ધોરણ 12 સામાન્ય પ્રવાહની 23મી ઓગસ્ટે યોજાનારી પૂરક પરીક્ષા મોકૂફ

News18 Gujarati
Updated: August 14, 2020, 7:16 PM IST
ધોરણ 12 સામાન્ય પ્રવાહની 23મી ઓગસ્ટે યોજાનારી પૂરક પરીક્ષા મોકૂફ
પ્રતિકાત્મક તસવીર

પૂરક પરીક્ષાનો નવો કાર્યક્રમ બોર્ડ હવે પછી જાહેર કરશે

  • Share this:
ગાંધીનગર : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 23 ઓગસ્ટના રોજ યોજાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. પૂરક પરીક્ષાનો નવો કાર્યક્રમ બોર્ડ હવે પછી જાહેર કરશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઇ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષામાં એક વિષયના બદલે બે વિષયમાં નાપાસ થયેલા ઉમેદવારો માટે પૂરક પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો છે. આ માટે નવેસરથી ઓનલાઇન આવેદનપત્ર મેળવવા અને નવેસરથી બેઠક વ્યવસ્થા ગોઠવવા માટે તથા ઉમેદવારોને તૈયારી માટે સમય મળી રહે એ માટે પૂરક પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

આ પણ વાંચો - ગૃહમંત્રી અમિત શાહે કોરોના વાયરસને મ્હાત આપી, ટ્વિટ કરીને આપી જાણકારી

ધોરણ 12 સામાન્ય પ્રવાહની 23મી ઓગસ્ટે યોજાનારી પૂરક પરીક્ષા મોકૂફબીજી તરફ ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બે વિષયની પૂરક પરીક્ષા આગામી 25થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાવાની છે, તે યથાવત્ છે. તેના કાર્યક્રમમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.
Published by: Ashish Goyal
First published: August 14, 2020, 7:16 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading