તુસાદમાં લાગશે સનીનું સ્ટેચ્યુ; આબેહુબ માપ માટે 200 વખત મપાયુ શરીર

મેડમ તુસાદ મ્યૂઝિયમની હું આભારી છુ કે તેમણે આ નિર્ણય લીધો હું ઘણું રોમાંચક અનુભવી રહી છું મારા વેક્સ સ્ટેચ્યુ હોવું સંપૂર્ણ રીતે આનંદની વાત છે.

મેડમ તુસાદ મ્યૂઝિયમની હું આભારી છુ કે તેમણે આ નિર્ણય લીધો હું ઘણું રોમાંચક અનુભવી રહી છું મારા વેક્સ સ્ટેચ્યુ હોવું સંપૂર્ણ રીતે આનંદની વાત છે.

 • Share this:
  મુંબઇ: દિલ્હીનાં મેડમ તુસાદ મ્યૂઝિયમમાં હવે સની લોયનનું પણ વેક્સ સ્ટેચ્યુ મુકવામાં આવશે. આ પહેલાં આ મ્યૂઝિયમમાં કેટરિના કૈફ, માધુરી દીક્ષિત, કરિના કપૂર ખાન, સલમાન ખાન, કપિલ શર્મા, સચિન તેન્ડુલકર જેવાં સ્ટાર્સનાં સ્ટેચ્યુ મુકાઇ ચૂક્યા છે.

  લંડનથી સની લિયોનને માપવા માટે વિશેષ ટીમ મુંબઇ આવી હતી. જેમણે 200થી વધુ વખત સનીનું માપ લીધુ. જેથી તેનાં શરીર જેવું જ આબેહુબ પુતળુ બનાવી શકાય.  સની લિયોને તેનાં ટ્વિટર પેજ પર આ વિશે માહિતી આપતા લખ્યુ હતું કે, મેડમ તુસાદ મ્યૂઝિયમની હું આભારી છુ કે તેમણે આ નિર્ણય લીધો. હું ઘણું રોમાંચક અનુભવી રહી છું. મારા વેક્સ સ્ટેચ્યુ હોવું સંપૂર્ણ રીતે આનંદની વાત છે. માપણી દરમિયાન આ ખુબજ ખાસ અનુભવ રહ્યો. મે ઘણાં લાંબા સમય સુધી સિટિંગ કરી. હું સંપૂર્ણ ટીમની આભારી છું તેમણે મને એક અલગ યાદગાર અનુભવ
  કરાવ્યો.

  હવે હું મારુ સ્ટેચ્યુ જોવા માટે ઉત્સુક છું. મને તેની આતુરતાથી રાહ છે કે ક્યારે તેનું ઇનોગ્રેશન કરવામાં આવશે.
  Published by:Margi Pandya
  First published: