સુરત : 1.4 કરોડના MD ડ્રગ્સનો મામલો, 'ફાર્માસીસ્ટ કા દિમાગ, એન્જિનિયર કા ડેરીંગ', વરાછાનો યુવાન ઝડપાયો

સુરત પોલીસનું ઓપરેશન 'ઉડતા સુરત', નશાના નેટવર્ક પર મોટી તરાપ

કરોડો રૂપિયા કમાઈ લેવાના સ્વપ્નો સેવતા ભણેલાગણેલા યુવાનો નશાની અંઘારી આલમમાં ઝંપલાવ્યું હતું. એરોનોટિકલ એંજિનિયર અને ફાર્માસિસ્ટ મળીને ડ્રગ્સ તૈયાર કરવાની મિનિ લેબ-કમ ફેક્ટરી ખડકી દીધી હતી

  • Share this:
સુરત :  થોડા વર્ષ પહેલા અમદાવાદના (Ahmedabad) ડોન લતીફના (Don Latif) કથિત જીવન પર આધારિત શાહરૂખ ખાનની એક ફિલ્મ આવી હતી. આ ફિલ્મમાં શાહરૂખખાને એક બૂટલેગરનો કિરદાર નિભાવ્યો હતો. રઈસ નામની આ ફિલ્મનો એક ડાયલૉગ ખૂબ ફેમશ થયો હતો. જેમાં શાહરૂખ કહે છે કે 'બનીયે કા દિમાગ ઓર મીયા ભાઈ કી ડેરીંગ'. શહેરમાંથી ઝડપાયેલા 1.4 કરોડ રૂપિયાના MD Drugsના કેસમાં પણ આ ડાયલૉગ બંધ બેસતો છે. પોલીસે ઝડપેલા સંકેત નામના એંજિયનિયરે એમ.ડી.ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરી જ ખોલી નાખી હતી અને તેને આ લેબ તૈયાર કરી આપવા માટે એક ફાર્માસિસ્ટ એટલે કે એમ.ફાર્મ થયેલા યુવકે મદદ કરી હતી. પોલીસે આ મામલે વરાછાના રહેવાસી ફાર્માસિસ્ટ પ્રજ્ઞેશની ધરપકડ કરી છે. એટલે કે આ કેસમાં નવી પંચ લાઇન નીકળી છે, 'ફાર્માસિસ્ટ કા દિમાગ, એંજિનિયર કી ડેરિંગ,' ભણેલા ગણેલા શિક્ષિત યુવાનો જ્યારે ગુનાહની દુનિયામાં કદમ મૂકે ત્યારે તેમાથી કઈક નવીન જ ઊભરી આવતું હોય છે. જે સુરતના એમ.ડી. ડ્રગ્સ મામલે સપાટી પર આવી રહ્યું છે.

કડોદરામાં એમ.ડી.ડ્રગ્સ (Surat MD Drugs Case) બનાવતા સંકેતને ડ્રગ્સ બનાવવાની (Accused Engineer) પદ્ધતિ શીખવાડી તમામ સાધન સામગ્રી લાવી આપી લેબોરેટરી સેટ કરી આપનાર તેમજ કેમિકલ ક્યાંથી મેળવવાના અને ડ્રગ્સ બન્યા બાદ કોને સપ્લાય કરવાનું તેની લાઇનદોરી આપનાર મિત્રની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ઉપરાંત, ક્રાઇમ બ્રાન્ચે સલમાન પાસેથી 100 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ ખરીદનાર પાલના એક પેડલરની પણ ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ પણ વાંચો :  અમદાવાદ : સુલેમાની પથ્થર ખરીદવા માટે છાપી હતી 11 લાખની નકલી નોટ, 3 વર્ષ બાદ ઝડપાયો આરોપી

અગાઉ ક્રાઇમ બ્રાન્ચ અને શહેર પોલીસના  મેગા ઓપરેશનમાં ડુમસથી ઝડપાયેલા સલમાનની પુછપરછના આધારે ક્રાઇમ બ્રાન્ચે સરથાણામાંથી 304.98 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે સંકેત શૈલેષભાઇ અસલાલીયાને ઝડપી લીધો હતો. સંકેતની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે કડોદરા ગબ્બરવાલી ગલી જીનવાલા કમ્પાઉન્ડમાં પ્લોટ નં.ઈ ખાતે લુમ્સના કારખાનાની ઉપર માળ ભાડે રાખી ત્યાં ડ્રગ્સ બનાવતો હતો. આથી ક્રાઇમ બ્રાન્ચે તેને તેમજ એફએસએલના અધિકારીઓને પણ સાથે રાખી ત્યાં છાપો મારતા નીચે ધમધમતા લુમ્સના કારખાનાની ઉપર ત્રણ રૂમમાં સંકેતે બનાવેલું નાનું પ્રોડક્શન યુનિટ મળી આવ્યું હતું.

ક્રાઇમ બ્રાન્ચે ત્યાંથી જુદાજુદા કેમિકલ પદાર્થો, પ્રવાહી અને પ્રોસેસ માટેના સાધનો કબ્જે કર્યા હતા. દરમિયાન, વડોદરાની પારુલ યુનિવર્સીટીમાંથી ડિપ્લોમા એરોનોટીકલ એન્જીનીયર થયેલો સંકેતને ડ્રગ્સ બનાવવાની પદ્ધતિ શીખવાડી તમામ સાધન સામગ્રી લાવી આપી લેબોરેટરી સેટ કરી આપનાર તેમજ કેમિકલ ક્યાંથી મેળવવાના અને ડ્રગ્સ બન્યા બાદ કોને સપ્લાય કરવાનું તેની લાઇનદોરી આપનાર મિત્ર પ્રજ્ઞેશ પ્રવિણભાઈ ઠુમ્મરને ગત મોડીસાંજે ઝડપી પાડી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

એમ.ફાર્મ થયેલો પ્રજ્ઞેશ અગાઉ સચીન ખાતે એક ફાર્મા કંપનીમાં નોકરી કરતો હતો. જોકે, બાદમાં ફાર્મા કંપની માટે જોબવર્ક શરૃ કરનાર પ્રજ્ઞેશે સંકેતને ડ્રગ્સનો ધંધો સેટ કરવામાં તમામ મદદ કરી હતી. સંકેત સાથે કેમિકલની ખરીદી માટે પણ જતો પ્રજ્ઞેશ. સંકેતની કમાણીમાં ભાગીદાર પણ હતો. ક્રાઇમ બ્રાન્ચ સંકેત અને પ્રજ્ઞેશની પુછપરછ હાથ ધરી તે જાણવા પ્રયાસ કરી રહી છે કે તેઓ કેમિકલ, સાધનો,સામગ્રી ક્યાંથી લાવતા હતા અને ડ્રગ્સ કેવી રીતે બનાવી કોને કોને સપ્લાય કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચ તેમની નાણાંકીય લેવડદેવડ અંગે પણ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો :  વલસાડ : 'હું મારી બીમારીથી કંટાળીને આત્મહત્યા કરું છું,' હોમ ક્વૉરન્ટાઇન વૃદ્ધનો આપઘાત

ક્રાઇમ બ્રાન્ચે 1.11 કિલોગ્રામ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયેલા સલમાન ઉર્ફે અમન ઝવેરી પાસેથી 100 ગ્રામ ( રૃ.10 લાખની કિંમતનું ) એમ.ડી.ડ્રગ્સ ખરીદનાર પેડલર મો.સુફીયાન ઉર્ફે બાબા અશરફ મેમણ ની પણ ગતરોજ ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ તેની પુછપરછના આધારે સુરતમાં ડ્રગ્સના નેટવર્કમાં સામેલ અન્યો સુધી પહોંચશે
Published by:Jay Mishra
First published: