સુરતમાં વેપારીને લૂંટવાનો પ્રયાસ, બે રાઉન્ડ ફાયરિંગ

સુરતઃ સુરતના કડોદરામાં ૨૨ લાખની લુંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ગઇ કાલે રાત્રે ફરીં લુટારાઓએ એક મોબાઇલના વેપારીને ટારગેટ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

સુરતઃ સુરતના કડોદરામાં ૨૨ લાખની લુંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ગઇ કાલે રાત્રે ફરીં લુટારાઓએ એક મોબાઇલના વેપારીને ટારગેટ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

  • Web18
  • Last Updated :
  • Share this:
સુરતઃ સુરતના કડોદરામાં ૨૨ લાખની લુંટનો ભેદ ઉકેલાયો નથી ત્યાં ગઇ કાલે રાત્રે ફરીં લુટારાઓએ એક મોબાઇલના વેપારીને ટારગેટ કરી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. અને બે રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું.

કડોદરાના ક્રિષ્નાનગરમાં અપના મોબાઈલ અને  મની ટ્રાન્સફર ના ધંધા સાથે સંકળાયેલા યાકુબ ભાઈ પોતાની દુકાન બંધ કરી કારમાં ઘરે જવા નીકળિયા ત્યાં દેશી તમંચા સાથે ચાર હિન્દી ભાષી લુંટારા ત્રાટક્યા હતા અને બે રાઉન્ડ ફાયરીગ કરી યાકુબભાઈ પાસે રૂપિયા ભરેલી બેગ છીનવા પ્રયાસ કરતા દુકાનદારે પ્રતિકાર કરતા લુંટારાએ તમંચાની બટ માથામાં મારી ભાગી છુટ્યા હતા. દુકાનદારે પ્રતિકાર કરતા લૂંટારૂઓએ બે રાઉન્ડ ફાયરિંગ કરી ભાગી છુટ્યા હતા.લુટારા નો ભોગ બનેલા યાકુબ ભાઈને કડોદરાની સંજીવની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે.

થોડા સમય અગાઉ જવેલર્સ પાસેથી રૂ.22લાખ લૂંટ્યા હતા

સુરતઃસુરતના કડોદરા વિસ્તાર આમતો જી.આઈ.ડી.સી વિસ્તાર હોવાથી આ વિસ્તારમાં લાખો પરપ્રાંતીઓ નોકરી અર્થે આવી વસ્યા છે.તો કેટલાક રીઢા લોકો પણ આ જ વિસ્તારમાં આવી સક્રિય થયા છે.અને ચોરી-લુંટ ને અંજામ આપી ફરાર થઇ જાય છે. હજી થોડા સમય પહેલા કડોદરા સરદાર કોમ્પ્લેક્ષમાં આવેલી મોનિકા જવેલર્સમાં ચાર લુટારાઓ એ સોના-ચાંદી અને રોકડ મળી ૨૨ લાખની લુટ કરી હતી. જે ગુનો હજી પોલીસ ઉકેલી સકી નથી.
First published: