સની લિયોનને પણ અન્ય અભિનેત્રીઓ જેવું સન્માન મળવું જોઈએઃ હાર્દિક

News18 Gujarati
Updated: June 11, 2018, 9:47 AM IST
સની લિયોનને પણ અન્ય અભિનેત્રીઓ જેવું સન્માન મળવું જોઈએઃ હાર્દિક
હાર્દિક પટેલ અને સની લિયોન (ફાઇલ તસવીર)

  • Share this:
ગુજરાતના પાટીદાર નેતા હાર્દિક પટેલનું માનવું છે કે પોર્ન સ્ટારથી બોલિવૂડમાં અભિનેત્રી બનેલી સની લિયોનને પણ ફિલ્મી પડદા પર એવી જ રીતે જોવી જોઈએ કે જેવી રીતે આપણે નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિત જેવી ફેમસ અભિનેત્રીઓને જોઈએ છીએ.

હાર્દિક પટેલે પત્રકારોને કહ્યું, "જો આપણે સની લિયોનને ફિલ્મી પડદા પર એ જ નજરથી જોઈએ, કે જેવી રીતે આપણે નર્ગિસ, શ્રીદેવી અને માધુરી દીક્ષિતને જોઈએ છીએ. તેમાં આપણને સમસ્યા શું છે? આપણે સની લિયોનને ફિલ્મી પડદા પર ખરાબ નજરથી જોવી ન જોઈએ."

તેમણે કહ્યું, 'જો આપણા વિચાર એવા હોય કે સની લિયોનને આપણે તેની જૂની છબિથી જ જોવા માંગીએ છીએ, તો આ દેશ ક્યારેય નહી બદલાય શકે.' 24 વર્ષીય હાર્દિક પટેલે કહ્યું કે બોલિવૂડમાં પોતાનો પગ મૂકી ચુકેલી પૂર્વ પોર્ન સ્ટાર ઈચ્છે છે કે તેને પણ અન્ય અભિનેત્રીઓની જેમ જ સન્માન મળવું જોઈએ.

ભાજપને 'સત્તાની લાલચી પાર્ટી' કહેતા હાર્દિક પટેલે આશંકા વ્યક્તિ કરી કે જો નરેન્દ્ર મોદી વર્ષ 2019માં ચૂંટણી જીતીને બીજી વખત પ્રધાનમંત્રી બનશે, તો આ પછી દેશમાં બીજી વખત ચૂંટણી ક્યારેય નહીં થાય.

વાંચોઃ 
Love Story : ઘણા અફેર પછી આ વ્યક્તિ પર કેવી રીતે આવ્યું સની લિયોનનું દિલ?જો કે, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે આ આશંકા પાછળ શું કારણ છે. તો તેના જવાબમાં હાર્દિક પટેલે કહ્યું કે, 'જેવી રીતે કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓ બાદ રાજ્યપાલે કોંગ્રેસ અને જેડીએસના બહુમતવાળા ગઠબંધન પહેલા ભાજપ વિધાયક દળના નેતા બીએસ યેદિયુરપ્પાને સરકાર બનાવવાનો મોકો આપ્યો હતો. જે જોતા લાગે છે કે દેશના સંવિધાનને ખતમ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે'
First published: June 11, 2018, 8:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading