દુબઈમાં 25 લાખ રૂપિયાનું પૅકેજ છોડી સરપંચની ચૂંટણી લડવા પહોંચી ગામની 'પુત્રવધૂ'

13 વર્ષથી દુબઈમાં રહેતી સુનીતાએ 25 લાખ રૂપિયાનું પૅકેજ છોડી ગામમાં સરપંચની ચૂંટણી લડી રહી છે

13 વર્ષથી દુબઈમાં રહેતી સુનીતાએ 25 લાખ રૂપિયાનું પૅકેજ છોડી ગામમાં સરપંચની ચૂંટણી લડી રહી છે

 • Share this:
  સીકર : ઘણાં વર્ષોથી દુબઈમાં રહેતી નવા જમાનાની રાજસ્થાની પુત્રવધૂ પોતાની મોડર્ન લાઇફ સ્ટાઇલ છોડી હાલમાં ગામની સંસ્કારી પુત્રવધૂ તરીકે ચર્ચિત થઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ રાજસ્થાનના સીકર જિલ્લાના નાંગલ ગામ અને ત્યાંની સુનીતા કંવરની. 36 વર્ષીય સુનીતા 13 વર્ષથી વિદેશમાં રહે છે. ત્યાં એક શિપિંગ કંપનીમાં લગભગ 25 લાખ રૂપિયાના પૅકેજ પર કામ પણ કરી રહી હતી પરંતુ હાલમાં જ તેઓ પોતાના પતિ જોધા સિંહ શેખાવતની સાથે ગામ પરત ફરી અને સરપંચ ચૂંટણી લડી રહી છે. ગામના લોકોનો પણ સુનીતાને ભરપૂર સાથ મળી રહ્યો છે. સુનીતા પોતે પણ વેસ્ટર્ન આઉટફિટ છોડી માથા પર ઘૂંઘટ કાઢીને સંસ્કારી પુત્રવધૂ તરીકે ગામના વડિલો પાસે વોટના રૂપમાં આશીર્વાદ માંગી રહ્યા છે. જાણો વિદેશી પુત્રવધૂની દેશી ચૂંટણીની સમગ્ર કહાણી...


  રાજસ્થાનમાં પંચાયતી રાજ ચૂંટણી 2020ના બીજા ચરણનું મતદાન 22 જાન્યુઆરીએ થશે. રાજ્યની પંચાયત સિમિતિઓની 2,333 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ રહી છે. તેમાં શ્રીમાધોપુર પંચાયત સમિતિના નાંગલ ગામમાં ચૂંટણી યોજાશે. અહીં ગામની પુત્રવધૂ સુનીતા કંવર ચૂંટણી લડી રહ્યા છે.


  36 વર્ષીય સુનીતા કંવર દુબઈની લક્ઝરી લાઇફ છોડીને ગામના વિકાસનું સપનું લઈને આવી છે.


  સુનીતા દુબઈમાં પોતાના પતિની સાથે રહેતી હતી અને એક શિપિંગ કંપનમાં જૉબ કરતી હતી.


  સુનીતાનું વાર્ષિક પૅકેજ 25 લાખ રૂપિયા હતું.


  સુનીતા નાંગલ ગામની પુત્રવધૂ છે અને અહીંથી પંચાયત ચૂંટણીમાં સરપંચ પદ માટે પોતાની કિસ્મત અજમાવી રહી છે.


  ગામમાં વીજળી, પાણી, રોજગાર, સ્વાસ્થ્ય અને છોકરીઓની શિક્ષા અને વિકાસ તેમની પહેલી પ્રાથમિકતા રહેશે.


  નોંધનીય છે કે, રાજસ્થાનમાં ત્રણ ચરણમાં સરપંચ ચૂંટણી યોજાઈ રહી છે. પહેલા ચરણનું મતદાન 17 જાન્યુઆરીએ થઈ ચૂક્યું છે.


  બીજા ચરણનું મતદાન 22 જાન્યુઆરીએ થશે અને ત્રીજા ચરણની ચૂંટણી 29 જાન્યુઆરીએ થશે.


  સુનીતાનું કહેવું છે કે વિદેશમાં રહેતી વખતે તેઓએ અનુભવ્યું કે પ્રવાસી પોતાની માટીના લોકો માટે ઘણું કરવાની ઈચ્છા ધરાવે છે. બસ તેઓને પ્રોત્સાહિત કરવાની જરૂર છે.
  Published by:user_1
  First published: