Home /News /gujarat /

સુરત પતિ પત્ની ઔર વો: પત્નીના મોબાઇલમાંથી જ પતિ પોતાના મિત્રોને કરતો મેસેજ, પછી કરતો શંકા

સુરત પતિ પત્ની ઔર વો: પત્નીના મોબાઇલમાંથી જ પતિ પોતાના મિત્રોને કરતો મેસેજ, પછી કરતો શંકા

પરિણીતાએ પોલીસ ફરિયાદ કરી (પ્રતીકાત્મક તસવીર)

Surat News: કોરા કાગળ પર સહી કરાવ્યા બાદ છુટાછેડા માટે પતિ દબાણ કરતો હતો જેને લઇને મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

સુરત: શહેરમાં (Surat News) પતિ પત્ની ઔર વોની (Pati Patni aur woh) વધુ એક ઘટના સામે આવી છે. કતારગામ વિસ્તારમાં રહેતો યુવાન પરસ્ત્રીના પ્રેમમાં (extra marital affair in Surat) એટલો અંધ બની ગયો હતો કે, પોતાની પત્ની પર ચારિત્ર્ય અંગે શંકા રાખી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. પત્ની તથા પુત્રને ઘરની બહાર કાઢી મુકી કોરા કાગળ ઉપર પત્નીને છૂટાછેડા માંગતા પત્નીએ પતિ વિરુદ્ધ સુરતના મહિલા પોલીસ (Surat woman police station) મથકમાં ફરિયાદ નોંધાવી છે.

સુરતમાં મહિલા અત્યાચારની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ વધી રહી છે. સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી પરિણીતાના લગ્ન વર્ષ 2005માં કલ્પેશભાઈ શાહ સાથે થયા હતા. તો તેના માતા-પિતા સાથે મનમેળ નહીં હોવાથી ચોથા દિવસે  પિતાના જૂના ઘરે રહેવા ચાલ્યા ગયા હતા. લગ્નને એકાદ મહિના સુધી પતિ-પત્ની વચ્ચે મનમેળ હતો. પરંતુ ત્યારબાદ કલ્પેશ પરિણીતા પર ચારિત્ર્ય અંગે શંકા રાખી ઝઘડો કરવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - ટ્રિપલ તલાકમાં સજાનો ગુજરાતમાં પ્રથમ કિસ્સો: ક્લાસ 1 અધિરકારીએ પત્નીને ત્રણવાર તલાક કહી હિન્દુ યુવતી સાથે લગ્ન કરી લીધા

મકાનના ભાડુઆત સાથે ઉપરાંત મોબાઇલથી પોતાના જ મિત્રોને મેસેજ કરી તેમની સાથે પણ સંબંધ હોવાના ખોટા આક્ષેપ કરતો હતો. પોતે નોકરી પર જાય ત્યારે પરિણીતાને ઘરમાં ગોંધી રાખતો. આ સાથે તે વોચમેનને કહીને જતો કે, પરિણીતા નીચે ઉતરે નહીં, તેને કોણ મળવા આવે છે તેનું ધ્યાન રાખજે.

આ પણ વાંચો -   સુરતમાં સિટી બસની બ્રેક ફેઇલ થતા ધડાકાભેર હોટલમાં ભટકાઇ, રૂંવાડા ઉભા કરતા CCTV 

જોકે કલ્પેશ અને તેની પત્ની સાથેના ઝઘડાને લઇને સામાજિક આગેવાનોએ દરમિયાનગીરી કરતાં બંને વચ્ચે મામલો થાળે પડયો હતો. આ દંપતીએ પુત્રને દત્તક લીધો હતો. દરમિયાન કલ્પેશને પતિ સાથે સંબંધ હોવાની જાણ થતાં જ ફરીથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા હતા. જે બાદ પતિ ખુલ્લેઆમ પરસ્ત્રી સાથે વિડીયો કોલ ઉપર વાત કરતો હતો. ઉપરાંત કોરા કાગળ પર સહી કરાવી લઈને  સતત  છૂટાછેડા માટે દબાણ કરતો હતો. પતિ અન્ય યુવતીના પ્રેમમાં પાગલ બનેલા પતિએ પત્ની અને પુત્રને ઘરની બહાર કાઢી મુક્યા હતા. જે બાદ પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ સુરતના મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર