Home /News /gujarat /

અમદાવાદની કે.કા શાસ્ત્રી લૉ કૉલેજમાં વિદ્યાર્થીઓનો પરીક્ષાના ફોર્મ મુદ્દે હોબાળો

અમદાવાદની કે.કા શાસ્ત્રી લૉ કૉલેજમાં વિદ્યાર્થીઓનો પરીક્ષાના ફોર્મ મુદ્દે હોબાળો

વિદ્યાર્થીઓની સાથે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યૂનિયન સાથે રહી અને રજૂઆત કરી હતી.

75 ટકા હાજરીન થતાં સરકારી કૉલેજના (Government Collage) આચાર્યએ (Principle) 45 વિદ્યાર્થીઓના ( Students) ફૉર્મ ન સ્વીકાર્યા

    સંજય ટાંક, અમદાવાદ : અમદાવાદની (Ahmedabad) ખોખરાની (Khokhara) કે.કા. શાસ્ત્રી (K.K shatrti) લૉ (Law) કૉલેજમાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો. કૉલેજ સંચાલકો દ્વારા નિયમ મુજબ હાજરી ના મુદ્દે પરીક્ષા ફૉર્મ ભરવા નહીં દેતાં વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. આ મુદ્દે કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન (N.S.U.I)ના આગેવાનોએ પણ વિદ્યાર્થીઓના આ મુદ્દે કૉલેજ સંચાલકોને રજૂઆત કરી હતી. એન.એસ.યુ.આઈએ આ મામલે વિદ્યાર્થીઓના પ્રશ્નનું સમાધાન નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

    એકતરફ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ચાલુ સત્રથી કોલેજોમાં ઑનલાઈન હાજરી ફરજીયાત કરી છે, ત્યારે ખોખરાની સરકારી લૉ કૉલેજમાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરીને લઈને વિવાદ સર્જાયો છે. જે વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી થતી ન હોય તેવા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ નહીં સ્વીકારવામાં આવતાં સમગ્ર મામલે વિદ્યાર્થીઓમાં નારાજગી ફેલાઈ છે, વિદ્યાર્થીઓએ આ મામલે હોબાળો મચાવ્યો છે, એટલું જ નહીં વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે આચાર્યએ માનીતા વિદ્યાર્થીઓની હાજરી ઓછી હોવા છતાં ફૉર્મ ભરાવ્યાનો આક્ષેપ કેટલાક વિદ્યાર્થીઓએ લગાવ્યો છે.

    આ પણ વાંચો :  નીતિન પટેલનો પાકિસ્તાન પર પ્રહાર, 'નાના મચ્છરો અને જીવાતને મારવાની બાકી છે'

    એટલું જ નહીં પરંતુ આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાનો આરોપ પણ વિદ્યાર્થીઓએ લગાવ્યો છે. આ મામલે વિદ્યાર્થીઓનો હોબાળ વધુ ઉગ્ર થવાની શક્યતાના પગલે કૉલેજ સંચાલકોએ પોલીસને જાણ કરી હતી.અને પોલીસે કૉલેજ પહોંચી જઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. બીજીતરફ સરકારી લૉ કૉલેજના આચાર્ય ડૉ. કૃપા પંડ્યાએ જણાવ્યું કે 'યુનિવર્સિટીના અને સરકારના નિયમ પ્રમાણે નિયમિત હાજરી આ કૉલેજમાં લેવાય છે. નિયમ પ્રમાણે જે તે પરીક્ષાના ફોર્મ ભરતી વખતે આ નિયમો ધ્યાને લેવાય છે અને ત્યારબાદ ફૉર્મ ભરવા દેવાય છે. આ વખતના સંજોગો પ્રમાણે વધુ પડતાં વિદ્યાર્થીઓ અનિયમિત રહેતાં તેમના ફૉર્મ સ્વીકાર્યા નથી તેમને મુદ્દત આપી છે તેમને કહ્યું છે કે પાછળના દિવસો પૂરા કરો. હાલ નિયમ પ્રમાણે નજીકના દિવસોમાં જે લોકોની 75 ટકા હાજરી પૂરી થઈ જાય તેમ છે તેમના ફૉર્મ સ્વીકાર્યા છે.

    મહત્ત્વનું છે કે એન.એસ.યુ.આઈના આગેવાનો પણ વિદ્યાર્થીઓના આ મુદ્દે કૉલેજ સંચાલકોને રજૂઆત કરી હતી અને આ મામલામાં વિદ્યાર્થીઓના પ્રશ્નનું સમાધાન લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Protest, અમદાવાદ, ગુજરાત, શિક્ષણ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन