પુરીની જગન્નાથ યાત્રા પર સુપ્રીમની રોક, કોર્ટે કહ્યું- 'જો મંજૂરી આપીએ તો ભગવાન પણ માફ નહીં કરે'

News18 Gujarati
Updated: June 18, 2020, 1:39 PM IST
પુરીની જગન્નાથ યાત્રા પર સુપ્રીમની રોક, કોર્ટે કહ્યું- 'જો મંજૂરી આપીએ તો ભગવાન પણ માફ નહીં કરે'
ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ મહામારીના સમયમાં આવી કોઈ પ્રવૃત્તિને છૂટ આપી શકાય નહીં, અમદાવાદની રથયાત્રા અંગે પણ ગુજરાત સરકારે કોઈ નિર્ણય નથી કર્યો.

  • Share this:
નવી દિલ્હી : દેશની સૌથી મોટી અને ઐતિહાસિક જગન્નાથ પુરીની રથયાત્રા (Lord Jagannath Puri Rath Yatra) પર સુપ્રીમ કોર્ટે  (Supreme Court)રોક લગાવી દીધી છે.  રથયાત્રા (Rath Yatra)પર રોક લગાવતા કોર્ટે એવી ટિપ્પણી કરી છે કે, જો આવા મહામારી (Corona Pandemic)ના સમયમાં અમે રથયાત્રાની મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ પણ અમને માફ નહીં કરે.

રથયાત્રા પર રોક લગાવતા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાએ ટિપ્પણી કરી હતી કે, "જો અમે રથયાત્રાને મંજૂરી આપીએ તો ભગવાન જગન્નાથ અમને માફ નહીં કરે." કોર્ટે કહ્યું છે કે આ મહામારીના સમયમાં આટલી મોટી સંખ્યામાં લોકોને એકઠા થવાની છૂટ આપી ન શકાય.

ગુજરાતમાં રથયાત્રા કાઢવા અંગે અસમંજસ

દેશની સૌથી મોટી રથાયાત્રા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકી દીધો છે ત્યારે અમદાવાદમાં રથયાત્રા કાઢવી કે નહીં તે અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. બીજી તરફ મંદિર તરફથી રથયાત્રા કાઢવાની સંપૂર્ણ તૈયારી કરી દેવામાં આવી છે. હાલ મંદિર તરફથી સરકારના નિર્મયની પ્રતિક્ષાની રાહ જોવામાં આવી રહી છે.

આ પણ વાંચો : અમદાવાદ : દીકરીના લગ્નનો ખર્ચ ચૂકવવા માટે મંગાવેલા રૂપિયા ગઠિયો લઈ ગયો

અમદાવાદમાં રથયાત્રા રદ થવાની સંભાવના વધારે 

સુપ્રીમ કોર્ટે હવે જ્યારે પુરીની રથયાત્રાને મંજૂરી નથી આપી ત્યારે આ નિર્ણયને આધારે ગુજરાત સરકાર રથયાત્રા કાઢવાને મંજૂરી નહીં આપે તેવી શક્યતા વધારે રહેલી છે. બુધવારે રાજ્યના ગૃહ રાજ્ય પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સરકારે આ અંગે હજુ કોઈ નિર્ણય કર્યો નથી.

મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે 'રથયાત્રાના રૂટ પર 24 કન્ટેનમેન્ટ ઝોન આવે છે. આ રૂટમાં 1600 દર્દીઓ છે. હાલમાં સરકારે પોલીસ અને તમામ વિભાગો પાસે આ અંગે ફીડબેક મંગાવ્યો છે. હાલમાં રથયાત્રા કાઢવા અંગે કોઈ નિર્ણય લેવાયો નથી.'

આ પણ વાંચો : દેશના બે મોટા શહેરમાં ચીનના સૌથી વધારે નાગરિક, હવે સુરક્ષાને લઈને ઉઠ્યા સવાલ
First published: June 18, 2020, 1:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading