Home /News /gujarat /સુરતમાં બિલ્ડરનો આપઘાત, જમીન માલિક સાથે તકરારનો ઉલ્લેખ કરી પીધી દવા

સુરતમાં બિલ્ડરનો આપઘાત, જમીન માલિક સાથે તકરારનો ઉલ્લેખ કરી પીધી દવા

સુરત બિલ્ડર આપઘાત

Surat builder Suicide : સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા વેસ્ટન સેવન સીઝનમાં રહેતા અને બિલ્ડીંગ લાઈન સાથે જોડાયેલા અનિલ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની પુત્ર તથા પુત્રી સહિતના લોકો હતા

સુરત : પાલનપુર ગામ પાસે નિર્માણ ધીન બીલડીગ બેઝમેન્ટમાં આપઘાત (Suicide) કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર નથી જવા પામ્યો હતો. જોકે એક સુસાઇડ નોટ મળી હતી જેમાં જમીન માલિક સાથે બિલ્ડરને આર્થિક બાબતે તકરા ચાલતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પણ પરિવાર આ સુસાઇડ નોટ (Suicide Note) પોલીસ (Surat Police) ને ના આપતા પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા વેસ્ટન સેવન સીઝનમાં રહેતા અને બિલ્ડીંગ લાઈન સાથે જોડાયેલા અનિલ પટેલ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની પુત્ર તથા પુત્રી સહિતના લોકો હતા. સોમવારે સવારે ઘરેથી નીકળી પાલનપુર વિસ્તારમાં આવેલા નિર્માણ ધીન કલ્યાણ રેસીડેન્સી ખાતે ગયા હતા. જોકે પુત્ર સાથે વાત થયા બાદ પિતા ફોન ના ઉપાડતા પુત્ર પિતાએ આપેલા સરનામે પહોંચી ગયો હતો અને ત્યાં જતા જ પિતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

પુત્ર એ તાત્કાલિક પરિવારને ઘટનાની જાણકારી આપી પિતાને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન પિતાનું મોત થયું હતું. જે જગ્યા પર બિલ્ડર દ્વારા દવા પીવામાં આવી હતી ત્યાંથી તેના પરિવારને એક સુસીઈડ નોટ મળી આવી હતી, જેમાં જમીન માલિક શંકર પટેલ ગણપત પટેલ અને જતીન પટેલ સાથે આર્થિક બાબતે તકરારનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોરાજકોટ : યુવકને ફાયરિંગનો વિડિયો બનાવો ભારે પડ્યો, જાહેરમાં માગવી પડી માફી

સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ત્રણે ભાગીદારોને કારણે તેમણે આ પગલું ભરી રહ્યા છે, છેલ્લા ત્રણ મહિનાથી સતત માનસિક ત્રાસ આપતા હોવાની વાત પણ આ સુસાઇડ નોટમાં કરી હતી અને આ લોકોથી કંટાળી ગયા છે જેને લઈને તેવો અંતિમ પગલું પડે છે. આ મામલે બીલ્ડરના પુત્રએ આ પોતાની પાસે રાખી સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કર્યો છે, પણ પરિવાર દ્વારા બિલ્ડરની સુસાઇડ નોટ પોલીસને ના આપતા પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. પૈસાની લેતી દેતીને લઈને વિગતો સામે આવી રહી છે, ત્યારે હવે બિલ્ડર અને જમીન માલિકો વચ્ચે સમાધાન ચાલી રહ્યું હોવાની વાત પણ પોલીસે કરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Builder, Suicide case, Surat suicide case, આપઘાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन