સુરત : કોરોનાની બીજી લહેરમાં મેડિકલ વેસ્ટમાં ધરખમ વધારો, 24 કલાક ચલાવવી પડી રહી છે ભઠ્ઠી

સુરત : કોરોનાની બીજી લહેરમાં મેડિકલ વેસ્ટમાં ધરખમ વધારો, 24 કલાક ચલાવવી પડી રહી છે ભઠ્ઠી
સુરત : કોરોનાની બીજી લહેરમાં મેડિકલ વેસ્ટમાં ધરખમ વધારો, 24 કલાક ચલાવવી પડી રહી છે ભઠ્ઠી

આ પ્લાન્ટમાં 1300 ડિગ્રી ટેમ્પરેચરમાં મેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ વેસ્ટના કારણે સંક્રમણ ફેલાય નહીં એ માટે તેનો યોગ્ય ઢબે નિકાલ થાય એ જરૂરી હોય છે

  • Share this:
સુરત : સુરતમાં કોરોનાની બીજી લહેરમાં સ્થિતિ ખુબ ગંભીર બની છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાના કહેરમાં સપડાયા છે. આ સાથે જ શહેરમાં મેડિકલનાં સાધનોનો વપરાશ પણ વધ્યો હતો. જેના કારણે મેડિકલ વેસ્ટમાં જંગી વધારો થયો હતો. ગત વર્ષની સરખામણીએ લગભગ 1400 ટકાનો વધારો નોંધાયો છે જેને લઈને મેડિકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી 24 કલાક ભઠ્ઠી ચલાવી પડી રહી છે. આ કારણે કર્મચારીઓ પણ ઓછા પડી રહ્યા છે.

કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો કોરોના સંક્રમિત થયા અને આ લહેરમાં પ્રથમ લહેર કરતા વધુ સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત થયા તેની સાથે ઓક્સિજન, બેડ, ઇન્જેકશન, દવાઓ વગેરેનો વપરાશ વધ્યો હતો. જેને લઈને હોસ્પિટલોમાં વપરાયેલી મેડીકલ વસ્તુઓને લઈ મેડિકલ વેસ્ટમાં જંગી વધારો થયો હતો. માત્ર સુરત શહેરની જ વાત કરવામાં આવે તો ગત વર્ષની સરખામણીએ મેડિકલ વેસ્ટમાં 1400 ટકાનો વધારો નોંધાયો હતો.આ પણ વાંચો - અમદાવાદ : લૉકડાઉનના કારણે 40 ટકા વાલીઓને સ્કૂલ ફી ચૂકવવામાં મુશ્કેલી

ગત વર્ષે દરરોજ સરેરાશ 258 કિલો મેડિકલ વેસ્ટ નીકળતો હતો જ્યારે ગત અઢી મહિનામાં દરરોજ સરેરાશ 3,369 કિલો મેડિકલ વેસ્ટ નીકળી રહ્યો છે. મેડિકલ વેસ્ટના નિકાલ માટેના પ્લાન્ટમાં છેલ્લા દોઢ મહિનાથી 24 કલાક ભઠ્ઠી ચલાવવી પડે છે. આ પ્લાન્ટમાં 1300 ડિગ્રી ટેમ્પરેચરમાં મેડિકલ કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ વેસ્ટના કારણે સંક્રમણ ફેલાય નહીં એ માટે તેનો યોગ્ય ઢબે નિકાલ થાય એ જરૂરી હોય છે.

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે 6 ટન મેડિકલ વેસ્ટ નિકાલ થઈ શકે તેવો પ્લાન્ટ છે. જેની ક્ષમતા કરતાં વધારે મેડિકલ વેસ્ટ આવતો હોવાથી કર્મચારીઓ પણ ઓછા પડી રહ્યા છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના વડા ઇ.એચ.પઠાણે જણાવ્યું હતું કે, બીજી લહેરમાં મેડિકલ વેસ્ટનું પ્રમાણ બમણું કરતા વધ્યું છે જે મોટો પડકાર હતો. પણ તમામ કર્મચારીઓએ હિંમતપૂર્વક કામ કરીને આ પડકાર ઝીલ્યો હતો.
Published by:Ashish Goyal
First published:May 13, 2021, 17:00 pm

ટૉપ ન્યૂઝ