સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સામાજિક તત્વોમાં તક દિવસેને દિવસે વધી રહ્યો છે પોલીસ અને કાયદાની બીક નથી રહી તે પ્રકારે જાહેરમાં લોકોને માર મારતા હોય છે અને આવી જ મારામારીના વિડીયો અથવા તો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જ પોલીસ કાર્યવાહી કરતી હોય છે
સુરતમાં જાણે કાયદાનો ડર રહ્યો નથી કે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું જોવા મળી રહ્યું છે સામાન્ય બાબતે લોકો જાહેરમાં મારામારી કરતાં પણ અચકાતા નથી ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારના સીએનજી પેટ્રોલ પંપ પર 15 કરતા વધુ વ્યક્તિ ઓએ પેટ્રોલ પંપનાં કર્મચારીનેજાહેરમાં ઢોર માર માર્યો હતો જોકે મારામારીની આ સમગ્ર ઘટના પેટ્રોલ પંપનાં CCTVમાં કેદ થઈ જતા સોશિયલ મીડિયામાં વાયરલ થતાની સાથે હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે
સુરત પોલીસની નિષ્ક્રિયતાને પગલે સુરતમાં સામાજિક તત્વોમાં તક દિવસેને દિવસે વધી રહ્યો છે પોલીસ અને કાયદાની બીક નથી રહી તે પ્રકારે જાહેરમાં લોકોને માર મારતા હોય છે અને આવી જ મારામારીના વિડીયો અથવા તો સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ જ પોલીસ કાર્યવાહી કરતી હોય છે
ત્યારે ગતરોજ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા બમરોલી ખાતે નાથજી પેટ્રોલ પંપ પર કામ કરતાં યોગેશ નામનાં કર્મચારીનું ગેસ પર આવેલા એક રિક્ષા ચાલક સાથે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી જોતજોતામાં આ બાબતેને ધ્યાને લઇ રિક્ષાચાલકે ફોન કરી પોતાનાં મળતિયાઓને બોલાવ્યા હતા અને 15 કરતાં વધુ વ્યક્તિઓને ભેગા થઈને પેટ્રોલ પંપનાં કર્મચારી યોગેશને જાહેરમાં ઢોર માર માર્યો હતો જોકે પેટ્રોલ પંપ પર કર્મચારીને મારવાને લઈને ગેસ ભરવા આવેલા અને પેટ્રોલ પંપનાં કર્મચારીઓમાં થોડા સમય માટે ફફડાટ મચી જવા પામ્યો હતો
એવી તો શું વાત થઇ હતી કે રિક્ષાચાલકો પોતાનાં મળતીયા બોલાવીને આ પેટ્રોલ પંપનાં કર્મચારીને જાહેરમાં ઘસડીને ઢોર માર માર્યો હતો જોકે મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી ઇજાગ્રસ્ત કર્મચારીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા બાદ રજા આપી દેવામાં આવી હતી પણ સામાન્ય બાબતે આ રિક્ષાચાલકો અસામાજીક તત્વોને બોલાંવી જે રીતે પેટ્રોલ પંપ પર મારામારી કરી હતી તેને લઈને પેટ્રોલ પંપ સંચાલક દ્વારા મારામારીનાં વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યા હતા વીડિયો વાયરલ થતાંની સાથે જ પોલીસે આ મામલે કાર્યવાહી શરૂ કરી હતી સુરત શહેરમાં લાંબા સમયથી અસામાજીક તત્વો આ પ્રકારનાં કૃત્ય કરતા હોય છે પોલીસ તેમના પર કડક કાર્યવાહી કરતી નથી જેને લઇને આવા લોકોને જાણે કાયદો હાથમાં લેવાનો છૂટો દોર મળી ગયો હોય તેવું લાગે છે શહેરમાં આવા પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે ત્યારે જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં પોલીસ કયા પ્રકારની કડક કાર્યવાહી કરે છે
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર