સુરતમાં રોગચાળો વકર્યો, આરોગ્ય વિભાગમાં દોડધામ

Parthesh Nair | News18
Updated: October 4, 2015, 5:02 PM IST
સુરતમાં રોગચાળો વકર્યો, આરોગ્ય વિભાગમાં દોડધામ
સુરત# સુરત શહેર ડેન્ગ્યૂ, સ્વાઇન ફલુ તથા મેલેરિયાના ભરડાના દલદલમાં ફસાય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દિનપ્રતિદિન સ્વાઇન ફલુ તથા ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયુ છે. એક તરફ રોગચાળો કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર વિવિધ મુહિમ ચલાવી રહ્યું છે ત્યારે બીજી તરફ રોગચાળો અટકવાનું નામ નથી દેતુ. અત્યાર સુધી સ્વાઇન ફલુમાં 18 તથા ડેન્ગ્યૂમાં 5ના મોત નિપ્જ્યા છે.

  • News18
  • Last Updated: October 4, 2015, 5:02 PM IST
  • Share this:
સુરત# સુરત શહેર ડેન્ગ્યૂ, સ્વાઇન ફલુ તથા મેલેરિયાના ભરડાના દલદલમાં ફસાય રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. દિનપ્રતિદિન સ્વાઇન ફલુ તથા ડેન્ગ્યૂના કેસોમાં સતત વધારો નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયુ છે. એક તરફ રોગચાળો કાબૂમાં લેવા માટે આરોગ્ય તંત્ર વિવિધ મુહિમ ચલાવી રહ્યું છે ત્યારે બીજી તરફ રોગચાળો અટકવાનું નામ નથી દેતુ. અત્યાર સુધી સ્વાઇન ફલુમાં 18 તથા ડેન્ગ્યૂમાં 5ના મોત નિપ્જ્યા છે.

જુલાઈ માસથી શહેરમાં રોગચાળાએ માથું ઊંચક્યું છે. બીજી બાજુ ઓગસ્ટ માસથી સ્વાઈન ફ્લૂનો આતંક શરૂ થયો છે. તેમાંય તાવ, મલેરિયા અને ઝાડા-ઊલટી, કોલેરાના કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે પાલિકા દ્વારા ચાલી રહેલી આરોગ્યલક્ષી કામગીરીના દાવા પોકળ સાબિત થઈ રહ્યાં છે. દરમિયાન આજરોજ સ્વાઈન ફ્લૂના વધુ 3 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જેની સાથે સ્વાઈન ફ્લૂના 147 જેટલા દર્દીઓનો  રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે આ સિઝનમાં સ્વાઈન ફ્લૂનો મૃત્યુનો આકંડો 18 થયો છે. ઉલ્લેખનીય છે કે, શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂના ૩૨ દર્દી સારવાર હેઠળ છે. જ્યારે ત્રણ દર્દીની હાલત કટોકટ જણાતા વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. તો સ્વાઇન ફલુ સાથે શહેરમાં ડેન્ગ્યૂનો ભારે આતંક દેખાઈ રહ્યો છે. ચાલુ માસમાં શહેરમાં કુલ ડેન્ગ્યૂના 1256 દર્દી પૈકી 137 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

સ્વાઇન ફલુ તથા ડેન્ગ્યૂની સાથોસાથ હવે મેલેરિયા, ટાઇફોડ તથા સામાન્ય તાવએ પણ લોકોનો ભોગ લેવાનું શરૂ કર્યુ છે. અત્યાર સુધી મેલેરિયા અને ટાઇફોડ જેવા રોગોએ પાંચનો ભોગ લઇ ચુકયા છે. શહેરમાં બદલાતા જતા વાતાવરણને કારણે આવા રોગોનું પ્રમાણ વધી રહ્યું હોય તેવું અનુમાન આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે, જે રીતે સ્વાઇન ફલુ તથા ડેન્ગ્યૂ બાદ જે રીતે મેલેરિયા, ટાઇફોડ જેવા રોગોમાં જે રીતે વધારો થઇ રહ્યો છે તેને જોતા આરોગ્ય તંત્રની ટીમ ચિંતામાં મુકાઇ ગઇ છે. આવનારા સમયમાં આ રોગોનું પ્રમાણ વધશે તેવી શંકા આરોગ્ય તંત્ર વ્યકત કરી રહ્યું છે.

માથાના દુખાવો સમાન સુરતમાં વકરી રહેલો રોગચાળાને નાથવા માટે સુરત મહાનગર પાલિકાની રેપીડ રિસ્પોન્સ ટીમ દ્વારા 371 ઘરોમાં સર્વે કરી કુલ 1740 વસ્તી આવરી લઇને 12 વ્યકિતઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હતી. દર્દીને તેમજ દર્દીના કલોઝ કોન્ટેકટ ધરાવતા એક વ્યકિતમાં રોગના લક્ષ્ણો દેખાતાં સારવાર શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત જો કોઇ વ્યકિતમાં સ્વાઇન ફલુના લક્ષ્ણો દેખાય તો તેની આસપાસ રહેતા તથા સોસાયટીના તમામ લોકોને તાત્કાલિક ધોરણે તપાસની કાર્યવાહી હાથ ધરાય રહી છે. આરોગ્ય તંત્ર એક તરફ એમ કહી રહ્યું છે કે, આરોગ્યને નાથવા માટે તેઓ તમામ પ્રયત્ન કરી રહ્યાં છે, જો કે આરોગ્ય તંત્રની ટીમના આટલા પ્રયત્ન કરવા છતાં પણ સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે અને લોકોનો ભોગ લેવાય રહ્યો છે. તો હવે જોવાનું એ રહ્યું કે, વકરી રહેલો આ રોગચાળો ક્યારે કાબુમાં આવશે અને હજી કેટલાનો ભોગ લેશે..
First published: October 4, 2015, 5:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading