ બાબુ વઘાસીયા, સુશીલ શર્મા, વિકાસ શર્મા, ઈર્શાદ કાલુ પઠાણ સામે છેતરપિંડીની ફરિયાદ કરી હતી.

આ પણ વાંચો :  સુરત : સસરાના ઘરની બહાર બે માસૂમ દીકરીઓ સાથે પરિણીતાના ધરણા, વરાછાની શરમજનક ઘટના

રૂપિયા 4,84,34,886ની છેતરપિંડીની ફરિયાદ તેમના દ્વારા નોધાવાી હતી. જેમાં જણાવ્યું હતું કે આરોપીઓ ઍકબીજાની મદદથી એપ્રિલ 2017થી ડિસેમ્બર 2018ના સમયગાળામાં અશોક લેલન અને ટાટા મોટર્સ કંપનીમાં ઉત્પાદિતકરવામાં આવેલા નથી તેવા વાહનોને હયાત બતાવી તેના વાહનોના બોગસ દસ્તાવેજ અને વીમા પોલીસી બેન્કમાં રજુ કરી જુદા જુદા 31 વાહનો ઉપર કુલ 31 જેટલી લોનો ઉપર રૂપિયા 6,87,20,011ની લોન લીધી હતી.

આ પણ વાંચો : અમદાવાદ : કરિયાણાનો વેપારી નીકળ્યો 'ગ્રેટ ગેમ્બલર,' ATM સાથે ચેડાં કરી બેન્કને લાખોનો ચૂનો ચોપડ્યો

આરોપીઓએ શરુઆતમાં  ભરપાઈ કર્યા બાદ પાછળથી ભરપાઈ કરવાનું બંધ કરી બેન્કના લેવાના નિકળતા રૂપિયા 4,84,34,836ની ભરપાઈ નહી કરી છેતરપિંડી કરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે .ઈર્શાદ કાલુ પઠાણ, ઈમરાન કાલુ પઠાણ અને કપિત પરસોત્તમ કોઠીયાની ધરપકડ કરી હતી.જોકે આરોપી અગાવ આજ પ્રકારે ગુણ કારિયા છે કે કેમ તે દિશામાં પોલીસ દ્વારા તપાસ સાહરુ કરવામાં આવી છે ત્યારે આ ગુનામાં હજુ તપાસ સરમિયાન અનેક બેડ ઉકલે તેવી આશકા વ્યક્ત કરવામાં આવી છે
Published by:Jay Mishra
First published:

Tags: Gujarat latest news, Gujarat na latest samachar, Latest crime news, Latest gujarati news, Latest news of Gujarat, Surat latest crime news, Surat na samachar, ગુજરાતના સમાચાર, ગુજરાતી સમાચાર

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन