સુરત : બિલ્ડર સાથે માતા-પુત્રએ કરી છેતરપિંડી, જમીનના સોદામાં 31.51 લાખનો 'ચૂનો ચોપડ્યો'

પ્રતિકાત્મક તસવીર

બિલ્ડરને વેચેેલી જમીન પર અગાઉ પણ બે વ્યક્તિ પાસેથી પૈસા પડાવ્યા હોવાનો ગંભીર આરોપ, 'કોનો વિશ્વાસ કરવો?'

  • Share this:
રાંદેર તાડવાડી રોડ વિસ્તારમાં રહેતા અને જમીન લે-વેચનું કામ કરતા બ્રોકર સાથે ઓખાગામની જમીન વેચાણના બહાને રૂપિયા 31.51 લાખની ઠગાઈ કરવામાં આવી છે. જમીન માલીક માતા-પુત્રએ તેમના હિસ્સાના ભાગની જમીનના અગાઉ બે જણાને વેચાણ કરી તેમની  પાસેથી પૈસા પડાવી સાટાખત કરી આપ્યા હતા. સુરત ન  રાંદેર તાડવાડી રોડ સીંધી સોસાયટીમાં રહેતા સંજયભાઈ કનૈયાલાલ ડોડાઈ જમીન લે-વેચનો ધંધો કરે છે. સંજયભાઈએ જાન્યુઆરી 2016માં જમીન દલાલ તેના મિત્ર ભાવિન બીસ્કીટવાલાએ સુરત ડીસ્ટ્રીકટ ચોર્યાસી સબ-ડીસ્ટ્રીકટ મો ઓખાગામમાં જુની શરતની ખેતીની જમીન ખરીદી હતી.

આ જમીનના મૂળમાલીક બીપીનચંદ્ર ખંડુભાઈ, સાકરબેન ખંડુભાઈ, શાંતાબેન ખંડુભાઈ, ચંપાબેન ખંડુભાઈ, નિર્મલાબેન ખંડુભાઈ, મીનાબેન ખંડુભાઈ, ઉમાબેન ખંડુભાઈ, હેમલતાબેન ખંડુભાઈ છે જે પૈકી નિર્મલાબેન ઉર્ફે નીરુબેન દસમાં ભાગનો હિસ્સો છે તે તેમના હિસ્સાની જમીન વેચવા માંગે છે. જેથી સંજયભાઈએ નિર્મલાબેન અને તેના દીકરા જીજ્ઞેશ સાથે ભાવિનની અડાજણ સ્નેહસ્મુતિ શોપીંગ સેન્ટરમાં આવેલી ઓફિસમાં મીટીગ કરી હતી. રૂપિયા 51,51,000માં સોદો કર્યો હતો. જેની ગત તા 11મી જાન્યુઆરી 2016ના રોજ સોદા ચિઠ્ઠી બનાવી રૂપિયા 1,51,000 રોકડા આપ્યા હતા અને નિર્મલાબેનની સહી અને અંગુઠો રેવન્યુ સ્ટેમ્પ ઉપર માર્યો હતો.

આ પણ વાંચો : અહેમદ પટેલ હૉસ્પિટલમાં હલન-ચલન કરતા હતા, અંતિમ દિવસોનો વીડિયો સામે આવ્યો

ત્યારબાદ ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા 22,01,000 આપ્યા હતા અને તમામની પહોચ બનાવી હતી. જેમા રેવન્યુ સ્ટેપમ ઉપર નિર્મલાબેનïની સહી-અંગુઠો અને સાક્ષીમાં  જીજ્ઞેશની સહી હતી. ત્યારબાદ પહેલી ઍપ્રિલના રોજ 9,50,000 આપ્યા હતા અને નોટરાઈઝ વેચાણ સાટાખત બનાવ્યો હતો. સંજયભાઈઍ કુલ રૂપિયા 31,51,000 ચુકવ્યા હતા. અને સાટાખતમાં બાકીના રૂપિયા વેચાણ દસ્તાવેજ બનાવતી વખતે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતુ.

જેમાં નિર્મલાબેનનો હિસ્સો છુટો પડાવી સાત-બારમાં પાણીયા છુટા પડાવી બીનખેતી કરી આપવાની જવાબદારી નિર્મળાબેનની હતી. જાકે ત્યારબાદ પણ કોઈ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન સંજયભાઈ વકીલ મારફતે ખબર પડી તે નિર્મળાબેન, સાકરબેન, ઉમાબેન દ્વારા તેમના ભાગનો હિસ્સો તેના ભાઈ મનહરના તરફેણમાં છોડી દીધો છે. જેની દસ્તાવેજમાં નોંધ પણ કરવામાં આવી છે. તેમજ નિર્મળાબેને પાવર ઑફ ઍર્ટની હોલ્ડર તરીકે જીજ્ઞેશ અને કમલેશસિંહ કિશોરસિંહ ગોહિલને વેચાણ કયો છે. અને તે વેચાણ દસ્તાવેજ વખતે નિર્મળાબેન પોતે પણ હાજર હતા.

આ પણ વાંચો :  સુરતમાંથી શંકાસ્પદ કબૂતર મળી આવ્યું, પોલીસ થઈ દોડતી, IBને જાણ કરવામાં આવી

વધુમાં નિર્મળાબેને તેમના હિસ્સાની જમીન પહેલા પણ વિરાજ શશીકાંત કદમ પાસેથી રૂપિયા 15,50,000 અમીત ભાદા અકબરી પાસેથી રૂપિયા 2,00,000 મેળવી જમીનના લખાણ કરી આપ્યા છે. જેમાં જીજ્ઞેશની પણ સહી છે. ત્યારબાદ વેચાણ દસ્તાવેદ કેન્સલ કરાવી જમીન ફરીથી મનહરભાઈ ખંડુભાઈ ભેîસાણીયાના નામે કરી સંજયભાઈ ડોડાઈ સાથે છેતરપિંડી કરી હતી, પોલીસે સંજયભાઈની ફરિયાદ લઈ નિર્મળાબેન ડુમ્મસીયા અને તેના પુત્ર જીજ્ઞેશ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Jay Mishra
First published: