ગુજરાતના કાપડ ઉદ્યોગનું અર્થતંત્ર વેગવંતુ કરવા એસોસિએશન દ્રારા RBIને રજુઆત


Updated: May 21, 2020, 4:00 PM IST
ગુજરાતના કાપડ ઉદ્યોગનું અર્થતંત્ર વેગવંતુ કરવા એસોસિએશન દ્રારા RBIને રજુઆત
પ્રતિકાત્મક તસવીર

GDMA દ્રારા RBI તેમજ રાષ્ટ્રીય - પ્રાઈવેટ બેંકોને હાલની જે કેશ ક્રેડિટ છે તેમાં 20 ટકાનો વધારો આપવામાં રજુઆત કરવામાં આવી છે

  • Share this:
અમદાવાદ : લૉકડાઉનમાં 2 મહિના સુધી બંધ રહેલી ઇન્ડસ્ટ્રી ફરી ચાલુ થાય તે માટે કેન્દ્ર સરકારે નાણાંકીય પેકેજની જાહેર કરી છે પરંતુ ઉદ્યોગોને તેનો લાભ મળતો નથી. આ રજુઆત GDMAના પ્રમુખ યોગેશ પરીખ દ્રારા RBIને કરવામાં આવી છે. GDMAના પ્રમુખ યોગેશ પરીખે RBIને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે સરકારની જાહેરાત પ્રમાણે બેંકોએ ઈન્ડસ્ટ્રીને તેમની વર્કિગ કેપિટલમાં 20 ટકા સુધીનો વધારો કરી આપવાનો છે પરંતુ કેટલીક બેંકો આ અંગે જવાબ આપતી નથી.

13 મે 2020ના રોજ ભારત સરકારના નાણાં મંત્રાલય દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. જેમાં નાણાં મંત્રી નિર્મલા સિતારમન અને રાજ્ય કક્ષાના મંત્રી અનુરાગ ઠાકરે વિસ્તારથી માહિતી આપી હતી. નાણાંમંત્રી દ્રારા MSME ઉદ્યોગોને કોઈપણ પ્રકારની ગેરંટી વગર 3 લાખ કરોડની લોન ફાળવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી જે 4 વર્ષના સમયગાળામાં પરત કરવાની રહેશે. જેમાં 1 વર્ષના ગ્રેસ પિરીયડનો લાભ આપવામાં આવ્યો છે. આ યોજનાનો લાભ આશરે 45 લાખ ઉદ્યોગોને મળશે તેને 31 ઓક્ટોબર 2020 સુધી મેળવી શકાશે. જે ઉદ્યોગોને ઉત્પાદન ફરી શરુ કરવામાં મદદરુપ બનશે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને GDMA દ્રારા RBI તેમજ રાષ્ટ્રીય - પ્રાઈવેટ બેંકોને હાલની જે કેશ ક્રેડિટ છે તેમાં 20 ટકાનો વધારો આપવામાં રજુઆત કરવામાં આવી છે.

આ પણ વાંચો - કોરોનાના યોદ્ધા પણ કોરોનાની લપેટમાં, અનેક પોલીસકર્મી હાલ પણ સારવાર હેઠળ

GDMAના પ્રમુખ યોગેશ પરીખ


GDMAના પ્રમુખ યોગેશ પરીખના જણાવ્યા પ્રમાણે આજે બપોરે બેંક ઓફ બરોડા સાથે વેબિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GDMA સાથે સંકળાયેલાં તમામ મેમ્બર્સ જોડાશે. મોટાભાગે અમદાવાદમાં ઓઢવ, નરોડા, વટવા,છત્રાલના મુખ્ય વેપારીઓ જોડાશે. આગામી દિવસોમાં આવી મિટીંગ RBL, ICICI, HDFC બેંક સાથે પણ કરવામાં આવશે.

શું છે GDMA?GDMA એટલે ગુજરાત ડાયસ્ટફ મેન્યુફેક્ચર એસોસિએશન, જે ગુજરાતમાં ટેકસટાઈલ ડાયઝ બનાવે છે. ગુજરાતમાં કાપડ ઉદ્યોગ વિકસ્યો છે જેમાં ડાયસ્ટફ મહત્વનો ભાગ ભજવે છે. અમદાવાદમાં 400 જેટલાં યુનિટ ડાયસ્ટફના છે જ્યારે ગુજરાતનાં 1100થી વધારે વાપી, કડી, સુરત, બરોડા સહિત અનેક જગ્યાએ ડાયસ્ટફ બનાવે છે.
First published: May 21, 2020, 4:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading