મોડાસાઃ અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના જુના વડવાસા ગામે દૂધ મંડળીના સેક્રેટરી બી.એસ.પરમારે મંડળીના સભાસદોના માનસિક ત્રાસના કારણે દૂધ મંડળીમાં જ પંખા સાથે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.મોડાસા રૂરલ પોલીસે સુસાઇડના નોટના આધારે આત્મહત્યા માટે દુષ્પ્રેરણ કરનાર ચાર સભાસદો સામે પોલીસ ફરિયાદ નોધી ગણતરી ના સમયમાં ચારેય આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
મૃતક ભાથીજી પરમારને મરવા માટે દુષ્પ્રેરણ કરનાર ચારેય આરોપીઓની મોડાસા રૂલર પોલીસે ધરપકડ કર્યા બાદ આરોપીઓના જણાવ્યા મુજબ ગત ૨૮ તારીખના રોજ મંડળીની જનરલ સભામાં ગ્રામજનોએ મંડળીનો હિસાબ સેક્રેટરી પાસે માંગ્યો હતો. પણ હિસાબમાં ગોટાળો લગતા તે જવાબ આપી શક્યો ના હતો. છતાં પણ અમો કે અમારા ગામના કોઈ પણ વ્યક્તિ તેમણે બોલ્યાના હતા અને ગ્રામજનોએ આ અંગે જીલ્લા રજીસ્ટર અને સાબરડેરીમાં જાણ કરવાનું નક્કી કર્યું અને આ બાબતે ઓડીટર આવવાના હતા.
એજ દિવસે મંડળીના સેક્રેટરી ભાથીજી પરમારે મંડળીમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી અને અમારા ચાર જણ ના નામ ચીઠીમાં ખોટી રીતે લખ્યા છે. આજે આખું ગામ અમારી સાથે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર