સુરત (Surat) માં ટ્રાફિક જવાન (Traffic Police) દ્વારા કરવામાં આવતી હપ્તાખોરીને ખુલ્લુ પાડવા જનાર વકીલ (Lawyer) પર ટીઆરબી (TRB) જવા સુપરવાઈઝરે કર્યો હુમલો (Attack). આ મામલે વકીલ મંડળ પણ પોલીસ વિરુદ્ધ મેદાને
સુરતમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે સુધરી હોવાની મોટી મોટી વાતો કરતા સુરત પોલીસ કમિશનર વિભાગના કર્મચારીઓ ગુંડાગીરી પર ઉતરી આવ્યા હોય તેવી એક ઘટના આજરોજ સામે આવી છે. સુરતના સચાના વિસ્તારમાં ટ્રાફિક પોલીસ સાથે ફરજ બજાવતા ટીઆરપી જવાનો હપ્તાગોરી કરતા હતા, ત્યારે હપ્તાખોરીના આ કૌભાંડને ખુલ્લું પાડવા માટે સુરતના એક વકીલ પહોંચ્યા હતા અને પોતાના મોબાઇલમાં વિડીયો બનાવી રહ્યા હતા. આ જોઈ ટીઆરબી જવાન ઉશ્કેરાયો હતો અને ડંડા વડે જાહેરમાં વકીલને માર માર્યો હતો. માર ખાધા બાદ વકીલ સારવાર લઈ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા ગયેલા. આ મામલાના વકીલ મંડળમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વકીલ મંડળ આ વકીલની સાથે મેદાનમાં આવ્યા છે અને પાસના કન્વીનર પણ પોલીસ સ્ટેશન પહોંચી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો છે
સુરત પોલીસ ગુનાખોરી ડામવાની મોટી મોટી વાતો કરે છે, તેની વચ્ચે સુરત પોલીસ સૌથી વધારે હપ્તાખોરી પણ કરતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. પોલીસ વિભાગના કર્મચારીઓ સતત લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ રહ્યા છે, ત્યારે સુરતના વિસ્તારમાં રહેતા મેહુલ બોઘરા નામના વકીલ છેલ્લા લાંબા સમયથી સુરત ટ્રાફિક પોલીસના જવાનો દ્વારા જે હપ્તાખોરી કરવામાં આવતી હોય છેસ તેને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુલ્લું પાડવાનું કામ કરે છે.
સુરતના વકીલ મેહુલ બોઘરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો
આજરોજ પણ તેઓ પોલીસ હપ્તાખોરી કરી રહી હોવાની માહિતી મળતા તેઓ ટીઆરબી સુપરવાઈઝરનો વીડિયો મોબાઈલમાં બનાવી સોશિયલ મીડિયા ઉપર લાઈવ કરી રહ્યા હતા, તે દરમિયાન ત્યાં ફરજ બજાવતો ટીઆરબી જવાન, સુપરવાઇઝર સાજન ભરવાડ હતો, જેમણે ડંડો લઈ જાહેરમાં વકીલને ઢોર માર માર્યો હતો. વકીલ ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને આ પોલીસ કર્મચારી જોડે ફરજ બજાવતા ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા, ત્યાં પોલીસે ફરિયાદ તો લીધી પણ સામાન્ય ફરિયાદ જ દાખલ કરી. તેની સામે ટીઆરબી જવાનની ફરિયાદ લઈ વકીલ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો હતો, જેને લઇને વકીલ મંડળ મેદાને ઉતર્યું હતું.
મેહુલ ગોઘરા પોલીસના ભ્રષ્ટાચારને લઈને લાંબા સમયથી સોશિયલ મીડિયા પર એક આંદોલન ચલવી રહ્યા છે અને આંદોલનના ભાગરૂપે આજે ટ્રાફિક પોલીસને ખુલ્લો પાડવા જતા તેમના પર હુમલો થયો હતો. જોકે મોડી સાંજે આ મામલે પાસના કન્વીનરો દ્વારા મેહુલ ગોઘરાના તરફેણમાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો.