Home /News /gujarat /

27મી લેવાનારી TAT પરીક્ષાને લઈ કડક બંદોબસ્ત, બે સુપરવાઇઝ રાખશે ચાંપતી નજર

27મી લેવાનારી TAT પરીક્ષાને લઈ કડક બંદોબસ્ત, બે સુપરવાઇઝ રાખશે ચાંપતી નજર

પ્રતીકાત્મક તસવીર

TATનું પેપર પેપર ફૂટી ગયાનું પુરવાર થતાં પરીક્ષા રદ કરવી પડી હતી

    TAT પરીક્ષામાં અગાઉ બનેલી પેપર લીકની ઘટના ફરીથી ન બને તે માટે આ વખતની પરીક્ષાને લઈને રાજ્ય પરીક્ષા દ્વારા કડક બંદોબસ્ત કરવામા આવ્યો છે. ક્લાસ ૧-૨ના અધિકારીઓને ઓબ્ઝર્વર તરીકે રહેશે અને પરીક્ષાખંડમાં હવે એકને બદલે વર્ગદીઠ બે સુપરવાઈઝર રહેશે.

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ લેવાયેલી પ્રથમવારની જ માધ્યમિક શિક્ષક- TAT પરીક્ષામાં પેપર ફૂટી ગયાની ઘટના બહાર આવતા અને પોલીસ તપાસમા પેપર અગાઉ લીક થઈ ગયું હોવાનું પુરવાર થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. રદ કરાયેલી આ ટાટ પરીક્ષા ફરીથી ૨૭મી જાન્યુઆરીથી લેવાનારી છે.

    રાજ્યની સરકારી અને ગ્રાન્ટડે માધ્યમિક સ્કૂલોમાં શિક્ષક બનવા માટેની ટીચર્સ એપ્ટિટયુડ ટેસ્ટ એટલે કે ટાટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા અગાઉ ૨૯મી જુલાઈના રોજ લેવાઈ હતી.આ પરીક્ષાના થોડા દિવસ બાદ રાજ્ય પરીક્ષા બોર્ડને ફરીયાદ કરવામા આવી હતી કે પેપર પરીક્ષા પહેલા જ લીક કરીને કેટલાક ઉમેદવારોને આપી દેવાયુ હતુ.જેને લઈને પરીક્ષા બોર્ડે પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસ તપાસમાં પેપર ફુટી લીક થયુ હોવાનું પુરવાર થતા રાજ્ય પરીક્ષા બોર્ડે ૯મી ઓક્ટોબરે ગુજરાતી માધ્યમના તમામ વિષયોની પરીક્ષા રદ કરી હતી. રદ કરાયેલી આ ટાટ પરીક્ષા ફરીવાર ૨૭મી જાન્યુઆરીએ લેવાનાર છે.આ ફરી લેવાનાર પરીક્ષામા પેપર લીકની ઘટના ન બને તે માટે પરીક્ષા બોર્ડે તકેદારીને લઈને કડક બંદોબસ્ત કર્યો છે.

    આ પણ વાંચો, ગુજકેટ માટે 25 જાન્યુઆરીથી ઓનલાઇન રજિસ્ટ્રેશન શરુ

    આ વખતની પરીક્ષામાં ક્લાસ ૧-૨ના અધિકારીઓ ઓબ્ઝર્વર રહેવા સાથે દરેક પરીક્ષા ખંડમાં એકને બદલે બે સુપરવાઈઝર રહેશે.જેમા એક સુપરવાઈઝર વહિવટી કામગીરી કરશે અને બીજો સુપરવાઈઝર સંપૂર્ણપણે ઉમેદવારો પર દેખરેખ રાખશે.ગત વખતની પરીક્ષામા એક ઉમેદવાર પેપર હાથમા આવતા થોડી મીનિટો બાદ રૃમની બહાર જઈને પેપર સોશિયલ મીડિયામાં લીક કર્યુ હોવાની પણ ઘટના બની હોઈ આ વખતની પરીક્ષામાં બપોરે ૧૨ વાગે જ પરીક્ષા શરૂ કરાશે અને ૧૨ વાગે જ પેપર અને ઉત્તરવહી આપવામા આવશે.ઉમેદવારોને ૧૫ વધારાની નહી અપાય..

    ઉપરાંત ઉમેદવારોને પરીક્ષા શરૂ થયાના એક કલાક સુધી રૃમની બહાર જવા દેવામા નહી આવે.જો કોઈ ઉમેદવારને ઈમરજન્સીમા કોઈ ચોક્કસ કારણસરૃ બહાર જવુ પડે તો તેની સાથે સુપરવાઈઝર કે પરીક્ષા સ્ટાફ સભ્યને મોકલવામા આવશે. તમામ પરીક્ષા કેન્દ્રોમાં સીસીટીવી કેમેરા સાથે પરીક્ષા લેવાશે.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Examination, Paper leak, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन