Home /News /gujarat /

વલસાડ : ટ્રેનમાં યુવતીનો આપઘાત કેસ : 'અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી યુવતી, અમે કપડાં શોધીને તેને આપ્યા'

વલસાડ : ટ્રેનમાં યુવતીનો આપઘાત કેસ : 'અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી યુવતી, અમે કપડાં શોધીને તેને આપ્યા'

દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો

suicide case- ડાયરીમાંથી ખૂલ્યું મોતનું રહસ્ય, યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થનાર ખાનગી બસ ચાલકે બધી હકીકત જણાવી

    વલસાડમાં (Valsad)ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના (Gujarat queen train)એક ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત (suicide in Gujarat queen train)કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ યુવતી પર વડોદરાના (Vadodara)વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ (Rape)આચરાયું હોવાની વિગતો બહાર આવી છે. યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં આ વાત સામે આવી છે. આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાઇવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા. આ નોંધ પણ ડાયરીમાં મળી આવી છે

    યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થનાર ખાનગી બસ ચાલકે જણાવ્યું હતું કે, હું વેક્સીન મેદાનમાં સાંજે બસ પાર્ક કરવા માટે ગયો હતો. ત્યાં યુવતી એક ઝાડ નીચે અર્ધનગ્ન અવસ્થામાં ઉભી હતી. તેને તેના પર બળાત્કાર થવાની વાત કહી હતી. બે યુવાનો મારા હાથ બાંધીને અને મોંઢા ઉપર ડૂચા મારી રિક્ષામાં લઇ આવ્યા હતા અને મારા ઉપર બળાત્કાર કર્યો છે. તેના કપડાં શોધીને તેને પહેરાવી તેની સહેલી પાસે પહોંચતી કરી હતી.

    આ પણ વાંચો - વલસાડ : ટ્રેનમાં યુવતીના આપઘાત કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, ડાયરીમાંથી ખૂલ્યું મોતનું રહસ્ય

    બસ ચાલકે જણાવ્યું હતું કે યુવતીએ વધારે કોઇ જવાબ આપ્યા ન હતો. દરમિયાન એક પશુપાલક કાકા આવી પહોંચ્યા હતા. બાદમાં હું અને કાકા મોબાઇલ ટોર્ચની મદદથી યુવતીએ બતાવેલા સ્થળ પાસેથી લેંગીસ અને ચપ્પલ શોધી લાવ્યા હતા. લેંગીસ ફાટેલી હતી. કપડાં પહેર્યા બાદ તેણે મારા મોબાઇલ ફોન ઉપર તેની સહેલીને ફોન કર્યો હતો. સહેલીને ચકલી સર્કલ પાસે આવવા માટે જણાવ્યું હતું. યુવતીને લઇને ચકલી સર્કલ પહોંચ્યા હતા. જ્યાં તેની સહેલી આવતા સોંપી તેની સાથે ગઈ હતી.

    બીજી તરફ યુવીતીની માતાએ કહ્યું હતું કે મારી દીકરી ભણવામાં ખુબજ હોશિયાર હતી તેને લેખક બનવું હતું અમે પણ તેની પ્રગતિમાં ખુશ હતા. છેલ્લી વખત મને ગળે લાગી મરોલી જવાનું કહ્યું હતું.

    આ પણ વાંચો - પ્રિયંકા ચોપરાએ જે જગ્યાએ કર્યા હતા લગ્ન, ત્યાં યોજાશે રાજકોટના ઉદ્યોગપતિના પુત્રના લગ્ન, આવો છે પ્લાન

    શું છે સમગ્ર ઘટના

    દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી. આ પછી એક ડાયરથી બધા ખુલાસા થયા છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Suicide in Gujarat, આત્મહત્યા, ગુજરાત, વડોદરા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन