સુરત : શહેરમાં વધુ એક હીટ એન્ડ રન, કારની અડફેટે સાયકલ ચાલક આધેડનું મોત, અકસ્માત CCTVમાં કેદ

CCTV વીડિયોના ફૂટેજ

સુરતમાં બેકાબૂ ગાડીએ રસ્તો ક્રોસ કરી રહેલા એક કામદારનો ભોગ લીધો, મૃતકના પરિવારની સ્થિતિ કફોડી બની

  • Share this:
સુરત : સુરત શહેરમાં રાત પડતા માતેલા સાંઢની જેમ ગાડી હંકારતા ચાલકોના કારણે અનેક નિર્દોષ વ્યક્તિઓની જિંદગી હોમાઈ ગઈ છે. કાર ચાલકોની બેદરકારીના કારણે અવારનવાર હીટ એન્ડ રનની ઘટના સુરત શહેરમાં ઘટતી હોય છે તેવામાં આવે સુરતમાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ત્યારે વધુ એક હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે.

શહેરના હજીરા વિસ્તારમાં આવેલી લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ગેટ પાસે હીટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી. સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહેલા સિક્યુરિટી ગાર્ડ આધેડને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં આધેડનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યુ હતુ. જો કે આ હીટ એન્ડ રનની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેના આધાર પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

હજીરા એલ.એન્ડ.ટી. કંપનીના ગેટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા મૂળ બિહારના અને તપોવન સોસાયટી મોરામાં રહેતા ૫૫ વર્ષીય રામ નિહોર સોનેલાલ ઠાકુર સાયકલ લઈને નીકળ્યા હતા. રાત્રિના સમયે તેઓ એક રસ્તો ક્રોસ કરીને ડિવાઈડરથી આગળ વધી બીજો રસ્તો ક્રોસ કરી રહ્યા હતા એ દરમિયાન કાર ચાલકે તેઓને અડફેટે લીધા હતા.

આ પણ વાંચો : અમદાવાદ : અઘોરીએ ભૂવાને કહ્યું,'તારી પત્નીનો પ્રેમ સંબંધ છે,' શેલાએ રાજુની કરી હત્યા

જેથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. એક્સિડન્ટ કરીને કાર ચાલક નાસી ગયો હતો. બનાવની જાણ થતા જ હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હોય છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા કારચાલકને શોધવા પણ પોલીસે સીસીટીવી સહિતના ફટેજને ચેક કરી કાર ચાલકને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.આ પણ વાંચો :  સુરત : રત્નકલાકારના વેશમાં નીકળો વરાછાનો રીઢો ચોર, રત્નકલાકારોની જ 30

એક કાર ચાલકની બેદરકારી કારણે એક કામદારના પરિવારના મોભીનો દીવો ઓલવાઇ ગયો છે. ઘટના કારણે મૃતકના પરિવારમાં આક્રંદ છે. 55 વ્યક્તિ જીવનની આ ઉંમરે પણ રોજી રોટીની તલાશમાં કામ ધંધો કરતો હતો અને તેવામાં જ તેને મોત મળ્યું છે. સુરત પોલીસની ટીમ દ્વારા કાર ચાલકોની બેફામ ડ્રાઇવીંગ પર અંકુશ લાદવા માટે કડક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. આ ઘટના ભલે હજીરામાં ઘટી હોય પરંતુ સુરત શહેર આવી અનેક ઘટનાઓના કારણે હચમચી ઉઠે છે ત્યારે પોલીસની જવાબદારી છે કે આવા તત્વોને અંકુશમા ંરાખે
Published by:Jay Mishra
First published: