Home /News /gujarat /

રેલીની મંજૂરી લેવા ગયેલા પાટીદારોને પોલીસે 40આઘાતજનક સવાલો પુછ્યા!

સુરતઃ તમારી રખાત અથવા પ્રેમિકાની વિગત આપો. તમારો ઇતિહાસ શું છે? તેની માહિતી આપો. આવા અને આના જેવા 40 આઘાતજનક સવાલો સુરતમાં રેલી માટે મંજૂરી લેવા માટે આવેલા પાટીદાર અગ્રણીઓને પૂછતાં સમસ્ત પાટીદાર સમાજમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. ખૂંખાર ત્રાસવાદીઓ કે રીઢા ગેંગસ્ટરોના જે રીતે પોલીસ ડોઝિયર તૈયાર કરે છે. એવા ડોઝિયર આ પાટીદારોના બનાવાયા છે. આ લોકોનો વાંક એટલો જ છે કે ‘તા. 17મી રેલી માટે આ લોકો પરમિશન લેવા માટે ગયા હતા.’

વધુ જુઓ ...
  • Web18
  • Last Updated :

 સુરતમાં છેલ્લા કેટલાય સમયથી પાટીદાર અનામતની માગણી સાથે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અંતર્ગત પાટીદાર આંદોલન સમિતિએ 17 ઓગસ્ટે એક રેલીનું આયોજન કર્યું છે. આ રેલીની શરૂઆત કાપોદ્રાથી થવાની હોવાથી પોલીસે સમિતિના 6 નેતા અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, વિશાલ વસોયા, ધીરુભાઇ માંડવિયા, ભાવેશ ઝાંઝડિયા અને નિખિલ સવાણી પાસે ફોર્મ ભરાવાયા હતા.

આ પાટીદાર આગેવાનો કાપોદ્રા પોલીસ મથકમાં ગયા હતા. જ્યાં પોલીસે તેમની પાસે રેગ્યુલર ફોર્મ ભરાવ્યું અને પછી નિવેદન લીધું હતું. ત્યારબાદ સોમવારે આ આગેવાનોને આઘાતજનક અને તદ્દન બેહુદા સવાલો કરવામાં આવ્યા હતા. સવાલો એવા હતા કે જેનાથી તેમનું ભારે અપમાન કરવામાં આવ્યું હતું. પોલીસને હાથો બનાવીને પાટીદારોના અનામત આંદોલનને કચડી નાખવાનો કારસો હોવાનું સાબિત થઈ ગયું છે.

રખાત-પ્રેમિકાની વિગત, હુલામણું નામ, ઉંચાઇ, રંગ, બાંધો, આંખોના રંગ ,વાળનો રંગ, બિમારીની વિગત, ભાષાનું જ્ઞાન, મિત્રો સાથે ક્યાં બેસો, પોલીસ અધિકારીઓ સાથેના સંબંધોની વિગત, માસી, ફોઇ-મામા, કાકા, સાળા અને સાળીની વિગતો તેમજ સંપત્તિની વિગત અને વિરોધીઓની વિગત માંગી હતી. પોલીસે અરજદારોને બોલાવી તેમની પાસેથી તમામ માહિતી ફોર્મ ભરાવી હતી પરંતુ તેમાં સહી લીધી ન હતી.

આ માહિતી પોલીસે ગુપ્ત રાહે મેળવી હોવાનો પણ અરજદારો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. વિશાલ નામના એક અરજદારનું અકસ્માત થતાં તેનું નિવેદન લેવા માટે પોલીસ તેના ઘરે પહોંચી ગઈ હતી અને ઘરે વિચિત્ર સવાલો કરીને ફોર્મ ભર્યું હતું.
First published:

Tags: આક્રોશ, પાટીદાર અનામત, પાટીદાર આંદોલન, પોલીસ, રોષ, વિવાદ, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन