સુરતના સોસીયલ મીડિયા (Surat Viral Video) એક વિડીયો વાયરલ થયો છે જેને લઈને ભારે ચર્ચા ઉભી થવા પામી છે. આ વીડિયોમાં એક હીરાના વેપારી તેમની ઓફિસમાં (Diamonds businessman) બેઠા હોય છે અને પલ વારમાં પોતાની ખુરશીમાંથી ઢળી પડે છે અને (Sudden death) તેમનું કરુંણ મોત થઇ જાય છે જોકે આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી માં કે થઇ જવા પામી છે હાલ આ વીડિયો ને લઈને હીરા ઉધોગમાં ભારે ચર્ચા સાથે ડરનો માહોલ (Fear with pain) જોવા મળી રહ્યો છે. આ સીસીટીવી (CCTV Video) વીડિયોના ફૂટેજ જોઈને કોઈ પણ વ્યક્તિને પેલી ઉક્તિ યાદ આવી જશે કે 'ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું'
લોકોને મોત ક્યાં અને કેવી રીતે આવે છે તે લોકો વિચારી શકતા નથી અને તેની કલ્પના પણ ખોરવી શક્ય નથી ત્યારે સુરત માં એક વિડીયો વાઇરલ થયો છે તે લોકોને વિચારવા માટે મજબુર કરી નાખ્યા છે. સુરત ના એક હીરા વેપારી પોતાની ઓફિસ માં બેસીને કામ કરે છે અને અચાનક પોતાની ખુરશીપરથી ઢળી પડે છે અને તેમનું મોત થઈ જાય છે.
જોકે આ વેપારી જયારે ઢળી પડે છે ત્યારે તેમનો સ્ટાફ તેમની મદદ માટે દોડી જાય છે પણ સ્ટાફની મદદ મળે તે પહેલાં તેમનું મોચ થઇ જાય છે. જોકે આ વેપારી સુરતના હોવાની એક ચર્ચા છે પણ ડાયમંડ ઉધોગ સાથે જોડાયેલા લોકો આ મામલે કઈ બોલવા નથી માગતા આ અમગ્ર ઘટના ઓફિસમાં લાગેલા સીસીટીવી માં કેદ થઇ જાય છે અને આ સીસીટીવી હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.
આ વીડિયોમાં એક વેપારી પોતાની ખુરસી પર બેસીને કામ કરતા કરતા અચાનક મોટેન ભેટે છે આ મોટ લોકોની આંખ સામે થયું હોય તેવા વીડિયોને લઈને હાલ હીરા ઉધ્ધોગ સાથે જોડાયેલા લોકોમાં ચિંતા સાથે ડરનો માહોલ જોવા મળે છે. કારણકે કોરોના મહામારી વચ્ચે ઉધોગ ચાલતો નથી અને તેમાં પણ આવી ઘટના લોકોને હચમચાવી નાખ્યા છે ત્યારે આ વિડીયો સુરતનો હોવાનું અનુમાન છે કારણકે ડાયમંડ ઉધોગ સૌથી વધુ સુરત માં છે ત્યારે આ વીડિયોને લઈને કોઈ પુષ્ટિ હજુસુધી કરવામાં નથી આવી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર