ન્યૂઝ 18 ગુજરાતી : ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો હતો. જેના પગલે સુપ્રીમ કોર્ટ આવતી બુધવારે આ અરજીની સુનાવણી હાથધરી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે ચૂંટણી પંચને નોટિસ ફટકારી અને જવાબ માંગ્યો છે. આ મામલે વધુ સુનાવણી 25મી જૂને થશે.
રાજ્યસભાની આ બંને બેઠકો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીમાં જીતતા ખાલી પડી છે. અમરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અરજીમાં ચૂંટણી પંચને બંને બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો. આ અરજીના પગલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે.
દરમિયાન કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સુપ્રિમ કોર્ટે બંધારણની રક્ષા માટે ચુકાદો આપશે. આ મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે જેની વધુ સુનાવણી 25મી જૂને થશે.
Supreme Court issues notice to Election Commission on a plea of Gujarat Congress leader Pareshbhai Dhanani against the decision of the Commission to hold separate by-polls for two vacant Rajya Sabha seats in the state. Matter posted for Tuesday, 25 June.
ચૂંટણી પંચની અધિસૂચના પ્રમાણે અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23 મેના રોજ મળી ગયું હતું. જ્યારે સ્મૃતિ ઇરાનીને પ્રમાણપત્ર 24 મે ના રોજ મળ્યું હતું. આમ બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થયું હતું. આ આધારે પંચે રાજ્યની બંને સીટોને અલગ-અલગ માની છે. જોકે ચૂંટણી એક જ દિવસે થશે.
શાહને કેન્દ્રીય ગૃહમંત્રી, જ્યારે સ્મૃતિને મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી બનાવાયા છે. ધાનાણીએ પંચના આદેશને રદ કરવા તથા તેને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને શૂન્ય જાહેર કરાવનો અનુરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. તેમણે માગ કરી છે કે, પંચને ગુજરાત સહિત બધા રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી અને ચૂંટણી સાથે-સાથે કરાવવાનો નિર્દેશ આપવામાં આવે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર