ગુજરાતની રાજ્યસભા ચૂંટણી અંગે કોંગ્રેસની અરજી પર સુપ્રીમમાં કાલે સુનાવણી

ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે.

News18 Gujarati
Updated: June 18, 2019, 11:33 AM IST
ગુજરાતની રાજ્યસભા ચૂંટણી અંગે કોંગ્રેસની અરજી પર સુપ્રીમમાં કાલે સુનાવણી
પરેશ ધાનાણી (ફાઇલ તસવીર)
News18 Gujarati
Updated: June 18, 2019, 11:33 AM IST
નવી દિલ્હી: ગુજરાત કોંગ્રેસે સોમવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી રાજ્યમાં બે રાજ્યસભા બેઠકો પર અલગ-અલગ પેટાચૂંટણી કરાવવાના ચૂંટણી પંચના નિર્ણયને પડકાર્યો છે. જેના પગલે સુપ્રીમ કોર્ટ આવતી કાલે બુધવારે આ અરજીની સુનાવણી હાથધરશે. રાજ્યસભાની આ બંને બેઠકો ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભા ચૂંટણીમાં જીતતા ખાલી પડી છે. અમરેલીથી કોંગ્રેસના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ અરજીમાં ચૂંટણી પંચને બંને બેઠકો પર એકસાથે ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપવા અનુરોધ કર્યો હતો.

આ અંગે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું હતું કે, ગુજરાત કોંગ્રેસે ચૂંટણીપંચે બહાર પાડેલા ગેરબંધારણીય જાહેરનામા સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અમે ગુજરાતમાં બંધારણ અને લોકશાહીને બચાવવા માટે લડીશું. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ બંધારણ અને આપણી લોકશાહીની હત્યા થતી અટકાવશે.


Loading...

ચૂંટણી પંચની અધિસૂચના પ્રમાણે અમિત શાહને લોકસભા ચૂંટણી જીતવાનું પ્રમાણપત્ર 23 મેના રોજ મળી ગયું હતું. જ્યારે સ્મૃતિ ઇરાનીને પ્રમાણપત્ર 24 મે ના રોજ મળ્યું હતું. આમ બંનેની ચૂંટણીમાં એક દિવસનું અંતર થયું હતું. આ આધારે પંચે રાજ્યની બંને સીટોને અલગ-અલગ માની છે. જોકે ચૂંટણી એક જ દિવસે થશે.

શાહને કેન્દ્રીય ગૃહમંત્રી, જ્યારે સ્મૃતિને મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી બનાવાયા છે. ધાનાણીએ પંચના આદેશને રદ કરવા તથા તેને ગેરબંધારણીય, ગેરકાયદેસર અને શૂન્ય જાહેર કરાવનો અનુરોધ કર્યો છે. તેમનું કહેવું છે કે, આ બંધારણની કલમ 14નું ઉલ્લંઘન છે. તેમણે માગ કરી છે કે, પંચને ગુજરાત સહિત બધા રાજ્યોની ખાલી બેઠકો ભરવા માટે પેટાચૂંટણી અને ચૂંટણી સાથે-સાથે કરાવવાનો નિર્દેશ આપવામાં આવે.

 
First published: June 18, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...