સુરત : વરાછામાં હીરા કારખાનામાં મેનેજરે 1.25 લાખ રૂપિયાના હીરાનો બદલો માર્યો

સુરત : વરાછામાં હીરા કારખાનામાં મેનેજરે 1.25 લાખ રૂપિયાના હીરાનો બદલો માર્યો
પ્રતિકાત્મક તસવીર

પોલીસે મેનેજર સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

  • Share this:
સુરત : વરાછા માતાવાડી ખાતે શીવાજંલી કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલા સ્માઈલ ઈમ્પેક્ષ નામના હીરાના કારખાનામાંથી મેનેજર અને સેકન્ડ મેનેજરે રૂપિયા 1.25 લાખની કિંમતના ઉંચી ક્વોલિટીના હીરા ચોરી તેના બદલામાં હલકી કક્ષાના હીરા મુકી છેતરપિંડી કરતા મામલો પોલીસમાં પહોચ્યો છે. પોલીસે મેનેજર સહિત ત્રણ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

કોરોના મહામારી વચ્ચે હીરા ઉધોગ હજુ તો જોર પકડે તે પહેલા આ ઉદ્યોગમાં ચોરી છેતરપિંડી સાથે ઉઠામણાના પગલે સામી દિવાળીએ ઉદ્યોગ જીવિત થાય પહેલા તેની કમર તૂટી જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ બધું ઓછું હોય તેમ હવે કારખાનામાં કામ કરતા કારીગર સારા હીરા ચોરી કરી જઈને ખરાબ ગુણવતાવાળા હીરાનો બદલો મારતા હોય છે. આવી એક ઘટના સામે આવી છે.આ પણ વાંચો - જામનગર: જયેશ પટેલ ગેંગ પર પોલીસનો ગાળીયો કસાયો, આઠ સાગરીતની ધરપકડ

સુરતના કતારગામ હાથીમંદિર રોડ સર્જન સોસાયટીમાં રહેતા રાજેશ મોહનભાઈ શેટા વરાછા માતાવાડી ખાતે શીવાજંલી કોમ્પ્લેક્ષમાં પહેલા માળે સ્માઈલ ઈમ્પેક્ષ નામના હીરાનુ કારખાનું ધરાવે છે. રાજેશભાઈના હીરા કારખાનામાં મેનેજર તરીકે નરસિંહ મગન હડીયા અને સેકન્ડ મેનેજર તરીકે જીગ્નેશ લક્ષ્મણ વાવીયા હતા. દરમિયાન આ બંને મેનેજરોએ કમલેશ ભીખા કાતરીયા સાથે મળી 13 તારીખના રોજ રાત્રે 8.15 કલાકે કારખાનામાંથી અલગ અલગ પેકેટમાંથી 25 નંગ ઉંચી ક્વોલિટીના તૈયાર હીરા જેની કિંમત રૂપિયા 1,25,000 થાય છે. તે લઈને તેની જગ્યાએ નીચી હલકી ક્વોલિટીના હીરા મુકી છેતરપિંડી કરી હતી.

આ અંગેની જાણ થતા કારખાનાના માલિક રાજેશભાઈએ તેમની ફેકટરીમાં કામ કરતા મેનેજર સહિત ત્રણેય સામે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:October 16, 2020, 17:37 pm

ટૉપ ન્યૂઝ